ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષાવિજ્ઞાન અને સાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન વચ્ચેનો સંબંધ બે પ્રકારે રહ્યો છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. ભાષાવિજ્ઞાનનાં પ્રતિમાન અને પદ્ધતિને સીધેસીધી પ્રયોજનારાં શૈલીવિજ્ઞાન જેવા અભિગમો એ પ્રત્યક્ષ સંબંધનું ઉદાહરણ છે; જ્યારે ભાષાવિજ્ઞાનથી પ્રભાવિત મનોવિશ્લેષણ (ઝાક લકાં) દર્શનશાસ્ત્ર (વિરચનવાદ, વ્યવહારવાદ, સંકેતવિજ્ઞાન) સંરચનાવાદ (પિયાઝે, લેવી સ્ત્રોસ) વગેરેના આધારે ઘડાતો સાહિત્યવિચાર એ પરોક્ષ સંબંધનું પરિણામ છે, એવું કહી શકાય. જો કે આંતરવિદ્યાકીય અભિગમના આ જમાનામાં આવી ભેદરેખાઓ દોરવી કે સંબંધો બાંધવાનો પ્રયત્ન કરવો એ પૂરેપૂરો જોખમી છે.  

ગુજરાતી ભાષામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાષાવિજ્ઞાનપરક અભિગમોના આધારે સાહિત્યવિશ્લેષણ કરવાના અનેક પ્રયાસ થયા છે. સુરેશ જોષી, રસિક શાહ, સુમન શાહ, હરિવલ્લભ ભાયાણી વગેરે વિદ્વાનોએ શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ વગેરે અભિગમોનો પરિચય કરાવવાનો અને તેમનો વિનિયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ચોમ્સ્કી પ્રણીત રૂપાન્તરણપરક સંસર્જનાત્મક વ્યાકરણના પ્રતિમાનના આધારે ગુજરાતી સાહિત્યકૃતિઓનું વિશ્લેષણ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ કર્યો છે.  

આમ છતાંય સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાનની ભૂમિકા અંગે એક પ્રશ્ન વર્ષોથી વણઊકલ્યો રહ્યો છે, તે એ છે કે ભાષાવિજ્ઞાન સાહિત્યનાં મૂલ્યાંકન આસ્વાદનમાં કેટલી મદદ કરી શકે તેમ છે. આ વિવાદ હજી ચાલુ છે.  

{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાષાવિજ્ઞાન
|next = ભાષાશાસ્ત્ર
}}
26,604

edits