ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાસ્તવિક સમય

From Ekatra Wiki
Revision as of 09:52, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વાસ્તવિક સમય(Real Time) : ઘટનાને ઘટતા થતો સમય અને ઘટનાને નોંધતા થતો સમય – આવા વાસ્તવિક સમયની સામે ‘અનુભૂત સમય’(Felt Time) છે જે નિરૂપણની પ્રણાલિરીતિઓ દ્વારા વાચકને સમયના ભ્રાન્તિમૂલક અર્થનો અનુભવ આપે છે. સમયનો ત્રીજો પણ અર્થ છે જે ‘ખરેખર સમય’ (Actual Time) છે. ખરેખર સમય સાહિત્યકૃતિને વાંચતાં જે સમય થાય એનો નિર્દેશ કરે છે. ચં.ટો