ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાવિજ્ઞાન અને સાહિત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાષાવિજ્ઞાન અને સાહિત્ય'''</span> : ભાષાવિજ્ઞાન સાહિત...")
 
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ભાષાવિજ્ઞાન અને સાહિત્ય'''</span> : ભાષાવિજ્ઞાન સાહિત્યમીમાંસામાં કશી ભૂમિકા ભજવી શકે કે કેમ એ અંગે અનેક મતમતાંતરો પ્રવર્તતા હોવા છતાં ભાષાવિજ્ઞાનનાં પ્રતિમાન, પદ્ધતિ અને ટેક્નિકનો સાહિત્યવિચારમાં ઉપયોગ કરવાના પ્રયાસો ચાલુ જ રહ્યા છે. જેના પરિપાક રૂપે સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન વગેરે વિશ્લેષણપદ્ધતિઓનો આવિર્ભાવ થયો છે. સૌપ્રથમ તો અહીં એક મુદ્દો નોંધવો ઘટે કે ભાષાવિજ્ઞાનની પદ્ધતિ પરિચાલક (operational) છે જ્યારે સાહિત્યની અભિવ્યક્તિ પદ્ધતિ પ્રતિનિધાનાત્મક (Presentational) છે. ભાષાવિજ્ઞાનપરક સાહિત્યવિચાર સામાન્યપણે એવું માને છે કે સાહિત્ય એ શાબ્દિક કલા છે અને કૃતિ તરીકે સાહિત્ય એ ભાષાની સીમામાં બંધાયેલું એક સ્વાયત્ત એકમ છે. સાહિત્યકૃતિ ભાષાને માત્ર અભિવ્યક્તિનું માધ્યમ જ નથી બનાવતી પણ ભાષામાંથી જ તે ઉત્પન્ન થાય છે. ભાષાવિજ્ઞાનપરક સાહિત્યવિચાર સાહિત્યને એક ભાષા-ક્રિયા(Language act)ની જ નીપજ ગણે છે.  

ભાષાવિજ્ઞાનપરક સાહિત્યવિચારના મુખ્ય પુરસ્કર્તાઓ પૈકીના એક એવા ભાષાવિજ્ઞાની રોમન યાકોબ્સન કહે છે કે સંરચનાત્મક સ્તરે કાવ્યવિજ્ઞાન એ ભાષાવિજ્ઞાનનું જ એક અભિન્ન અંગ છે. જેમ ચિત્રકલાના વિવેચનનો સંબંધ ચિત્રોની સંરચના છે તેમ કાવ્યવિજ્ઞાનનો સંબંધ શાબ્દિક સંરચનાની સમસ્યાઓ સાથે છે, અને શાબ્દિક સંરચનાનું મૂળ વિજ્ઞાન ભાષાવિજ્ઞાન છે.  

26,604

edits