ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સંસ્કારપરાયણ વિવેચનની દિશા – રાધેશ્યામ શર્મા, 1936: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 36. રાધેશ્યામ શર્મા | (5.1.1936 – 9.9.2021)}}
{{Heading| 36. રાધેશ્યામ શર્મા | (5.1.1936 – 9.9.2021)}}
[[File:36. Radheshyam sharma.jpg|thumb|center|150px]]
[[File:36. Radheshyam sharma.jpg|thumb|center|150px]]
<center>  '''સંસ્કારપરાયણ વિવેચનની દિશા''' </center>
<center>  '''{{larger|સંસ્કારપરાયણ વિવેચનની દિશા}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્કારપરાયણ વિવેચના દ્વારા અહીં Impressionistic Criticism વિવક્ષિત છે. તાટસ્થ્ય તથા વસ્તુલક્ષિતાના અતિશય બચાવમાં, જેને બીજા સામા છેડે રાખી બહુ વખોડી કાઢવામાં આવે છે એવી વિવેચનશૈલીને સંસ્કારનિર્ભર શૈલી માનવામાં આવી છે. જે વિવેચનામાં તમે ગતિ કરી ના શકો અથવા ધૂંધળાશ અને અસ્પષ્ટતાનો સામનો કરો ત્યારે તો તમે એવા વિવેચનને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી ભાંડો જ છો, એ બહુ સ્વાભાવિક પણ હશે; પરંતુ ઘણીબધી વાર પૂર્વગ્રહરંજિત મર્યાદાઓને કારણે કે ફૅશનની ચીલાપરસ્તીને લીધે અનવધાનમાં ધીટતાપૂર્વક કશાકને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી દો ત્યારે એ લેબલનો વિપથગામી પ્રમાદથી ઉપયોગ નથી કર્યો ને એમ પૂછવાનું મન થાય છે. આધુનિક સાહિત્યના જેટલા જ અધુનાતન વિવેચનના વાદોની છાવણીઓ છે અને પ્રત્યેક છાવણીના પુરોધા પ્રમુખની વિચારણાઓની વિવિધ તાપણીઓ છે. છાવણીઓની આ તાપણીઓના તાપે અનુયાયી વર્ગ ઉષ્મા પામે છે, સલામતી અનુભવે છે, સુખ અનુભવે છે, કહો કે સુખના ઘેઘૂર ઘેનમાં ડૂબકાં ખાય છે. કારણ? કારણ એ કે પોતે મૌલિક નહિ પણ પરોપજીવી (Parasitic) છે એનો તીક્ષ્ણ ડંખ ભૂલી જવા ઘેન કામનું છે. સાંપ્રત ગુજરાતી વિવેચનની પરિસ્થિતિ વિશેની મારી આ છાપ (આ ઇમ્પ્રેશન) અત્યંત સૂચક લેખી શકો. ગમે તો આનેય ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ વિવેચનનો નમૂનો કહી શકો છો.
સંસ્કારપરાયણ વિવેચના દ્વારા અહીં Impressionistic Criticism વિવક્ષિત છે. તાટસ્થ્ય તથા વસ્તુલક્ષિતાના અતિશય બચાવમાં, જેને બીજા સામા છેડે રાખી બહુ વખોડી કાઢવામાં આવે છે એવી વિવેચનશૈલીને સંસ્કારનિર્ભર શૈલી માનવામાં આવી છે. જે વિવેચનામાં તમે ગતિ કરી ના શકો અથવા ધૂંધળાશ અને અસ્પષ્ટતાનો સામનો કરો ત્યારે તો તમે એવા વિવેચનને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી ભાંડો જ છો, એ બહુ સ્વાભાવિક પણ હશે; પરંતુ ઘણીબધી વાર પૂર્વગ્રહરંજિત મર્યાદાઓને કારણે કે ફૅશનની ચીલાપરસ્તીને લીધે અનવધાનમાં ધીટતાપૂર્વક કશાકને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી દો ત્યારે એ લેબલનો વિપથગામી પ્રમાદથી ઉપયોગ નથી કર્યો ને એમ પૂછવાનું મન થાય છે. આધુનિક સાહિત્યના જેટલા જ અધુનાતન વિવેચનના વાદોની છાવણીઓ છે અને પ્રત્યેક છાવણીના પુરોધા પ્રમુખની વિચારણાઓની વિવિધ તાપણીઓ છે. છાવણીઓની આ તાપણીઓના તાપે અનુયાયી વર્ગ ઉષ્મા પામે છે, સલામતી અનુભવે છે, સુખ અનુભવે છે, કહો કે સુખના ઘેઘૂર ઘેનમાં ડૂબકાં ખાય છે. કારણ? કારણ એ કે પોતે મૌલિક નહિ પણ પરોપજીવી (Parasitic) છે એનો તીક્ષ્ણ ડંખ ભૂલી જવા ઘેન કામનું છે. સાંપ્રત ગુજરાતી વિવેચનની પરિસ્થિતિ વિશેની મારી આ છાપ (આ ઇમ્પ્રેશન) અત્યંત સૂચક લેખી શકો. ગમે તો આનેય ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ વિવેચનનો નમૂનો કહી શકો છો.

Revision as of 15:32, 3 March 2023

36. રાધેશ્યામ શર્મા

(5.1.1936 – 9.9.2021)

36. Radheshyam sharma.jpg
સંસ્કારપરાયણ વિવેચનની દિશા

સંસ્કારપરાયણ વિવેચના દ્વારા અહીં Impressionistic Criticism વિવક્ષિત છે. તાટસ્થ્ય તથા વસ્તુલક્ષિતાના અતિશય બચાવમાં, જેને બીજા સામા છેડે રાખી બહુ વખોડી કાઢવામાં આવે છે એવી વિવેચનશૈલીને સંસ્કારનિર્ભર શૈલી માનવામાં આવી છે. જે વિવેચનામાં તમે ગતિ કરી ના શકો અથવા ધૂંધળાશ અને અસ્પષ્ટતાનો સામનો કરો ત્યારે તો તમે એવા વિવેચનને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી ભાંડો જ છો, એ બહુ સ્વાભાવિક પણ હશે; પરંતુ ઘણીબધી વાર પૂર્વગ્રહરંજિત મર્યાદાઓને કારણે કે ફૅશનની ચીલાપરસ્તીને લીધે અનવધાનમાં ધીટતાપૂર્વક કશાકને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી દો ત્યારે એ લેબલનો વિપથગામી પ્રમાદથી ઉપયોગ નથી કર્યો ને એમ પૂછવાનું મન થાય છે. આધુનિક સાહિત્યના જેટલા જ અધુનાતન વિવેચનના વાદોની છાવણીઓ છે અને પ્રત્યેક છાવણીના પુરોધા પ્રમુખની વિચારણાઓની વિવિધ તાપણીઓ છે. છાવણીઓની આ તાપણીઓના તાપે અનુયાયી વર્ગ ઉષ્મા પામે છે, સલામતી અનુભવે છે, સુખ અનુભવે છે, કહો કે સુખના ઘેઘૂર ઘેનમાં ડૂબકાં ખાય છે. કારણ? કારણ એ કે પોતે મૌલિક નહિ પણ પરોપજીવી (Parasitic) છે એનો તીક્ષ્ણ ડંખ ભૂલી જવા ઘેન કામનું છે. સાંપ્રત ગુજરાતી વિવેચનની પરિસ્થિતિ વિશેની મારી આ છાપ (આ ઇમ્પ્રેશન) અત્યંત સૂચક લેખી શકો. ગમે તો આનેય ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ વિવેચનનો નમૂનો કહી શકો છો. પોતાના ‘અરણ્યરુદન’માં સુરેશ જોષી ‘સ્વાતંત્ર્યોત્તર વિવેચન’ એ લેખમાં આનંદશંકરે યોજેલી ‘રસવિવેચન’ સંજ્ઞાની સંગાથે ઉમાશંકરે વિવેચનપ્રવૃત્તિને “આસ્વાદમૂલક અવબોધકથા’ કહી અને એવું વિવેચન ‘વ્યક્તિરંગી’ હોવું જોઈએ એવા ઉમાશંકરે રાખેલા આગ્રહના ઉલ્લેખ સાથે લખે છે કે કેટલાક નવીનોએ પણ શાસ્ત્રીયતા, વસ્તુલક્ષી ધોરણો, સૈદ્ધાન્તિક પીઠિકા અને ચોકસાઈભરી પરિભાષા પ્રત્યે અણગમો બતાવીને સહૃદયના વ્યક્તિગત પ્રતિભાવનું જ મહત્ત્વ સ્થાપ્યું છે. આ વલણનાં ભયસ્થાનો પણ હવે તો છતાં થઈ ચૂક્યાં છે. સહૃદય અને તદ્વિદ વચ્ચે વિરોધ કલ્પવાની જરૂર છે ખરી? વ્યક્તિગત ગમાઅણગમાના ચોકઠામાં અમુક પ્રકારની કૃતિને અભિમુખ થનાર, પોતાની પરિમિત રુચિને કારણે જ, વધારે સિદ્ધાંતજડ બને એવો ભય વિશેષ રહે છે. શ્રી સુરેશ જોષીનું આ ભયાંકિત ભવિષ્યકથન 1975નું છે પણ અગાઉ 1972માં, ભલે નિર્વૈયક્તિકતાના આગ્રહસમેત પણ એના કરતાં વધુ ભારપૂર્વક ‘વિવેચન વિશે’ લેખમાં કહે છે: “પણ વિવેચકના personal voiceનું તત્ત્વ બાદ ન રહેવું જોઈએ. નહિ તો વિવેચન માત્ર અમુક પરિભાષાનું manipulation બની રહે. વિવેચક એ કોઈ વ્યુત્પત્તિમત્ શાસ્ત્રસંપન્ન વ્યક્તિમાત્ર નથી, એ હૃદ્યશ્રુત અને હૃદયોત્તમ પણ છે તે ભૂલવાનું નથી. આનંદશંકર આદિ જે સહૃદયો જેટલે અંશે વ્યક્તિરંગી, બલકે વ્યક્તિત્વરંગી પ્રતિભાવો આપે છે એ સુરેશ જોષીના ગમાના તત્પૂરતા ચોકઠામાં બેસતા નથી એટલે અણગમા સાથે ભયસ્થાનો ચીંધે છે, જ્યારે પોતાની અનુકૂળ સ્થિતિના પ્રસંગે એઓ personal voice - બીજા શબ્દોમાં વ્યક્તિગત પ્રતિભાવોનું તેમ જ સહૃદયોત્તમનું મહિમાગાન કરી લે છે. સમતોલપણાના ઓઠે અહીં બેવડાં ધોરણ ફૂટી નીકળતાં અનુભવાય છે. ઉપ2 જોયું તેમ શાસ્ત્રીયતા, વસ્તુલક્ષી ધોરણો, સૈદ્ધાન્તિક પીઠિકા અને ચોકસાઈભરી પરિભાષા પ્રત્યે અણગમો બતાવનાર નવીનોને પણ આનંદશંકર અને ઉમાશંકરની જેમ ‘વ્યક્તિગત પ્રતિભાવ’ને મહત્ત્વ આપતા સુરેશ જોષીએ વર્ણવ્યા. તાત્પર્ય કે ‘વિવેચન impersonal હોવું જોઈએ.’ એમ સતત માનનારાઓમાં એઓ છે એમ પળભર માની લઈએ પણ હકીકતે આપણે જ અંતે તો છેતરાઈએ છીએ. કેમ કે ‘અરણ્યરુદન’માં સુરેશભાઈ આર્ત સ્વરે ‘ઇમ્પર્સનલ’ અભિગમના વિરુદ્ધમાં પડી વિવેચકે યા વિવેચને પણ સર્જનની સાથે અને સર્જકની પાછળ ‘પર્સનલ’ – વ્યક્તિગતને મહત્ત્વ આપવાનું ભારપૂર્વક બોધ્યું છે. ભાષાભિમુખ વિવેચન અને સંરચનાવાદી અભિગમનો હજુ પ્રવેશ પણ અહીં માંડ થયો નથી કે થયો છે ત્યાં તો સુરેશભાઈ બોલી ઊઠે છે: સર્જક પોતાનાં સર્જકપ્રવૃત્તિ માટે ‘નૈવ્યક્તિક’ એવી કશી સર્જન પરત્વેની શાસ્ત્રીય વિચારણાનો આધાર લેતો નથી. એનો પોતાનાં સર્જન સાથેનો સંબંધ અપરોક્ષ હોય છે. અને આ પછી ‘રૂપરચના’ અને ‘રચનાપ્રક્રિયા’ની સંજ્ઞાના અત્યંત શોખીન સુરેશ જોષી હવે જાણે પ્રક્રિયા કરતાં પરિણામ પ્રત્યે ઝૂકી પડી કહે છે: “પરિણામ કરતાં પ્રક્રિયાને વધુ વફાદાર એવો આ વિવેચક જો આ દૂરતાને દૂર કરવા ઇચ્છતો હોય તો એણે પણ કૃતિ સાથેની આવી અપરોક્ષતા કેળવવી જોઈએ. તો કવિતાને પણ કશી દરમિયાનગીરીની વિરોધી તરીકે, ભાષાના દરમિયાનગીરીના સ્વભાવની વિરોધી લેખે એ જોતો થશે.” શાસ્ત્રીય વસ્તુલક્ષિતા અને પૃથક્કરણના નવીન દાવાઓથી બેચેન બનેલું વિવેચન હવે ઘોષણા કરે છે કે, “કાવ્યની સંરચનાની વિગતો અને એને દૃઢ કરી આપનારી વિવેચનની પરિભાષા જ અંતરાય ઊભો કરે છે.” આકારવાદી આલોચનાનું ઉત્થાપન થતું કળાય એવા સંયોગ, અભિનવ શાસ્ત્રીય પદ્ધતિઓ અને પૃથક્કરણના આગમનથી પેદા થવાની પૂરી સંભાવના ડોકિયાં કરી રહી છે. જેને સુરેશ જોષી જ્યોફ્રે હાર્ટમેનનું ‘શકવર્તી પુસ્તક’ ગણી પ્રસ્તુત કરે છે એ The unrmediated vision (1954)ના આધારે અને આશ્રયે તે કાવ્યને ‘ઇતર પદાર્થ’ રૂપે ન જોવા લગભગ અરજ ગુજારે છે ને કહે છે ‘કાવ્ય’ ને “કવિની ચેતનામાં આત્મસાત્ થઈ જતું જોવાનું છે. એ રીતે એ વિવેચકની ચેતનામાં આત્મસાત્ થઈ જાય છે. કશી દરમિયાનગીરી કે અંતરાય વગરના આ વિશ્વમાં કેવળ પ્રકૃતિ, માનવદેહ અને માનવચેતનાનું જ અસ્તિત્વ છે, એમાં શબ્દનિર્મિત પાઠ અન્તરાયરૂપ બનીને રહેતો નથી.” અમેરિકામાં ઈહાબ હસન જેવા વિવેચકે ચલાવેલી જેહાદ પણ સાહિત્યનો પદાર્થત્વમાંથી મોક્ષ કરી વ્યક્તિની વિશિષ્ટ ચેતનારૂપે પ્રતિષ્ઠિત કરવા અંગેની છે. ઓર્તેગા જેવા કળાના અમાનવીકરણ (Dehumanization of Art)ની વાત કરતા હતા એના સ્થાને માનવસંદર્ભમાં કળાની પુન:પ્રતિષ્ઠા કરવાનું વલણ દેખા દે છે. તેથી તો સુરેશભાઈ જાણે પૂરું વર્તુળ ઘૂમી આવી અધુના ત્યાં શું ચાલે છે એની પાકી ખબર આપતા હોય એમ કહે છે: હવે જે ‘માનવીય’ છે અને ‘આંતરિક’ છે તેનું વર્ચસ્ ‘શાસ્ત્રીય’ અને ‘બાહ્ય’ના પર સ્થપાય એવો આગ્રહ રાખવામાં આવે છે. આપણા આ વિવેચકની બૌદ્ધિક પ્રામાણિકતા પર શંકાની છાયા પડવા દીધા સિવાય પૂછી શકીએ કે, ‘વસ્તુલક્ષી ધોરણો’ માટેની આગ્રહી માંગ અને જિકર કશાક અભિગ્રહપ્રેરિત રુચિ-અરુચિનાં ધોરણે પહેલાં કરીને, પછીથી નકારી નથીને? આમ કહેવાનું એટલા માટે પસંદ કરું છું કે સુરેશ જોષીની બીક તેમ જ અરુચિ સિદ્ધાંતચર્ચાનું મહોરું પહેરીને આવી છે ત્યારે આ કે આનાં જેવાં વિધાનોમાં સાક્ષાત્ થઈ છે, એટલે તે આવી રીતે કહેવાનું રાખે છે: “રૂપરચનાનાં જે ગુણગાન ચાલ્યા કરે છે તેની સામેનો અણગમો પણ આમાં પ્રકટ થાય છે.” હવે આખો ભાર ‘અપરોક્ષ તત્ક્ષણતા’ પર છે અને એમના મતે ભાષા તો વ્યવધાન છે! જેને પ્રકટ કરવું છે એ સ્થગિત નથી, જડ નથી તો એને રૂપની સીમામાં બદ્ધ શી રીતે કરવું? ટૂંકમાં આંતરિક સંવેદન તો ભાષાથી ‘અભેદ્ય’ છે અને કવિની “સંવેદનાની અદ્વિતીય વિશિષ્ટતાને અનેકવિધ પરિમાણો હોય છે.” એ સુરેશ જોષીએ ઘણું વહેલાં સ્વીકારવું જોઈતું હતું તે હવે મોડે મોડેય સ્વીકાર્યું છે, સૌને પહોંચી ગયું છે એટલે આ રુદનને બળવાન કહેવું રહ્યું અને એથી એને ‘અરણ્યરુદન’ કહેવું હવે ઉપયુક્ત નથી. એમ ના માનશો કે હાર્ટમેન કથિત ને સુરેશ જોષી મથિત આ મુદ્દો અહીં પૂરો થાય છે, કેમ કે સુરેશ જોષીના આ ઐતિહાસિક મહિમા ધરાવતા લેખના અંતે તેમણે સ્પષ્ટ કર્યું જ છે કે આંતરસંવેદનની છાયાઓથી મૂંઝાઈને બેસી રહીએ છીએ પણ તેથી “અપરોક્ષ આત્મચૈતન્યતનો સાક્ષાત્કાર કરાવનારો આત્મલક્ષી વિવેચક” ઉગારી લે એમ માનીશું નહિ! વિવેચકની દ્વિધાપૂર્ણ આંતરદશા જોતાં હાસ્ય અને કરુણ ઉભયની યુગપત્ ઉપલબ્ધિ અહીં થાય છે. આમ કહેવા પાછળ મારો તર્ક - પ્રશ્ન છે અને તે એ કે તેમના જ ઉપર્યુક્ત કથન અનુસાર જો ‘બાહ્ય’ અને ‘શાસ્ત્રીય’ ઉપર ‘આંતરિક’ અને ‘માનવીય’નું જ વર્ચસ્ સ્થાપિત થાય તો એ વિવેચન વસ્તુલક્ષિતાથી દૂરનું અને આત્મલક્ષિતાની લગોલગનું ના બને? કાવ્યચર્ચામાં પણ માનવની આંતરિકતા (interiority)ની સુરક્ષાને મનુષ્યસ્વાતંત્ર્યના પર્યાયરૂપ લેખવાની હદે જઈએ ત્યારે આપણે સાહિત્યના જ નહિ પણ તત્ત્વમીમાંસાના ક્ષેત્રમાં પ્રવેશીએ છીએ જ્યાંનાં મહામહિમ આસને આત્મલક્ષિતા (subjectivity) પ્રતિષ્ઠિત છે! જો ‘માનવીય’ અને ‘આંતરિક’ને માન્યતા મળે તો પછી ‘સહૃદય’ અને ‘તદ્વિદ’ વચ્ચે વિરોધ કલ્પવાની જરૂર પણ ઊભી ના થાય, કારણ કે સહૃદય દ્વારા કવિતાના ‘હાર્દ’ની અને તદ્વિદ દ્વારા કાવ્યના ‘અર્થ’ આદિની ઉપલબ્ધિ શક્ય છે. ઉભયની એકીસાથે ઉપલબ્ધિ પણ શક્ય બને છે. એવું ઓછું છે કે હંમેશાં સહૃદય અર્થને અને તદ્વિદ હાર્દને ના જ પામે? એક જોખમભરી વ્યાપ્તિ કરવાનું મન થાય છે કે કળાકૃતિ સંમુખ થતાં સહૃદય સહસ્ફુરણાથી કદાચ હાર્દને પામી જાય અને તજ્જ્ઞ અર્થ આગળ અટકીયે જાય અથવા અન્અર્થકની આગળ-પાછળ અટવાઈ જાય! જ્ઞાનબોધની અપેક્ષાએ રસબોધ (અને રસબોધથી ચેતોવિસ્તાર) પર ભાર મુકાય ત્યારે ‘વસ્તુ’ની નક્કરતા ઓગળે અને કળાના હાર્દ પર્યંત પહોંચી શકાય. સુરેશ જોષી અહીં શાસ્ત્રીય સંગીતનો દાખલો આપી સમજાવે છે કે રાગનું બંધારણ, ગાયકીનું સ્વરૂપ, ઘરાના વગેરેનું જ્ઞાન તદ્વિદની પેઠે પ્રાપ્ત કરીને જ આપણે ‘સાચો આનંદ’ માણી શકીએ. અંગત ઉલ્લેખ અહીં અપ્રસ્તુત નહિ લેખાય. બડે ગુલામ અલીખાંની ઠૂમરીની એલ. પી. રેકર્ડ નિરુદ્દેશે સાંભળવાનો જેટલો આનંદ અગાઉ આવતો તે રાગદારીનું સ્વરૂપ, ઘરાના થાટ વગેરે જાણ્યા પછી એટલો નથી આવતો. “આ ભેરવી, આ પીલુ, આ લલિત” – એમ કહેવામાં ઘણા શ્રોતાઓ ‘અધિકારી’ દીસતા હશે, સાચા સહૃદયી સમ-ભાવક ઓછા! પાયાની સમસ્યા માત્ર સુરેશ જોષી ગણાવે છે એટલી નહિ પણ ખરેખર તો એ છે કે વિવેચકની સંવિત્ ઉપર કવિની વિશિષ્ટ સંવેદનાના જે સંસ્કારો (impressions) ઝિલાયા, છાપો ઊપસી એને એઓ માનવીય નહિ ગણે? આંતરિક નહિ લેખે? વિવેચકે પ્રસ્તુત કરેલી વ્યક્તિરંગી, વ્યક્તિ-રંજિત છાપો યા સંસ્કારોને ‘બાહ્ય’ કે ‘અમાનવીય’ તો નહિ કહીશું ને? શબ્દાર્થના માધ્યમ દ્વારા પ્રત્યક્ષનો વિષય શું બને છે? એ પ્રશ્નનો જવાબ સુરેશ જોષીના શબ્દોમાં “કવિમાં વૃત્તિરૂપ કે બોધરૂપ સંસ્કાર જ છે. આ ‘સંસ્કાર’માં કોઈ વિકૃતિ, દોષ યા અન્ય કશીક વિષમતા ખરી? આના ઉત્તરમાં જાણે લખતા હોય એમ તે કહે છે, એ (સંસ્કાર) સાધારણીભવનની ભૂમિકાએ પ્રત્યક્ષ થાય છે તેથી એમાં પ્રારંભથી જ સંવાદિત્વ હોય છે. હાર્ટમેન કહે છે તેમ કાવ્યને ‘ઇતર પદાર્થ’ રૂપે ના જોતાં એ કવિની ચેતનામાં, સંસ્કારમેત થઈ જાય તેવી જ રીતે વિવેચકની ચેતનામાં પણ આત્મસાત્ થાય, સર્જકના સંસ્કાર સાધારણીકરણની ભૂમિકાએ વિવેચકે આત્મસાત્ કરેલા સંસ્કાર પણ બની જાય. આ પ્રક્રિયા પછી જ સર્વ સહૃદય વિવેચકો ‘રસવિવેચન’ કે ‘આસ્વાદમૂલક અવબોધકથા’ આલેખતા હોય છે અને આલેખતા રહેશે. તો એવા વિવેચનને તદ્દન ઇમ્પ્રેશનિસ્ટિક કહી શકાશે? અર્થઘટનને અતિક્રમી મર્મઘટન કરવા માટે વિવેચકે પ્રસ્તુત કરેલા ઝાંખી છાયા જેવા સંસ્કારો તેમ જ સાહચર્યોની બાદબાકી કરવાનું કયા ગંભીર આલોચકને પાલવ્યું છે? સંસિદ્ધ કે પ્રસિદ્ધ પરિભાષાનો એ આધાર લે તો ઉક્ત સંસ્કારલીલાને યથાતથ યથાર્થ સ્વરૂપે મૂકી આપવામાં એ નિષ્ફળ નીવડવાનો અને વધારામાં એની બૌદ્ધિક સચ્ચાઈ (bonafides) તરફ શંકાઓ જાગવાની. આવી પળોજણ, સંસ્કારપરાયણ વિવેચના સહજસ્ફુરણા (intuition) પર નિર્ભર હોઈ સુગમ્ય સંદર્ભ (accessible context) પૂરો નહિ પાડતી હોવાને લીધે છે. સર્જકની કવિતા સામે સંસ્કારનિર્ભર વિવેચના બીજી કવિતા રચી નાખવાનું ભયસ્થાન ઉપસ્થિત કરે છે જેનો જોટો ગુજરાતી કવિતાના આસ્વાદના આસ્વાદ તેમ જ ‘જનાંતિકે’ કોટિનાં ઘણાં લખાણો લેખક સુરેશ જોષીમાંથી જ જડે એમ છે! આ દૃષ્ટિએ સુરેશ જોષીને નવીનોના સમર્થ પુરોગામી સંસ્કારપરાયણ આસ્વાદ કહેતાં આનંદ થાય છે. ઇમ્પ્રેશનિસ્ટિક વિવેચકની પ્રથમ જરૂરિયાત સમાન રોમેન્ટિક વ્યક્તિવાદ (romantic individualism) અને આધુનિક આત્મસભાનતા એમનામાં પૂરતી માત્રામાં છે. આના હિસાબે તો ભાષાપરક અભિગમ તથા સંરચનાવાદી વલણોના deadening systematization સામે થઈ active interpretation તરફ વિશેષ ઝોક તે દેવા માંડ્યા છે. સૌંદર્ય સિદ્ધ કરવાના લક્ષ્ય તરફ નહિ પણ ‘અસંયત કૌવત’ને મૂર્ત કરતા neo-primitivismની આવેગરસિત અરાજકતામાં વ્યવસ્થા આણવાનું રૂપ (form)ના આરોપણ વગર શક્ય નથી. એક તરફ પોતા સિવાય બીજું કશું જ ન કહેતી હોય અને બીજી બાજુ કવિતામાં સંગીતની સ્થિતિ કે ગતિએ ભાષા પહોંચવા કરતી હોય અને જે સર્જનાત્મક તાણ (tension) પેદા થાય એ પ્રક્રિયાગત ઘટનાથી વિવેચનાએ સંલગ્ન રહેવાનું હોય તો આત્મલક્ષી કે અંગત એવી સંગતિ, વાતાવરણગત વ્યંજના (atmospheric suggestiveness) અને ક્યારેક શૈલીસુખના વિભવની ઉદાર સ્પૃહા રાખવી જ પડશે. આ કશી લાચારી કે પરવશતાના લીધે નહિ પણ પરિભાષાની પકડને છોડાવી આત્મભાષાની કાવ્યત્મકતા પ્રતિ દીધેલાં ડગ છે. ડૉ. ભાયાણી જેવા ભલે આવાઓને ગુપ્તલિપિના સ્ફોટકર્તા (Crypt analyst)ના ગણે પણ તેમ છતાં આવા સંસ્કારપરાયણ વિવેચકોને માત્ર આનંદવિભોર ભાવક (rapt soul)ની જમાતમાં પણ સાવ નહિ બેસાડી શકાય! જો સર્જન સ્વયં આત્મલક્ષી, અતિ અંગત, ચેતનાપ્રધાન હોય, તો એને આસ્વાદ-વિષય લેખતું વિવેચન પણ સંસ્કારનિર્ભર અને આત્મલક્ષી હોય એમાં કયું આશ્ચર્ય! સાચા વિવેચકે આ સ્થિતિમાં ક્યારેક મુકાવું જ પડે છે. ‘પ્રિન્સ્ટન એનસાયક્લોપીડિયા’ના ‘મૉડર્ન પૉએટિક્સ’ વિભાગમાં ખુદ એલિયટની વિવેચનાત્મક પરિભાષાને ‘અસ્પષ્ટ’ કહી છે ને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે “એલિયટ ઘણી વેળા વિશ્લેષણની દૃષ્ટિએ કાવ્યવિવેચના આપે છે કે ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ રીતિએ એની ખબર નથી પડતી.” જ્હોન હોપ્કિન્સના સંવિવાદમાં, ‘સ્ટ્રકચરાલિઝમ’, સાહિત્યિક પૃથક્કરણ માટે કેટલું ઉપયોગી? – એમ શંકાથી પૂછનાર રૂવેતે બૉદલેરની કવિતાને ચર્ચવા જે પદ્ધતિનો વિનિયોગ કર્યો એ જોઈને કાવ્યવ્યાપી સંદિગ્ધતાનું કાર્ય અને એવી સંકુલ સંદિગ્ધતા કવિતાની સમૃદ્ધિ નથી દર્શાવી શકી એની ફરિયાદ કરતાં સુરેશ જોષી હવે હતાશ થઈ પૃથક્કરણના નામનું નાહી નાખતા હોય એમ ભારે હૈયે કહે છે કે, “આખરે તો આખી પ્રવૃત્તિ impressionistic હોવાનો ભાસ થાય છે.” જે નિર્ણય પર રૂવેત આવે છે એ ‘રૂઢ’ અને ‘નિશ્ચિત સ્વરૂપ’નો નથી. આમ વસ્તુલક્ષી ઓજારો લગભગ બુઠ્ઠાં પ્રતીત થાય છે, અર્થાત્ આવો વૈજ્ઞાનિક વિશ્લેષણાત્મક અભિગમ પણ કાં’ક અપૂરતો ને અધૂરો માલૂમ પડે છે. આવું શાથી છે? આ લખનારે 1973ના ‘સંસ્કૃતિ’માં આ અવ-સ્થિતિનો ઉલ્લેખ કરતાં લખેલું કે “સર્જનની સમસ્યાઓ કદાચ કર્તાની કૃતિએ કૃતિએ અવનવીન છે, જ્યારે એને વિવેચન સાંપડે છે પ્રાચીન માનદંડોથી પરિપ્લાવિત સાહિત્યિક ધોરણોનું જે સિદ્ધ થયું છે.” એની સાથે દુષ્ટોદુષ્ટ સંપર્ક થતો નથી. પળ ચૂકી જવાય છે. વિવેચક શાસ્ત્રજ્ઞાનના વિચાર-ભારથી લદાયેલો શાસ્ત્રજડ ભાષ્યકાર યા શુષ્ક ભાષાંતરકાર બની અટકી પડે છે.” પરંતુ આવી યદૃચ્છાવિહારથી સભર આત્મપરક એકાન્તિકતા (solipsism) સંસ્કારપરક વિવેચક માટે જ નહિ, સર્જક કળાકારો માટે પણ વિચિત્ર, વિલક્ષણ પ્રશ્નો ઉપસ્થિત કરે. લિયો સ્ટેઈનબર્ગે કળાકાર પોલ કલી માટે એક કાણું યા મીંડું શાની છાપને ગ્રહીને બેઠેલું તે નોંધતાં લખ્યું છે એ આપણે, એક અગત્યના ભયસંભવ લેખે યાદ રાખવા જેવું છે. લિયો લખે છે: Klee himself finds a symbolic cipher not for woman the Eternal Feminine but for a certain middle-aged lady coming home loaded with packages. (ભાવાર્થ: કલી, શાશ્વત સ્ત્રીત્વ કે સ્ત્રીના અર્થમાં પ્રતીકાત્મક મીંડાને સ્વીકારતો નથી, પણ ઘરે આવતી પૅકેટોથી લદાયેલી અમુકતમુક નારીના અર્થમાં જુએ છે.) [‘વિવેચનનો વિધિ’, 1993]