ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસ્તુકવિતા


વસ્તુકવિતા(Physical poetry) : વિચારકવિતા(Platonic poetry)થી વિરુદ્ધની કવિતા માટે રેન્સમે યોજેલી સંજ્ઞા. રેન્સમ કાવ્યકલ્પન અને અ-કલ્પનપરક પ્રોક્તિને યા વિચારોને વિરોધાવે છે. વૈજ્ઞાનિક પ્રોક્તિ પાંખાં પ્રતીકોથી કામ કરે છે, જ્યારે કવિતા વધુ સમૃદ્ધ અને પ્રત્યક્ષ સંમૂર્તિપરક સંકેતોનો વિનિયોગ કરે છે. વિચારોને મહત્ત્વ આપતી વિચારકવિતા કરતાં આવી વસ્તુકવિતા જુદી છે. ચં.ટો.