ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભારતીય સાહિત્યોનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ'''</span>...")
 
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ભારતીય સાહિત્યોનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ'''</span> : ગુજરાતી સાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યોનો પ્રભાવ જેવો ઊડીને આંખે વળગે છે એવો ભારતનાં અન્ય ભાષાસાહિત્યોનો પ્રભાવ ઉપલક નજરે જણાતો નથી, પરંતુ વિદેશી ભાષાસાહિત્યોનો પ્રભાવ ઝીલનાર સંવેદનપટુ ગુજરાતી ભાષાસાહિત્ય ભારતીય-ભગિની ભાષાઓનાં સાહિત્યોનો પ્રભાવ ઝીલ્યા વિના રહી શકે એ શક્ય નથી. આ પ્રભાવ પ્રમાણમાં વધારે સૂક્ષ્મ હોવાથી તેની તપાસ ઝીણવટથી કરવી જરૂરી બને છે.  

આજે આપણે જેને ‘ગુજરાતી’ ભાષા કહીએ છીએ તે વાસ્તવમાં હિન્દી, બંગાળી, મરાઠી વગેરેની જેમ ભારતની આર્યકુળની જ ભાષા છે. ભારતીય-આર્ય(Indo-Aryan) ભાષાની ત્રીજી અર્થાત્ અર્વાચીન ભૂમિકાનું એ એક પ્રાદેશિક સ્વરૂપ છે. ગુજરાતી ભાષાનો સીધો સંબંધ અપભ્રંશ, પ્રાકૃત અને સંસ્કૃત સાથે છે. તેથી સ્વાભાવિક રીતે જ આ ભાષાઓનાં સાહિત્યોનો વ્યાપક પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર હોય.  

Line 7: Line 8:
મધ્યકાળમાં જે સાહિત્યસ્વરૂપો વિકસ્યાં તે પૈકી મોટા ભાગનાં સંસ્કૃતમાંથી ઊતરી આવ્યાં છે. મુક્તકનો પ્રકાર સંસ્કૃતમાંથી આવ્યો હોઈ મધ્યકાળમાં રચાયેલાં અનેક મુક્તકો પર સંસ્કૃત મુક્તકોનો પ્રભાવ પડેલો જોઈ શકાય છે. મુક્તકમાંથી જ પદનો પ્રકાર વિકસ્યો છે. પદનાં ઉત્પત્તિ અને વિકાસમાં મંદિરોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શણગારનાં, હિંડોળાનાં, થાળનાં, ફાગનાં, કૃષ્ણજન્મનાં, વસંતનાં, હોળીનાં, આરતીનાં પદો આ રીતે રચાયાં છે. મધ્યકાળમાં મધુરાભક્તિનું પ્રાબલ્ય હોવાથી શૃંગારનાં પદો વિશેષ માત્રામાં રચાયાં છે. આ બધાં પદો પર સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ ઠેર ઠેર અનુભવાય છે. દા.ત. નરસિંહનાં શૃંગારનાં પદો પર જયદેવના ‘ગીતગોવિંદ’ની અસર જોઈ શકાય છે. કૃષ્ણપ્રેમ વિષયક પદો પર ‘શ્રીમદ્ભાગવત’નો પ્રભાવ તો નરસિંહ, મીરાં, દયારામ વગેરે અનેક કવિઓ પર પડ્યો છે. ભાલણ ‘દશમસ્કંધ’ આપે છે. પછી પ્રેમાનંદ પાસેથી પણ ‘દશમસ્કંધ’ પ્રાપ્ત થાય છે.  

મધ્યકાળનો સમૃદ્ધ સાહિત્યપ્રકાર છે ‘આખ્યાન’. ભાલણથી આરંભી દયારામ સુધી સંખ્યાબંધ કવિઓએ આખ્યાનો રચ્યાં છે. સંસ્કૃત સાહિત્યમાં, ખાસ કરી રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો અને પુરાણોમાં ઉપાખ્યાનો આવતાં. મધ્યકાળનાં અધિકાંશ આખ્યાનો આ ઉપાખ્યાનો ઉપર આધારિત છે. હરિશ્ચંદ્ર, નળ, પ્રહ્લાદ, ચંદ્રહાસ વગેરેની જે કથાઓ સંસ્કૃત ઉપાખ્યાનોમાં સાંપડે છે તે કથાઓ પર મધ્યકાળમાં સંખ્યાબંધ આખ્યાનો રચાયાં છે. કથાવાર્તા કે પદ્યવાર્તાનું સ્વરૂપ પણ મધ્યકાળમાં ઠીક ઠીક ખેડાયું છે. મધ્યકાળમાં રચાયેલી અધિકાંશ પદ્યવાર્તાઓનો સ્રોત સંસ્કૃત સાહિત્યની કથાઓ ‘કથાસરિત્સાગર’, ‘દશકુમારચરિત’, ‘પંચતંત્ર’, ‘કાદંબરી’ વગેરેએ પૂરો પાડ્યો છે. મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલ જ્ઞાનમાર્ગી કવિતા, અખાકૃત ‘અખેગીતા’, બ્રહેદેવકૃત ‘ભ્રમરગીતા’, પ્રીતમકૃત ‘સરસગીતા’, ભાણદાસકૃત ‘હસ્તામલક’, દયારામરચિત ‘રસિકવલ્લભ’ વગેરે સ્વરૂપની રચનાઓ તથા રાસ-રાસા પર પણ વત્તાઓછા પ્રમાણમાં સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ પડ્યો છે.  

મધ્યકાલીન સાહિત્યની સરખામણીમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય પર સંસ્કૃતનો પ્રભાવ ઓછો થયો છે. પણ નોંધ લેવી પડે તેટલો તો અવશ્ય છે જ. સંસ્કૃતના પ્રશિષ્ટગ્રન્થોના સારાનુવાદ-સંક્ષેપો તો મધ્યકાળથી જ મળવા શરૂ થયેલા. જેમકે ભાલણે ‘દશમસ્કંધ’ અને ‘કાદંબરી’ના સંક્ષિપ્ત અનુવાદ કરેલા, પણ અર્વાચીનકાળમાં સભાનતાપૂર્વક અનુવાદ કરવાની પ્રવૃત્તિ વેગ પકડે છે. ૧૮૬૭ થી ૧૯૬૧ સુધીમાં ૪૪ જેટલાં સંસ્કૃત નાટકો ગુજરાતીમાં અનૂદિત થયાં હતાં. કાલિદાસકૃત ‘શાકુંતલ’ના જ બારેક અનુવાદો સાંપડે છે. જયદેવકૃત ‘ગીતગોવિંદ’, તેમજ ‘હિતોપદેશ’, ‘પંચતંત્ર’ વગેરેના અનુવાદો પ્રાપ્ત થાય છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની આ પ્રવૃત્તિએ સંસ્કૃતવૃત્તોની પ્રતિષ્ઠા અને તેમના પ્રયોગ-પ્રસારમાં, મુક્તકકાવ્ય, સ્તોત્ર વગેરે વિવિધ કાવ્યપ્રકારોના ખેડાણમાં અને પ્રશિષ્ટ કાવ્યશૈલીના નિર્માણમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું છે. ગુજરાતી રંગભૂમિ અને નાટકનાં ઘડતર-વિકાસમાંયે સંસ્કૃત-ગુજરાતી અનુવાદ પ્રવૃત્તિનો પ્રભાવ ધ્યાન ખેંચે એવો છે.  

પંડિતયુગમાં અને તે પછી અનેક સર્જકો સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરે છે. આ અભ્યાસની અસર તેમના સર્જન પર પડે તે સ્વાભાવિક છે. પંડિતયુગના સમર્થ કવિ ‘કાન્ત’ મહાભારતનાં કથાનકો પર આધારિત ઉત્કૃષ્ટ ખંડકાવ્યો ‘વસંતવિજય’, અતિજ્ઞાન’ વગેરે લખે છે. ગાંધીયુગમાં ઉમાશંકર જોશીએ મુખ્યત્વે સંસ્કૃત મહાકાવ્યોનાં કથાનકોને વિષય બનાવી ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં પદ્યનાટકના પ્રયોગો કર્યા છે. રસિકલાલ પરીખ સંસ્કૃત નાટક ‘મૃચ્છકટિકમ્’ પર આધારિત ‘શર્વિલક’ નાટકની રચના કરે છે. કનૈયાલાલ મુનશી ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘પુત્રસમોવડી’ વગેરે પૌરાણિક નાટકોનું સર્જન કરે છે તથા કૃષ્ણના પાત્રને કેન્દ્રમાં રાખી ‘કૃષ્ણાવતાર’ નામક બૃહદ્ નવલકથાના આઠ ભાગ લખે છે. હરીન્દ્ર દવે પણ કૃષ્ણને જ કેન્દ્ર બનાવી ‘માધવ ક્યાંય નથી’ જેવી સંવેદનભીની નવલ આપે છે. પન્નાલાલ પટેલ, પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ વગેરે અનેક લેખકોએ રામાયણ-મહાભારતની સામગ્રી ખપમાં લીધી છે. દુર્ગેશ શુક્લ ‘ઉર્વશી’ નાટિકા લખે છે તો સર્રિયલ સફર આદરનાર સિતાંશુ યશશ્ચંદ્ર જેવા આધુનિક કવિ પણ ‘જટાયુ’ જેવી રચનામાં પુરાકલ્પનનો આશ્રય લે છે. રાજેન્દ્ર શાહ, હસમુખ પાઠક, પ્રિયકાંત મણિયાર વગેરે કવિઓ પણ સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ તેમની કેટલીક કૃતિઓમાં ઝીલે છે.

ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી સીધી ઊતરી આવી નથી પણ પ્રાકૃત-અપભ્રંશમાંથી ઊતરી આવી છે. તેથી સ્વાભાવિક રીતે જ પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યનો પ્રભાવ પણ ગુજરાતી સાહિત્ય પર પડે જ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેને આપણે પ્રાગ્નરસિંહયુગનું સાહિત્ય કહીએ છીએ તે લગભગ ત્રણસો વર્ષના સાહિત્ય પર પ્રાકૃત-અપભ્રંશનો વિશેષ પ્રભાવ પડ્યો છે. ‘સિદ્ધહૈમ’ના દુહા અપભ્રંશ અને ગુજરાતી વચ્ચેની સંક્રાન્તિકાળની ભાષા પ્રગટ કરે છે. જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષા તરીકે ઓળખાવવામાં આવેલી એ ભાષામાં પ્રાપ્ત થયેલી એ મૂલ્યવાન સાહિત્યસંપત્તિ વાસ્તવમાં ગુજરાતીની અને રાજસ્થાનીની સહિયારી સંપત્તિ છે. દુહાની પ્રણાલિકા પછી આપણા લોકસાહિત્યમાં ચાલુ રહી છે. ‘દુહો દસમો વેદ’ એમ કહીને બિરદાવાયેલ સોરઠી દુહાનું મૂળ અપભ્રંશના દુહામાં છે.

26,604

edits