ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાવ્યાકરણતા


પરાવ્યાકરણતા (Paragrammatism) : વ્યાકરણના અસાધારણ (abnormal) ઉપયોગને લક્ષમાં રાખીને આ સંજ્ઞા વપરાય છે. આધુનિકતાવાદી સાહિત્યમાં અભિવ્યક્તિની તીવ્રતા અને સંદિગ્ધતાને માટે ઘણીવાર વાક્યવિન્યાસ સાથે કે શબ્દસિદ્ધિ અર્થે અપૂર્વ રીતે વ્યવહાર થતો હોય છે. આથી બહુવિધ અર્થની કે અર્થનાવિન્યની શક્યતા વિસ્તરે છે. ચં.ટો.