ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યગોષ્ઠિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
કાવ્યગોષ્ઠિ  ‘ગૃપ નહીં પણ ગોષ્ઠિ’ના મુદ્રાલેખ સાથે ‘કાવ્યગોષ્ઠિ’ની સ્થાપના ૧૯૭૪માં કરવામાં આવી. સંસ્થાના સ્થાપક – પ્રમુખ કવિ ‘સુન્દરમ્’ હતા. આ સંસ્થાના ઉપક્રમે બીજા અને ચોથા શનિવારે કવિઓ/લેખકો છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત મળે છે અને સ્વરચિત કાવ્યપઠન અને અન્ય સાહિત્યની ચર્ચા કરે છે.
‘કાવ્યગોષ્ઠિ’ પ્રતિવર્ષ ગ્રામવિસ્તારમાં અને ગુજરાતના તળપ્રદેશમાં સાહિત્યસત્રો યોજે છે. અત્યાર સુધીમાં આ સંસ્થાનાં ૨૪ સત્રો જુદા જુદા વિસ્તારમાં યોજાયાં છે. સત્રો સાથે પ્રતિમાસે વિવિધ સ્તરના પરિસંવાદો અને વાર્તાલાપો પણ પ્રયોજવામાં આવે છે. લેખકમિલન, વાર્તામેળો, કવિમિજલસ અને જુદા જુદા વિસ્તારના લેખકો/કવિઓનાં મિલનો અને ચર્ચાસત્રોનું આયોજન કરવામાં આવે છે.
સંસ્થાનાં સત્રોમાં રજૂ થતા નિબંધોનું પ્રકાશન ‘ગોષ્ઠિ’ના નામથી કરવામાં આવે છે. ઉપરાંત નવોદિત કવિઓના સંચયો પ્રકાશિત કરવામાં આવે છે. ‘કાવ્યગોષ્ઠિ’નાં ત્રીસ જેટલાં પ્રકાશનો છે. નવોદિત સાહિત્યકારોની કાવ્યલેખનસ્પર્ધા અને વાર્તાલેખનસ્પર્ધા યોજી પારિતોષિકો આપવામાં આવે છે. નિ સહાય સાહિત્યકારોમાંથી દર વર્ષે બે સાહિત્યકારો  કલાકારોને આર્થિક સહાય આપવાની યોજના છે. સાહિત્યિક પ્રવાસોનું પણ આ સંસ્થા દ્વારા આયોજન થાય છે. આ સંસ્થામાં હોદ્દેદારોની નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવે છે. પૂર્વે આ સંસ્થાની સહયોગી સંસ્થાઓ ૪૦ હતી, એમાંથી અત્યારે ૧૯ સંસ્થાઓ સક્રિય છે.
{{Right|મ.ઓ.}}