ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાદપૂર્તિ


પાદપૂર્તિ/પાદપૂરણ : ઘણીવાર પહેલેથી આપેલી પંક્તિ કે પંક્તિખંડને અંત્ય પંક્તિમાં ગૂંથવાની હોય છે, આ પ્રકારની કાવ્યક્રીડા/કાવ્યવિનોદ/કાવ્યકૌશલને પાદપૂર્તિ કહે છે. ક્યારેક પહેલા ત્રણ પાદ આપવામાં આવે છે. અને ચોથા પાદની પૂર્તિ માગવામાં આવે છે, તો ક્યારેક એક પાદ આપીને બીજા ત્રણ પાદની પૂર્તિ માગવામાં આવે છે. ચં.ટો.