ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટેલિફિલ્મ


ટેલિફિલ્મ : ટેલિફિલ્મ એટલે ટેલિવિઝન માટે ખાસ તૈયાર થયેલી ફિલ્મ. ટેલિવિઝનની શરૂઆતમાં તે મોટેભાગે ફિલ્મ આધારિત હતી. આજે પણ ટેલિવિઝન ઉપર મોટેભાગે ફિલ્મો અને ફિલ્મને આધારિત કાર્યક્રમોને મહત્ત્વ આપવામાં આવે છે. પણ હવે ખાસ ટેલિવિઝનને ધ્યાનમાં રાખીને ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે. ટેક્નિકની દૃષ્ટિએ ટેલિફિલ્મમાં અમુક પ્રકારના લોંગ શોટ્સ અને ઝુમીંગનો ઉપયોગ થતો નથી કારણ કે સ્ક્રિન નાનો હોવાથી અમુક પ્રકારનાં દૃશ્યોની અસરકારકતા જોઈએ તેવી નથી આવતી. તેમાં મોટેભાગે અદાકારોના પોટ્રેઇટ્સ વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ટેલિફિલ્મ ગમે તેટલી સુંદર હોય છતાં લાંબા સમય સુધીનો પ્રભાવ પ્રેક્ષકો ઉપર નથી છોડતી તે એની મોટી મર્યાદા કહી શકાય. અ.વ્યા.