ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પારસી
પારસી : પારસી સાંકેતિક બોલી છે. વૈદિકકાળમાં ગૂઢ સાંકેતિક બોલી ન સમજાવાથી તે મ્લેચ્છ ભાષા તરીકે ઓળખાતી. મહાભારતમાં પાંડવોને લાક્ષાગૃહ અંગેના સંદેશામાં વિદુર એ વાપરે છે. જયમંગલની કામસૂત્રની ટીકામાં પણ એનો નિર્દેશ આવે છે. મુસલમાનોના આગમન પછી આવી ગૂઢ સાંકેતિક બોલી ફારસીની જેમ ન સમજાતી હોવાથી પારસી તરીકે ઓળખાઈ. વેપારીઓ કે સોનીઓ ઘરાક સમજે નહીં એવી પારસીમાં વ્યવહાર કરતા હોય છે.
ચં.ટો.