ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભવાદ


સંદર્ભવાદ(Contextualism) : વિશિષ્ટ પ્રકારના સૌન્દર્યપરક અનુભવને સૂચવતી અમેરિકન નવ્યવિવેચનની આ સંજ્ઞા નવ્યવિવેચકોમાંના એક મરી ક્રીગરે આપી. સંદર્ભવાદ કૃતિઅંતર્ગત રહેલા વિશ્વનો સ્વીકાર કરે છે. અને કૃતિને અપૂર્વ રીતે સંકુલ તેમજ સ્વયંપર્યાપ્ત ગણે છે. પરસ્પરથી વિરુદ્ધ ઊર્જાની તાણથી યુક્ત કૃતિ એના પોતીકા સંદર્ભ અને એના પોતીકા વિશ્વથી ભાવકને પલાયિત થતો રોકે છે, એવો આ વાદનો અભિપ્રાય છે. ચં.ટો.