ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વીપ્સા


વીપ્સા : આદર, આશ્ચર્ય, ઉત્સાહ, હર્ષશોક વગેરેને વ્યક્ત કરવા માટે અને પ્રભાવ ઊભો કરવા માટે શબ્દની વારંવાર પુનરાવૃત્તિ દર્શાવતો અલંકાર. જેમકે, ‘પર્વતે પર્વતે માણેક નથી હોતાં અને હાથીએ હાથીએ મોતી નથી હોતા. દેશે દેશે વિદ્વાન નથી હોતા અને વને વને ચંદન નથી હોતાં’ ભોજે ‘સરસ્વતીકંઠાભરણ’માં આ અલંકારનો ઉલ્લેખ કરેલો છે. ચં.ટો.