ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યકલા: શબ્દ અને અર્થ – રામપ્રસાદ બક્ષી, 1894: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 43: Line 43:
શબ્દનું આવી ચમત્કારક અર્થની અભિવ્યક્તિ માટેનું સામર્થ્ય વધારવાનો ઉદ્યમ કવિ અનેક પ્રકારે કર્યા કરે છે. જ્યારે શબ્દની શક્તિ એને એ ચમત્કારક અભિવ્યક્તિ માટે પર્યાપ્ત ન જણાય ત્યારે કવિ એ શબ્દની એ શક્તિ વિસ્તારવાને માટે અનેક યુક્તિઓ યોજે છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા વગેરે અલંકારો આવી એક સુપરિચિત યુક્તિ છે. જેને અંગ્રેજીમાં symbol કહે છે. તે, ઉપલક્ષણભૂત સંજ્ઞાના વાચક શબ્દનો ઉપયોગ, આવી યુક્તિ છે. Symbol અને ગુજરાતીમાં આપણે ‘પ્રતીક’<ref> ‘પ્રતીક’ એટલે એક અંગ, એક અંશ, પદાર્થના સમગ્ર સ્વરૂપને શબ્દથી વ્યક્ત કરવાને બદલે માત્ર એના એકાદ અંગને કે અંશનો કે એનાથી સંબંધ ધરાવતી કોઈ ચીજનો નિર્દેશ કરીએ તો તે પ્રતીક કહેવાય, આ પ્રતીકના ઉપયોગમાં લક્ષણા -વ્યાપાર પ્રવર્તે છે. ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા’ એ કહેવતમાં ‘ચોટલા’ પ્રતીક છે. ઓટલા ભાંગવાની ક્રિયા ચોટલાઓ કરે એ અશક્ય છે એથી ‘ચોટલા’થી, જેનું ચોટલો ઉપલક્ષણ છે. એવી સ્ત્રીઓ (લક્ષણાયી) સમજવી રહે છે.</ref> કહીએ છીએ તેના ઉપયોગમાં પણ અલંકારઘટના અંતર્ગત રહી હોય છે.
શબ્દનું આવી ચમત્કારક અર્થની અભિવ્યક્તિ માટેનું સામર્થ્ય વધારવાનો ઉદ્યમ કવિ અનેક પ્રકારે કર્યા કરે છે. જ્યારે શબ્દની શક્તિ એને એ ચમત્કારક અભિવ્યક્તિ માટે પર્યાપ્ત ન જણાય ત્યારે કવિ એ શબ્દની એ શક્તિ વિસ્તારવાને માટે અનેક યુક્તિઓ યોજે છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા વગેરે અલંકારો આવી એક સુપરિચિત યુક્તિ છે. જેને અંગ્રેજીમાં symbol કહે છે. તે, ઉપલક્ષણભૂત સંજ્ઞાના વાચક શબ્દનો ઉપયોગ, આવી યુક્તિ છે. Symbol અને ગુજરાતીમાં આપણે ‘પ્રતીક’<ref> ‘પ્રતીક’ એટલે એક અંગ, એક અંશ, પદાર્થના સમગ્ર સ્વરૂપને શબ્દથી વ્યક્ત કરવાને બદલે માત્ર એના એકાદ અંગને કે અંશનો કે એનાથી સંબંધ ધરાવતી કોઈ ચીજનો નિર્દેશ કરીએ તો તે પ્રતીક કહેવાય, આ પ્રતીકના ઉપયોગમાં લક્ષણા -વ્યાપાર પ્રવર્તે છે. ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા’ એ કહેવતમાં ‘ચોટલા’ પ્રતીક છે. ઓટલા ભાંગવાની ક્રિયા ચોટલાઓ કરે એ અશક્ય છે એથી ‘ચોટલા’થી, જેનું ચોટલો ઉપલક્ષણ છે. એવી સ્ત્રીઓ (લક્ષણાયી) સમજવી રહે છે.</ref> કહીએ છીએ તેના ઉપયોગમાં પણ અલંકારઘટના અંતર્ગત રહી હોય છે.
શબ્દની ચમત્કારક અર્થ સમર્પવાની લક્ષણા અને વ્યંજનાશક્તિનો ઉપયોગ કાવ્યમાં સર્વત્ર થયા જ કરતો હોય છે. આજનાં પણ અનેક કાવ્યોમાં – લગભગ સર્વત્ર – લક્ષણાની પ્રવૃત્તિ થયા કરતી જોવામાં આવે છે. રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોમાં પ્રવર્તતો વ્યાપાર લક્ષણાનો હોય છે.
શબ્દની ચમત્કારક અર્થ સમર્પવાની લક્ષણા અને વ્યંજનાશક્તિનો ઉપયોગ કાવ્યમાં સર્વત્ર થયા જ કરતો હોય છે. આજનાં પણ અનેક કાવ્યોમાં – લગભગ સર્વત્ર – લક્ષણાની પ્રવૃત્તિ થયા કરતી જોવામાં આવે છે. રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોમાં પ્રવર્તતો વ્યાપાર લક્ષણાનો હોય છે.
વ્યંજનાનું શબ્દના વાચ્યાર્થથી અતિરિક્ત એવા અર્થને વ્યક્ત કરવાનું સામર્થ્ય જાણીતું છે અને એનો સંસ્કૃતમાં જેને વ્યંગ્યપ્રધાન ધ્વનિકાવ્ય કહે છે, અને ગુણીભૂતવ્યંગ્યવાળાં કાવ્યો કહે છે તેવાં કોઈ કાવ્યોમાં આજે પણ ઉપયોગ થાય છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ વગેરે કેટલાક અલંકારમાં પણ વ્યંજના અંતર્ગત હોય છે. પ્રસ્તુતના કથનવર્ણન માટે અપ્રસ્તુતનું કથનવર્ણન કરીને વાચક શબ્દને વ્યંજક શબ્દ બનાવવાની પ્રક્રિયા કાવ્યમાં – અને આપણી ઘણી કહેવતમાં – સુવિદત છે.<ref>** ‘વાડ હોય તો વેલો ચડે’ એ કહેવત અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે એમાં લક્ષણા નથી, કારણ કે વાડ ઉપર વેલો ચડે એ તો શક્ય છે – અશક્ય નથી. પણ ‘વાડ’થી સૂચવાય છે નબળાને આધાર આપી શકે તેવી પ્રબળ વ્યક્તિ, અને ‘વેલો’થી સૂચવાય છે એવી પ્રબળ વ્યક્તિનો આધાર લેતી કે શોેધતી નબળી વ્યક્તિ. આમાં અપ્રસ્તુતથી પ્રસ્તુતની વ્યંજના થાય છે.</ref>
વ્યંજનાનું શબ્દના વાચ્યાર્થથી અતિરિક્ત એવા અર્થને વ્યક્ત કરવાનું સામર્થ્ય જાણીતું છે અને એનો સંસ્કૃતમાં જેને વ્યંગ્યપ્રધાન ધ્વનિકાવ્ય કહે છે, અને ગુણીભૂતવ્યંગ્યવાળાં કાવ્યો કહે છે તેવાં કોઈ કાવ્યોમાં આજે પણ ઉપયોગ થાય છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ વગેરે કેટલાક અલંકારમાં પણ વ્યંજના અંતર્ગત હોય છે. પ્રસ્તુતના કથનવર્ણન માટે અપ્રસ્તુતનું કથનવર્ણન કરીને વાચક શબ્દને વ્યંજક શબ્દ બનાવવાની પ્રક્રિયા કાવ્યમાં – અને આપણી ઘણી કહેવતમાં – સુવિદત છે.<ref>‘વાડ હોય તો વેલો ચડે’ એ કહેવત અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે એમાં લક્ષણા નથી, કારણ કે વાડ ઉપર વેલો ચડે એ તો શક્ય છે – અશક્ય નથી. પણ ‘વાડ’થી સૂચવાય છે નબળાને આધાર આપી શકે તેવી પ્રબળ વ્યક્તિ, અને ‘વેલો’થી સૂચવાય છે એવી પ્રબળ વ્યક્તિનો આધાર લેતી કે શોેધતી નબળી વ્યક્તિ. આમાં અપ્રસ્તુતથી પ્રસ્તુતની વ્યંજના થાય છે.</ref>
<center>8</center>
<center>8</center>
આ પ્રતીક, અલંકાર વગેરેના ઉપયોગથી કવિ પોતાના પ્રસ્તુત વક્તવ્યનું, અપ્રસ્તુતના પુરસ્કાર દ્વારા, અપોહન અથવા તિરોધાન કરે છે. કાવ્યની શબ્દનિષ્ઠ કલામાં – અલંકારમાં તેમ જ લક્ષણા અને વ્યંજનામાં —વ્યાપક રીતે પ્રવર્તતું તત્ત્વ આ તિરોધાન છે.
આ પ્રતીક, અલંકાર વગેરેના ઉપયોગથી કવિ પોતાના પ્રસ્તુત વક્તવ્યનું, અપ્રસ્તુતના પુરસ્કાર દ્વારા, અપોહન અથવા તિરોધાન કરે છે. કાવ્યની શબ્દનિષ્ઠ કલામાં – અલંકારમાં તેમ જ લક્ષણા અને વ્યંજનામાં —વ્યાપક રીતે પ્રવર્તતું તત્ત્વ આ તિરોધાન છે.

Revision as of 15:20, 18 March 2023


9 RAMPRASAD BAXI.jpg
રામપ્રસાદ બક્ષી
(૨૭.૬.૧૮૯૪ – ૨૨.૩.૧૯૮૯)
કાવ્યકલા: શબ્દ અને અર્થ કવિતાની યાત્રા
 

કવિતાની ભાવના, પ્રક્રિયા અને નિર્મિતિ મૂર્ત જગતની અનુભૂતિમાંના અમૂર્ત તત્ત્વની અભિવ્યક્તિ તરફ પ્રગતિ કરે છે, કરી ચૂકી છે. એ ઘટના માનવમાનસની જ્ઞાન વિજ્ઞાન કલા આદિ ક્ષેત્રોમાં પ્રતીત થતી વિકાસોન્મુખ યાત્રાનું નિદર્શન છે. એમાં વિશ્વની વિકાસયાત્રાની દિશાનું અનુવર્તન છે. વિશ્વની વિકાસોન્મુખ ગતિ જડમાંથી ચેતનતત્ત્વની નિષ્પત્તિ પ્રતિ થઈ છે. માનવની એ વિશ્વનાં તત્ત્વોની જિજ્ઞાસાએ પણ આધિભૌતિક તત્ત્વોની મીમાંસામાંથી આધ્યાત્મિક તત્ત્વની અન્વીક્ષા તરફ પ્રગતિ કરી છે: તત્ત્વજ્ઞાનનું લક્ષ્ય અધિભૂતમાં અધ્યાત્મનું દર્શન કરવાનું છે. ભૌતિક વિજ્ઞાન પણ જડ પદાર્થનાં મૂર્ત તત્ત્વોના પૃથક્કરણમાંથી અને સ્વરૂપ – સ્વભાવના નિરૂપણ અને નિર્ણયની પ્રવૃત્તિમાંથી વધતું વધતું એ પદાર્થોના અંતર્ગત, અંતિમ મૂલભૂત એક અદ્વિતીય અમૂર્ત તત્ત્વની — કહો કે શક્તિની — શોધની દિશામાં ધસી રહ્યું છે. માનવની બુદ્ધિપ્રવૃત્તિના આ વિકાસનું એની સાહિત્યપ્રવૃત્તિમાં પ્રતિફલન થાય એ સ્વાભાવિક છે. મૂર્ત તત્ત્વથી અમૃત તત્ત્વ પ્રતિ જતી આ વિકાસયાત્રા વાઙ્મયનિર્મિતિમાં પ્રાણ પૂરતા તત્ત્વ તરફ — જેને વાઙ્મયનો આત્મા કહ્યો છે. એ અંતસ્તમ તત્ત્વ તરફ — આગળ વધે છે, તે સાથોસાથ જેને વાઙ્મયનો દેહ કહ્યો છે તે શબ્દમય આકૃતિને પણ એ આંતરતત્ત્વની અભિવ્યક્તિ માટે સમર્થ અને પર્યાપ્ત બનાવવા મથે છે. સંસ્કૃત સાહિત્યની મીમાંસા કરનારા શાસ્ત્રીય ગ્રંથોમાં આ પ્રગતિયાત્રાનાં પ્રમાણો મળે છે; કાવ્યના દેહની સજાવટથી એના આત્મભૂત આંતર તત્ત્વનો નિષ્પત્તિ પર્યન્ત જતી પ્રગતિની કથા મળે છે; અને એ અંતર તત્ત્વની અભિવ્યક્તિ શબ્દાર્થમય દેહમાં કયા પ્રકારે થાય છે એની મીમાંસા પણ મળે છે, અને વાઙ્મયના પ્રદેશમાં માનવમાનસની આ મૂર્તથી અમૂર્ત તત્ત્વ તરફ જતી પ્રવૃત્તિના પ્રવાહો ભલે પ્રાચીન કાળથી શરૂ થયા હશે તોપણ આ શાસ્ત્ર દ્વારા એ પ્રવાહોનું કાળક્રમાનુસાર અનુદર્શન થઈ શકે છે.

કાવ્યનો બાહ્યતમ દેહ વાણી; અને એ વાણીના બહિરંગની નિયત માત્રાપ્રમાણાનુસાર આકારરચના તે પદ્ય. આ પદ્યને, કે એમાં નિયત માત્રાના વર્ણસંધિઓમાં રહેલા લયને અને એ લયની આંગળી પકડી પ્રવેશી જતા – તાલસ્વરયુક્ત – રાગને અથવા ગેય-ઉચ્ચારને, સંસ્કૃત કાવ્યશાસ્ત્રે પ્રધાન સ્થાન અર્પ્યું નથી. પદ્યને કાવ્યદેહનું અનિવાર્ય લક્ષણ આ પ્રાચીનોએ માન્યું નથી. વર્ણોના ધ્વનિસંવાદ તરફ અને એમાંથી નીપજતા યમક-અનુપ્રાસ-આદિ શબ્દાલંકારો તરફ વલણ જોવામાં આવે છે, પણ એ વિષયમાં પણ સંસ્કૃત ઉત્તમ કાવ્યોએ સંયમ જાળવ્યો છે; એને કાવ્યનું પ્રાણભૂત તત્ત્વ તો નથી જ માન્યું. કાવ્યનું કાવ્યત્વસાધક તત્ત્વ કયું, કયા અભિવ્યક્તિ-પ્રકારથી કાવ્યનું કાવ્યત્વ સિદ્ધ થાય, એ અન્વેષણના પ્રદેશમાં પ્રથમ અલંકારો, વક્રોક્તિ, રીતિ, એ શબ્દાર્થવર્તી તત્ત્વો પ્રધાન સ્થાને વિરાજ્યાં હતાં. એ તત્ત્વોની જે મીમાંસા થઈ છે તેને અંગે શબ્દની અર્થસમર્પણશક્તિ અને એ અર્થ સમર્પણશકિતને વિસ્તારે એવા લક્ષણા તથા વ્યંજનાવ્યાપારની જે મીમાંસા થઈ છે તે બતાવી આપે છે કે કાવ્યના જીવાતુભૂત અંતસ્તત્ત્વના અન્વેષણમાં પ્રવૃત્ત બનેલા આપણા પ્રાચીન કાવ્યમીમાંસકોનું એ અંતસ્તત્ત્વની અભિવ્યક્તિ શબ્દને આશ્રયે રહે છે, અર્થાત્ કાવ્યમાં શબ્દનું મહત્ત્વ છે એ સત્ય તરફ દુર્લક્ષ નહોતું. નાટ્યશાસ્ત્રે નાટકમાં રસનો પુરસ્કાર કર્યો, અને કાવ્યશાસ્ત્રે એ રસને કાવ્યમાં પણ પ્રધાન સ્થાન આપ્યું, રસ એટલે કાવ્યમાં વહેતા અમુક મુખ્ય ભાવની આનંદપર્યવસાયિની અનુભૂતિ, એ સિદ્ધાંતના સ્વીકાર સાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યતત્ત્વની આજના પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રીઓને પણ જેની ઈર્ષ્યા થાય એવી સમજ બતાવી, એ સમજ એટલે કાવ્યનો ધર્મ બુદ્ધિને જ્ઞાન આપવાનો નથી પણ હૃદયને ભાવનો – emotionનો અનુભવ કરાવવાનો છે એ સમજ. કાવ્યમીમાંસાની કાવ્યના શબ્દાર્થરૂપ દેહથી નીકળીને એના આ ભાવરૂપ આંતર – અમૂર્ત – તત્ત્વ તરફ પ્રગતિ થઈ તે માટે કાવ્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્રનું આભારી છે. નાટ્યશાસ્ત્રે અર્પેલો આ રસસિદ્ધાંત હતો; શબ્દશક્તિના મીમાંસકોએ આપેલો વ્યંજનાવ્યાપાર હતો; વ્યાકરણે આપેલો સ્ફોટનો સિદ્ધાંત પણ હતો. આ ત્રણે તત્ત્વોનો સમન્વય કરીને ધ્વનિકારે – આનંદવર્ધને – ધ્વનિનો સિદ્ધાંત ઉપજાવ્યો, અથવા શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત કર્યો, અથવા સર્વોપરી બનાર્વ્યે. એના પૂર્વગામીઓએ આ ધ્વનિર્ને કાવ્યના આત્મા તરીકે સ્વીકાર અને પુરસ્કાર કર્યો હતો. પણ એ વિષયમાં કંઈક મતભેદ પણ પ્રવર્તતો હતો. આનંદવર્ધને આશ્ચર્યજનક પ્રતિભાથી ધ્વનિસિદ્ધાંતનું સર્વસ્વીકાર્ય બને તેવું પ્રતિપાદન કર્યું.

3

આવી હતી સંસ્કૃત-કાવ્યજ્ઞોની, કાવ્યના શબ્દાર્થરૂપ દેહથી એના આત્મભૂત આંતર તત્ત્વ સુધી પહોંચતી યાત્રા. એ યાત્રાને અંતે સૌએ સ્વીકારી લીધું કે ઉત્તમ કાવ્યોમાં, એ કાવ્યોની વાણીમાં, કંઈક એવું અનેરું તત્ત્વ પ્રતીત થાય છે, જે વાણીના શબ્દ, અર્થ, શબ્દાલંકાર અને અર્થાલંકાર એ સર્વ અવયવોથી અતિરિક્ત છે – જેમ અંગનાનું લાવણ્ય એના દેહના અવયવોથી અતિરિક્ત છે તેમ. શબ્દાર્થથી અતિરિક્ત એવું આ ધ્વનિનામક તત્ત્વ શબ્દમાંથી અને શબ્દના અર્થમાંથી જ પ્રકટે છે એ પણ ધ્વનિકારે સ્વીકાર્યું છે. શબ્દશક્તિમૂલક અને અર્થશક્તિમૂલક (અલંકાર અને વસ્તુના) વ્યંગ્યનું ધ્વનિકારે નિરૂપણ કર્યું છે, પણ સર્વ વ્યંગ્ય પ્રકારોમાં ભાવની તથા રસની વ્યંજનાને ઉત્તમ સ્થાન આપ્યું છે. અને તે સાથોસાથ આ વ્યંજનાને પ્રતીત કરાવવાનું સામર્થ્ય વાક્યમાં છે, અક્કેકા શબ્દમાં પણ હોઈ શકે છે, એ બતાવીને ધ્વનિકારે કાવ્યકલા એ શબ્દની કલા છે એ સત્યની પણ સ્તુત્ય સમજણ પુરવાર કરી છે. શબ્દ જ અર્થનો વાહક અને અભિવ્યંજક છે, એ શબ્દ અને અર્થ ઉભયમાંથી કાવ્યનું આત્મભૂત અનેરું તત્ત્વ પ્રકટ અને પ્રતીત થાય છે; એટલે કાવ્યનો આત્મા ભલે ધ્વનિ છે, ભાવની વ્યંજના છે, છતાં કાવ્યકલાનું ઉપાદાન શબ્દ છે અને એ શબ્દની ઉપાસના કરવાથી કાવ્યના આત્મભૂત ધ્વનિના અવનવા અનંત ઉન્મેષો ઉદ્ભવે છે, એ આનંદવર્ધને પ્રયત્નપૂર્વક સ્થાપ્યું છે. શબ્દરૂપ દેહ અને ધ્વનિરૂપ આત્મા એની વાત કરતાં ગોવર્ધનરામ ત્રિપાઠીનું આ વિધાન યાદ આવે છે: “The spiritual organism grows out of the physical, and, in the first stage, it is not the soul that vivifies and organizes the body, but it is clearly the body that vivifies and moulds the soul into an orginiasm.’[1] ગોવર્ધનરામનું આ વિધાન પુનર્જન્મના અભ્યુપગમની પરીક્ષા કરવાને પ્રસંગે પ્રાણીના – માનવના દેહને તથા ચેતનતંત્રને અને આત્માને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. એ વિધાન તત્ત્વજ્ઞાનીઓને અને વેદાંતીઓને સર્વથા સ્વીકાર્ય નહિ લાગે, છતાં એમાં એ મોટો ગુણ છે કે એમાં ગોવર્ધનરામની તત્ત્વપર્યેષક સ્વતંત્ર દૃષ્ટિનું દર્શન થાય છે; intuitionથી, અપૂર્વ દિવ્ય પ્રતિભાથી, જે તત્ત્વોનું પૂર્વઋષિઓએ દર્શન કર્યું તેની પણ બુદ્ધિથી પરીક્ષા કરવાની વૃત્તિનું દર્શન થાય છે. પણ તત્ત્વજ્ઞાનની વાત રહેવા દઈએ. આપણે નિસબત કાવ્યથી છે, અને કાવ્યના દેહ અને આત્માના સંબંધ પરત્વે ગોવર્ધનરામના આ વિધાનનો વિનિયોગ સર્વથા સ્વીકાર્ય બને તેવો છે. કારણ કે, કાવ્ય એ શબ્દની – અર્થસમર્પક શબ્દની – કલા છે, કાવ્યનો આત્મા એ શબ્દાર્થ-દેહમાંથી જ પ્રકટ થાય છે, એ વાતનો આનંદવર્ધને પણ સ્વીકાર કર્યો છે. એથી જ એણે પોતાના ‘ધ્વન્યાલોક’ ગ્રંથના અંતભાગમાં કહ્યું છે કે – ‘प्रतायन्तां वाचो निमितविविधार्थामृतरसा।’ અર્થાત્ ‘અનેક પ્રકારના અર્થાેના અમૃત જેવો રસ જેમાં રહ્યો છે અથવા જેમાંથી વહે છે એવી વાણીનો વિસ્તાર કરાયા કરો.’

4

સંસ્કૃત કાવ્યશાસ્ત્રોએ આપેલાં કાવ્યનાં લક્ષણો, કાવ્યનો આત્મા શું એ બાબતમાં ભિન્ન ભિન્ન મત રજૂ કરનારાં હોવા છતાં, આ એક બાબતમાં સંમત છે કે કાવ્યની કલા એ શબ્દની કલા છે. કાવ્યનાં એ લક્ષણોમાં ‘કાવ્ય’ એ ઉદ્દેશ્યપદની જોડે વિધેયપદ તરીકે – predicate તરીકે – શબ્દ, કે વાક્ય, કે શબ્દાર્થ એ શબ્દોનો પ્રયોગ થયો છે, અને જેને કાવ્યનો આત્મા માનેલ હોય એ તત્ત્વનો નિર્દેશ એ વિધેયના વિશેષણ તરીકે થયો છે. शब्दाथौ सहितौ काव्यम्, तददोषौ शब्दर्थौ, वाक्यं रसात्मकं काव्यम् અને रमणीयार्थप्रतिपादक: शब्द: काव्यम्, એ સર્વ લક્ષણોમાં આવી જ ઉદ્દેશ્ય વિધેયની અને વિધેયના વિશેષણની વ્યવસ્થા છે. આમાંના સૌથી છેલ્લા મૂકેલા લક્ષણનો આપનારો છે પંડિત જગન્નાથ – આપણો છેલ્લો પ્રતિભાસંપન્ન પ્રતિષ્ઠિત કાવ્ય-મીમાંસક. એણે તો કાવ્યનું આ લક્ષણ આપ્યા પછી, શબ્દની સાથે रमणीयार्थप्रतिपादक: એ આવશ્યક વિશેષણ મૂક્યા પછી, કાવ્ય એ શબ્દ છે એ મતના પુરસ્કાર માટે સારી જહેમત ઉઠાવી છે. शब्दार्थो काव्यम् એવા મમ્મટના મતને એ સ્વીકારતો નથી; અર્થનું સમર્પણ કરવાની શક્તિ શબ્દમાં જ રહેલી છે, એટલે કાવ્ય એ શબ્દ જ છે એવો એનો મત છે. અલબત્ત શબ્દ જો રમણીયાર્થનું પ્રતિપાદન કરતો હોય તો જ એ કાવ્ય બને એવું તો એ સ્વીકારે છે અને એ રમણીયાર્થમાં રસધ્વનિને એ સર્વોત્તમ સ્થાને મૂકે છે; પરંતુ કાવ્યકલા એ શબ્દની કલા છે એવું એના – પ્રાચીનોથી પણ આગળ વધી જનારા આ નવીન કાવ્યમીમાંસકના – કથનનું તાત્પર્ય છે. શબ્દની અપરિમિત શક્તિની ઉપાસના કરીને એમાંથી, કેવળ વૃત્તાંતનું કે વસ્તુનું કથન નહિ એવો, લક્ષાણાવ્યંજનાવ્યાપારોથી ચમત્કારક અને આહ્લાદક બનનારો, અર્થ વ્યક્ત કરવો એ કવિકર્મ છે. કાવ્યનું ઉપાદાન શબ્દ છે, પણ કાવ્યની કલા રહી છે એ શબ્દોનો કેવળ ભૂતાર્થવાચક નહિ – હકીકત જણાવનારો નહિ – અવનવી અર્થચમત્કૃતિ સાધે એવો ઉપયોગ કરવામાં.

5

કવિના આ કવિકર્મમાં કવિને પ્રથમ ઉપસ્થિતિ અર્થની થાય કે શબ્દની? અર્થ પ્રથમ – કારણ કે અનુભૂતિ પ્રથમ થાય; અને શબ્દ ત્યાર પછી – કારણ કે અનુભૂતિની વિવક્ષા (એટલે એ અનુભૂતિને શબ્દમાં વ્યક્ત કરવાની ઇચ્છા) ત્યાર પછી ઊપજે; આવો ઉત્તર આપવાની લાલચ સૌને થાય. પણ એ ઉત્તર માનવના મનોવ્યાપારની પ્રક્રિયાને સર્વથા અનુરૂપ નથી લાગતો. કારણ કે શબ્દ વિના – વાણી વિના – કોઈ પણ પ્રકારની અનુભૂતિની વ્યક્ત વિચારણા અશક્ય છે. અનુભૂતિ અલબત્ત પ્રથમ થાય, પણ એ અનુભૂતિ તરતોતરત જ – અસંલક્ષ્યક્રમે – મનોગોચર થાય, વ્યક્ત વિચારનું રૂપ લે. અને વ્યક્ત વિચારની ક્રિયા શબ્દ વિના – કહો કે શબ્દ કે અન્ય કોઈ મનોગત વ્યક્ત સંજ્ઞા વિના – વિવક્ષાનુકૂળ સ્વરૂપ પામતી નથી. આ માનસિક ક્રિયાનો વિષય છે અનુભૂતિ, જે સંવેદનરૂપ હોય કે વસ્તુવિષયક હોય. સંવેદનરૂપ કે વસ્તુવિષયક બન્ને પ્રકારની અનુભૂતિ એ સંવેદનકારણના કે વસ્તુના પ્રત્યક્ષ મૂર્ત ઉપયોગથી જ નહિ, પણ એના મનોગત આકારના ઉપયોગથી થઈ શકે છે. બેઠો બેઠો હું કલ્પના કરું, મનોદૃષ્ટિથી જોઉં કે હરણ દોડે છે, એની પાછળ સિંહ પડ્યો છે, સિંહ નજીક પહોંચ્યો છે, સિંહ ફાળ ભરીને કૂદે છે – વગેરે. આ અનુભૂતિનું મનોગત દર્શન હું શબ્દપ્રયોગ વિના, માનસચિત્રોની પરંપરારૂપે કરી શકું. પણ એ ચિત્રદર્શનરૂપ અનુભૂતિ, હું એમાંના પ્રત્યેક પદાર્થ – પ્રત્યેક વ્યાપારને માટેના શબ્દો જાણું છું તેથી, તરત વ્યક્ત વિચારનું રૂપ લે છે. આ માનસચિત્રાત્મક અનુભૂતિ અને એની શાબ્દિક વિચારરૂપ અભિવ્યક્તિ બે વચ્ચે ક્રમનું અંતર નહિ જેવું જ હોય. આ વ્યક્તવિચારક્રિયા અથવા વિચારની અભિવ્યક્તિ શબ્દના ઉચ્ચારથી કે લેખનથી અન્યને ગમ્ય બને, પણ મારા મનમાં તો એ ઉચ્ચારણ કે લેખનની પહેલાં જ થઈ ચૂકી હોય છે. મને એને શબ્દમાં વ્યક્ત કરવાની ઇચ્છા થાય એટલે એ વ્યક્ત અને વિવક્ષાપેક્ષી વિચારને આપણે ‘અર્થ’ કહીએ. અર્થાત્ એ અનુભૂતિ વિવક્ષિત અર્થનું રૂપ લે, અને એને હું કાવ્યમાં વ્યક્ત કરું, ત્યારે મારે શબ્દની મદદ લેવી પડે. આ રીતે વિચારતાં શબ્દ પ્રથમ કે અર્થ પ્રથમ એ પ્રશ્નનો ઉત્તર કાલિદાસે પાર્વતીપરમેશ્વરની એક દેહરૂપતા માટે યોજેલ ઉપમાન દ્વારા આપ્યો છે તે જ યોગ્ય છે: શબ્દ અને અર્થ સદા સંપૃક્ત છે.

6

સંવેદન અથવા અનુભૂતિ એ માનસપ્રવૃત્તિનું અંતસ્તત્ત્વ છે; અને એ વિવક્ષાનો વિષય બને – શબ્દમય અભિવ્યક્તિની ઇચ્છાનો વિષય બને – ત્યારે ‘અર્થ’ બને છે, એ શબ્દનું content બને છે. કાવ્યનો આત્મા ભલે રસ હોય, પણ કાવ્ય એટલે વિશ્વનાથ અનુસાર પણ, રસાત્મક વાક્ય. કાવ્યનો ‘અર્થ’ અર્થાત્ એનું content, સંવેદનમય કે ભાવમય હોય તે ઇષ્ટતમ છે. પણ એ ‘અર્થ’ સમગ્રતયા અને સર્વત્ર ભાવમય નયે હોય; કાવ્યની અનેક ઉચ્ચાવટ કોટિઓ છે, તેમાં ક્યાંક એ ભાવાનુભૂતિથી ભિન્ન પ્રકારની અનુભૂતિના રૂપનો હોય. આથી જ વિશ્વનાથકૃત લક્ષણની અવ્યાપ્તિ દૂર કરવા માટે, જગન્નાથે रमणीयार्थप्रतिपादक: शब्द: काव्यम्, એમ કહ્યું. શબ્દમાં વ્યક્ત થવા ઇચ્છતા, કાવ્યમાં વ્યક્ત કરવા ધારેલો, આ અર્થ એની આ રમણીયતાને અથવા રમણીય ‘આકૃતિ’ને ક્યાં અને ક્યારે પ્રાપ્ત કરે? શબ્દનો શ્રવ્ય ઉચ્ચાર થાય કે શબ્દ અક્ષરરૂપે લખાય ત્યારે જ આ રમણીયતા સર્જાય એમ કહેવું યથાર્ત નથી, અનુભવસિદ્ધ નથી. વિવક્ષિત અર્થની એ શબ્દમય રમણીય આકૃતિ વિના માનસમાં, મનોગત દર્શનમાં, સર્જાઈ ચૂકે, જેની શબ્દ દ્વારા અભિવ્યક્તિ કરવાની છે એવી એ મનોગત આકૃતિ, ચમત્કારક અર્થની અભિવ્યક્તિ કરવાને સમર્થ એવો શબ્દદેહ, એ શબ્દ બોલાયા કે લખાયા પહેલાં જ સજી લે છે. અર્થની ચમત્કારકતા શબ્દને આશ્રયે રહે છે.

7

શબ્દનું આવી ચમત્કારક અર્થની અભિવ્યક્તિ માટેનું સામર્થ્ય વધારવાનો ઉદ્યમ કવિ અનેક પ્રકારે કર્યા કરે છે. જ્યારે શબ્દની શક્તિ એને એ ચમત્કારક અભિવ્યક્તિ માટે પર્યાપ્ત ન જણાય ત્યારે કવિ એ શબ્દની એ શક્તિ વિસ્તારવાને માટે અનેક યુક્તિઓ યોજે છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા વગેરે અલંકારો આવી એક સુપરિચિત યુક્તિ છે. જેને અંગ્રેજીમાં symbol કહે છે. તે, ઉપલક્ષણભૂત સંજ્ઞાના વાચક શબ્દનો ઉપયોગ, આવી યુક્તિ છે. Symbol અને ગુજરાતીમાં આપણે ‘પ્રતીક’[2] કહીએ છીએ તેના ઉપયોગમાં પણ અલંકારઘટના અંતર્ગત રહી હોય છે. શબ્દની ચમત્કારક અર્થ સમર્પવાની લક્ષણા અને વ્યંજનાશક્તિનો ઉપયોગ કાવ્યમાં સર્વત્ર થયા જ કરતો હોય છે. આજનાં પણ અનેક કાવ્યોમાં – લગભગ સર્વત્ર – લક્ષણાની પ્રવૃત્તિ થયા કરતી જોવામાં આવે છે. રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોમાં પ્રવર્તતો વ્યાપાર લક્ષણાનો હોય છે. વ્યંજનાનું શબ્દના વાચ્યાર્થથી અતિરિક્ત એવા અર્થને વ્યક્ત કરવાનું સામર્થ્ય જાણીતું છે અને એનો સંસ્કૃતમાં જેને વ્યંગ્યપ્રધાન ધ્વનિકાવ્ય કહે છે, અને ગુણીભૂતવ્યંગ્યવાળાં કાવ્યો કહે છે તેવાં કોઈ કાવ્યોમાં આજે પણ ઉપયોગ થાય છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ વગેરે કેટલાક અલંકારમાં પણ વ્યંજના અંતર્ગત હોય છે. પ્રસ્તુતના કથનવર્ણન માટે અપ્રસ્તુતનું કથનવર્ણન કરીને વાચક શબ્દને વ્યંજક શબ્દ બનાવવાની પ્રક્રિયા કાવ્યમાં – અને આપણી ઘણી કહેવતમાં – સુવિદત છે.[3]

8

આ પ્રતીક, અલંકાર વગેરેના ઉપયોગથી કવિ પોતાના પ્રસ્તુત વક્તવ્યનું, અપ્રસ્તુતના પુરસ્કાર દ્વારા, અપોહન અથવા તિરોધાન કરે છે. કાવ્યની શબ્દનિષ્ઠ કલામાં – અલંકારમાં તેમ જ લક્ષણા અને વ્યંજનામાં —વ્યાપક રીતે પ્રવર્તતું તત્ત્વ આ તિરોધાન છે. આ તિરોધાન – અર્થની પૂર્ણ સ્પષ્ટ અભિવ્યક્તિ ન કરવી કે ન થવા દેવી પણ વાચકને પોતાની બુદ્ધિથી વગર કહેલી વાતને સમજવાની તક આપવી અથવા ફરજ પાડવી એવી આ યુક્તિ – એ જેમ વ્યંગ્યપ્રધાન કાવ્યોની, તેમ જ symbolનો ઉપયોગ કરનારાં કાવ્યોની રીત છે. કાવ્યકલાની આ સર્વમાન્ય પદ્ધતિ છે અને આજની દુર્ગંધ બનતી નવી કવિતા આ સર્વમાન્ય પદ્ધતિનો જ ઉપયોગ કરે છે. પણ એમાં એનો અતિરેક થાય છે, કારણ કે એમાં જે પ્રતીકો કે અપ્રસ્તુતવાચક (પણ પ્રસ્તુતાર્થ-વ્યંજક) શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તે અનેક હોય છે એ પ્રતીક કે અપ્રસ્તુતાર્થ પણ અમુક પંક્તિમાં એકે હોય તો બીજી પંક્તિમાં કે કડીમાં જુદો, જુદા જ અનુભવપ્રદેશમાંથી લીધેલો હોય, તેથી અપ્રસ્તુતાર્થની પણ પરંપરાવાહી એકતા સધાતી નથી; અને એ અન્યોન્યની અસંબદ્ધ એવાં એ અનેક પ્રતીકો તથા અપ્રસ્તુતાર્થ વચનો જોડે સંબંધ કલ્પવા-સ્થાપવાનું કર્તવ્ય પણ કવિ પોતાને શિરેથી ફગાવી દઈને વાચકને માથે નાખે છે.

9

કવિકર્મ જેમ પ્રસ્તુતને સ્થાને અપ્રસ્તુતના પ્રયોગમાં રહેલું છે તેમ અમૂર્તના મૂર્તકરણમાં પણ રહેલું છે. વસ્તુત: જે પદાર્થ અમૂર્ત હોય, જેનું આકાર-વર્ણ-પરિમાણાદિ વિશેષોથી પ્રત્યક્ષીકરણ શક્ય ન હોય, એને વાણીવ્યવહારનો વિષય બનાવવાનો પ્રસંગ આવે ત્યારે એના જેવા, કે એના અંગભૂત, કે એથી કોઈ પણ રીતે સંબદ્ધ મૂર્ત પદાર્થના વાચક શબ્દ દ્વારા એનું સૂચન કરવું પડે. અર્થાત્ મૂર્ત પદાર્થના વાયક શબ્દનો ઉપયોગ અગમ્ય અમૂર્ત પદાર્થને અલ્પત: ગમ્ય બનવા માટે થાય; અને પ્રાકૃત માનવની – જેની વાણી હજી અપર્યાપ્ત નહોતી એવા માનવની – આ રીત કવિઓ જૂના જમાનાથી ઊછીની લેતા આવ્યા છે, અને અજમાવતા આવ્યા છે. પણ આજે આ રીતના જુદા ઉપયોગ નવી કવિતામાં થતો હોય એવું મને લાગે છે. આજની કવિતા, આજની ચિત્રકલાની માફક, અમૂર્ત તત્ત્વને મૂર્ત કરવાને બદલે એની અમૂર્તતાની જ કંઈક વ્યંજના થાય એ અર્થે અને એ પ્રકારે મૂર્ત ઉપાદાનોનો પણ જેમાંથી સળંગ સુષ્ઠુ મૂર્તિ કે આકાર ન નીપજે એવો ‘અમૂર્ત’ ઉપયોગ કરે છે એવું મને લાગે છે. અર્થાત્, જે કવિતાએ યુગા પર્યન્ત મૂર્ત જગતના અમૂર્ત તત્ત્વની અભિવ્યક્તિ પ્રત્યે પ્રગતિ કર્યા કરી, તે આજે અમૂર્તની અમૂર્તતા જળવાઈ રહે એ અર્થે મૂર્ત ઉપાદાનોનો ઉપયોગ કરે છે. આ પ્રવૃત્તિમાં સફલ સામર્થ્ય અતિવિરલ છે, તેથી એની ઉપાસનાની ચિરંજીવિતા શંકનીય છે.

10

અમૃત તત્ત્વની પ્રતીક કે symbol કે વ્યંજના દ્વારા પ્રતીતિ કરાવવાની શબ્દની આ શક્તિ એ માનવની મોટી સંપત્તિ છે. જે અતીન્દ્રિય મનોતીત તત્ત્વ માનવની મર્યાદિત બુદ્ધિને અગમ્ય રહ્યું છે અને સદૈવ રહેશે એની હૃદયપ્રતીતિ કરાવવાનું યત્કિંચિત્ સામર્થ્ય માનવની કોઈ પ્રવૃત્તિમાં હોય તો તે કલામાં છે અને કવિતા, એ વિષયમાં અન્ય કલાઓથી વિશિષ્ટ છે. કવિતાની ઉપાસનાની યાત્રા મૂર્તથી અમૂર્ત તત્ત્વની દિશામાં થયા કરી છે અને તાર્કિક બુદ્ધિથી જેની પ્રતીતિ ન થઈ શકે એવા અમૂર્ત ભાવોની પ્રતીતિ કરાવવા પર્યંત તો પહોંચી છે. સમગ્ર માનવતાને સાધારણ અને જીવનમાં પ્રભાવક એવા ભાવોની પ્રતીતિ કવિતાએ કરાવી છે. વિશ્વજનીન, વિશાળ, બૃહત્ તત્ત્વની પ્રતીતિ કરાવવા તરફ કવિતા પ્રયાણ કરે, યથાશક્ય પ્રયત્નશીલ બને, એ ઇષ્ટ છે, સંભાવ્ય છે. કવિતા આજે બહુધા પ્રાસંગિક, વૈયક્તિક, લૌકિક, અભવ્ય ભાવોની અભિવ્યક્તિમાં રાચી રહી છે, કારણ કે આજના કવિને માનવની મહત્તામાં અને ભવ્યતામાં શ્રદ્ધા રહી નથી, એની દૃષ્ટિ માનવની નિર્બળ, યંત્રકદર્થિત-યંત્રપરાહત, હતાશ મનોદશાથી અધિકતર કંઈ જોઈ શકતી નથી. જીવનની સમસ્યાઓથી હારેલી કવિકલ્પના એ સમસ્યાઓથી પર રહી શકતા ઉદાત્ત માનવજીવનનું દર્શન કરી શકતી નથી. જે કવિ પોતાનાં ચંચલ સંવેદનોના કવનમાં નિમગ્ન રહે, એ પરમ-અર્થમાં ક્રાન્તદૃષ્ટા બની શકતો નથી, ક્ષુદ્ર માનવોએ ઉપજાવેલી માનવજીવનની વિષમતામાં વ્યગ્ર બનેલો કવિ પ્રકૃતિની, વિશ્વની અને એમાં વસતા માનવના જીવનની ભવ્યતાથી વિમુખ બને છે. પણ માનવની આ કવિતાયાત્રા આટલેથી અટકી રહેશે એમ માનવું યોગ્ય નથી. માનવની ભવ્યતાભિમુખી, અધ્યાત્મ-પ્રવણ પ્રગતિ આજને ક્રમે થંભી રહેશે એમ માનવું એ માનવમાં અશ્રદ્ધા રાખવા જેવું છે. કવિ જોવા ધારે તો કવિતાયાત્રા જ્યાં પહોંચી છે ત્યાં રહ્યો રહ્યો. પણ, માનવજીવનના વિશ્વવ્યાપી વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝળકી રહેલી તેજસ્વિતા, ક્યાંક ક્યાંક પ્રકટતી ભવ્યતા જોઈ શકે, અને એ યાત્રામાં ઊર્ધ્વતર પ્રગતિ કરે તો માનવજીવનની અને વિશ્વની ઉદાત્ત ભવ્ય કવિતા જોઈ શકે, શબ્દ વ્યકત કરી શકે. [‘વાઙ્મયવિમર્શ’, 1963]

  1. Scrap Book Vol. I, entry dated 23 Oct., 1892.
  2. ‘પ્રતીક’ એટલે એક અંગ, એક અંશ, પદાર્થના સમગ્ર સ્વરૂપને શબ્દથી વ્યક્ત કરવાને બદલે માત્ર એના એકાદ અંગને કે અંશનો કે એનાથી સંબંધ ધરાવતી કોઈ ચીજનો નિર્દેશ કરીએ તો તે પ્રતીક કહેવાય, આ પ્રતીકના ઉપયોગમાં લક્ષણા -વ્યાપાર પ્રવર્તે છે. ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા’ એ કહેવતમાં ‘ચોટલા’ પ્રતીક છે. ઓટલા ભાંગવાની ક્રિયા ચોટલાઓ કરે એ અશક્ય છે એથી ‘ચોટલા’થી, જેનું ચોટલો ઉપલક્ષણ છે. એવી સ્ત્રીઓ (લક્ષણાયી) સમજવી રહે છે.
  3. ‘વાડ હોય તો વેલો ચડે’ એ કહેવત અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે એમાં લક્ષણા નથી, કારણ કે વાડ ઉપર વેલો ચડે એ તો શક્ય છે – અશક્ય નથી. પણ ‘વાડ’થી સૂચવાય છે નબળાને આધાર આપી શકે તેવી પ્રબળ વ્યક્તિ, અને ‘વેલો’થી સૂચવાય છે એવી પ્રબળ વ્યક્તિનો આધાર લેતી કે શોેધતી નબળી વ્યક્તિ. આમાં અપ્રસ્તુતથી પ્રસ્તુતની વ્યંજના થાય છે.