ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્મરણ


સ્મરણ : સંસ્કૃત અલંકાર. પૂર્વે જોયેલી વસ્તુ સરખી કોઈ બીજી વસ્તુ જોઈને પૂર્વે અનુભવેલી વસ્તુનું સ્મરણ થાય તે સ્મરણ અલંકાર કહેવાય. પહેલાં અનુભવેલી વસ્તુનો સંસ્કાર મનમાં રહી જાય અને તેના જેવી બીજી કોઈ વસ્તુ જોતાં એ સંસ્કાર જાગ્રત થાય અને જૂની વસ્તુનું સ્મરણ થાય એ અહીં જરૂરી છે. જેમકે ‘કમળને જોતાં જ મારા મનને પ્રિયાના મુખનું સ્મરણ થાય છે.’ જ.દ.