ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીકવિઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
વડોદરાનાં વતની અને કોઈ અવધૂતનાં શિષ્યા તથા એમની સાથે ભારતનાં વિવિધ તીર્થસ્થળોની યાત્રા કરનાર મરાઠા બ્રાહ્મણ જ્ઞાતિનાં સ્ત્રીકવિ રાધીબાઈની રચનાઓ રાધી, રાધે કે રાધાબાઈ નામે પણ મળે છે. એમનાં કૃષ્ણલીલાને વિષય બનાવીને રચેલાં ૫૦૦ જેટલાં પદો મળે છે બાળલીલા, કૃષ્ણવિવાહ, કંસવધ, મુચકંદમોક્ષ જેવા પ્રસંગો વિશે તેમણે વિપુલ પદો રચ્યાં છે. ‘મીરાં માહાત્મ્ય’ તથા ‘દત્તાત્રેય ગરબી’ પણ તેમણે રચેલી છે. સામાન્ય પ્રકારનું કવિત્વ અને નર્યા પ્રસંગ – હકીકતોનું સરળ આલેખન તેમણે કર્યું હોવા છતાં હિન્દી, મરાઠી છાંટવાળી ગુજરાતીને કારણે એ રચનાઓ ઉલ્લેખનીય બની રહે છે.

સ્ત્રીકવિઓમાં ક્ષત્રિય જ્ઞાતિનાં ગંગાસતીનું સ્થાન પણ મહત્ત્વનું છે. તેમણે રચેલી યોગસાધનાની પદ્ધતિનો ખ્યાલ આપતી અને ઉપદેશાત્મક પ્રકારની કથા ગુરુમહિમાની ૬૦ જેટલી રચનાઓ સંતવાણીમાં ખૂબ જ પ્રખ્યાત છે. લય, ઢાળ, રૂપકાત્મક પદાવલિ અને અધ્યાત્માનુભવને કારણે હૃદયસ્પર્શી બનતી તેમની રચનાઓમાં જીવનવિષયક સંદર્ભો પણ પડેલા છે. તેમની દાસી તરીકે ઓળખાવાયેલી પાનબાઈને ઉદ્દેશીને પણ કેટલીક રચનાઓ રચાયેલી છે. આ પાનબાઈએ પણ થોડી પદરચનાઓ કરી છે.  

જેમનો સમય અનુમાને પણ નિશ્ચિત થઈ શકતો નથી અને અત્યંત ગૌણ કહી શકાય એવું જેમનું પ્રદાન છે એમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સ્ત્રીકવિઓ કલુબાઈ, રાજબાઈ, લલિતાબાઈનાં પદો, જાનકીબાઈ, મંગળીબાઈ, માનબાઈ અને રૂપાંબાઈનાં કૃષ્ણભક્તિનાં પદો, જેઠીબાઈ, જેબાઈ, માલીબાઈ, સવરીબાઈ અને સુરદારાણીનાં જ્ઞાનમાર્ગી પદો તથા કચ્છી સ્ત્રીકવિ ફુલીબાઈનાં પદો અને નરસિંહ પરંપરામાં નરસિંહ જીવનને વિષય બનાવીને પદો રચનારી રતનીબાઈનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે.

{{Right|બ.જા.}}
{{Right|બ.જા.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
26,604

edits