ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સાહિત્ય, સિદ્ધાંત અને સાહિત્યસિદ્ધાંત – નીતિન મહેતા, 1944: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 43. નીતિન મહેતા | (12.4.1944 1.6.2010)}}
 
[[File:43 Nitin mehta.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center>  '''{{larger|સાહિત્ય, સિદ્ધાન્ત અને સાહિત્યસિદ્ધાન્ત}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:43 Nitin mehta.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૪૩'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|નીતિન મહેતા}}<br>{{gap|1em}}(૧૨..૧૯૪૪ ..૨૦૧૦)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સાહિત્ય, સિદ્ધાન્ત અને સાહિત્યસિદ્ધાન્ત}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે જેને ‘સાહિત્યસિદ્ધાંત’ કહી ઓળખાવીએ એવું કોઈ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હોય તો ‘સાહિત્ય’ જેવું પણ કોઈ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હશે જ એવું અનુમાન કરવાનું રહે. સાહિત્યસિદ્ધાન્ત એ શું છે એવો પ્રશ્ન પૂછીએ છીએ એમ સાહિત્ય શું છે એ પ્રશ્ન આજે ફરી ફરી પૂછવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હકીકત, માહિતી, માન્યતા, વિચારસરણી, કલ્પના, અનુભૂતિ, ભાષાની લાક્ષણિકતાઓ – આ બધાંનો સાહિત્ય સાથે શો સમ્બન્ધ છે એવા અને બીજા તાત્ત્વિક પ્રશ્નો સમયે સમયે શબ્દાન્તરે, સંદર્ભફ્ેરે પુછાતા રહ્યા છે અને સાહિત્યમાં એમનાં કાર્યો વિશે જુદી જુદી ભૂમિકાએ ચર્ચાવિચારણા થતી રહી છે. પરંપરાએ વર્ણવેલાં સાહિત્યનાં પ્રયોજનો તથા એના હેતુઓ વિશે વફાદારી કેળવીને જે કંઈ રચાય છે એ સાહિત્ય છે? સાહિત્યને કોઈ નિશ્ચિત જડબેસલાખ માળખામાં પૂરી શકાય ખરું? રુચિ, ગમાઅણગમા, વિવિધ વિચારધારાઓનું વહન કરવું, અલગ અલગ વિદ્યાશાખાઓ જોડે સમ્બન્ધ સ્થાપી રચનાઓ કરવી એ સાહિત્ય છે? સાહિત્યની સીમા કે એના વિસ્તારને નક્કી કરનારાં પરિબળો કયાં? જે લખાય છે એ લખાણને કે વાચક જેને સાહિત્ય ગણે છે એને જ સાહિત્ય કહીશું? ટેલિફોનનું બિલ, રેલવેનું ટાઇમટેબલ ઇત્યાદિને જો સાહિત્ય કહેતાં નથી તો સાહિત્ય કોને કહીએ છીએ? વળી, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા સાહિત્ય પ્રકારો પાડી એ વ્યાપક સંજ્ઞા હેઠળ જે કંઈ આવે એ શું સાહિત્ય છે? અને ત્યારે સાહિત્યપ્રકારો પાડનારના મનમાં સાહિત્ય વિશેની કઈ વિભાવના રહેલી હોય છે? અથવા તો સાહિત્યશાસ્ત્રીઓએ સાહિત્યના આવા પ્રકારો પાડેલા છે જે પરાપૂર્વથી ચાલ્યા આવે છે અને એની સામે પ્રશ્નો ન પુછાય એવા કોઈ ગૃહીતને સ્વીકારીને આપણે ચાલીએ છીએ? એક જ રચનાને જ્યારે કોઈ એક વિવેચક કે સહૃદય ઉત્તમ કહે છે અને અન્ય વિવેચક એ જ રચનાને સામાન્ય કક્ષાની, ક્યારેક વાહિયાત કે અસાહિત્યિક કહે છે ત્યારે સાહિત્ય વિશેના કયા માપદંડો લઈ એ બધા ચાલે છે? ઉદાહરણ તરીકે આપણે ત્યાં ‘સરસ્વતીચન્દ્ર’, ‘મરણોત્તર’ વિશે થયેલાં વિવેચનો; સુરેશ દલાલ, ચન્દ્રકાન્ત બક્ષીની રચનાઓ વિશેનાં વિવેચનો. નરસિંહ મહેતા, કાન્ત કે મકરન્દ દવેને કવિ માનનાર અને કવિ ન માનનારના મનમાં સાહિત્ય વિશેની કઈ વિચારણા અસ્તિત્વ ધરાવતી હશે? સાહિત્યનું રાજકારણ, રચનાનું રાજકીય વાચન, રુચિ અને ગ્રાહકતાનાં સમયે સમયે બદલાતાં ધોરણોના સંદર્ભમાં જે તે રચનાનાં અર્થઘટનો કે મૂલ્યાંકનો કરનારની પાસે સાહિત્યની કોઈ નિશ્ચિત કે અનિશ્ચિત કે પ્રવાહી વિચારણા રહેલી હોય છે? અથવા તો યદૃચ્છાથી બધો ખેલ ચાલ્યા કરે છે? બીજી રીતે કહેવું હોય તો સમયસાપેક્ષતાનો, સનાતનતાનો કે ભંગુરતાનો કયો વિચારભાવ સાહિત્ય સાથે સંકળાયેલો છે? ઉચ્ચ સાહિત્ય, નિમ્ન સાહિત્ય, લોકપ્રિય સાહિત્ય, દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય એવા વિભેદો કરવામાં આવે છે ત્યારે સાહિત્યને મૂલવવાનાં કયાં ધોરણો પ્રવર્તતાં હોય છે? અનુઆધુનિક સાહિત્યવિચારમાં વિભાવો અરાજકતાભરી સ્થિતિએ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે ત્યારે સાહિત્ય વિશે, એની વિભાવના અને કાર્ય વિશે કોઈ મૂંઝવણ જન્મે છે? આ અને આવા અનેક વિશિષ્ટ અને તાત્ત્વિક પ્રશ્નો પછીય સાહિત્ય વિશેની કોઈ અન્તિમ કે અવિચલિત વિચારણા આપણા મનમાં સ્થિર નથી થઈ એ એક સુખદ અને નિરામય ઘટના ગણી શકાય. સાહિત્યની વિભાવના વિશે કેટલાંક કામચલાઉ સમાધાનો શોધ્યા પછી પણ સાહિત્ય, સિદ્ધાન્ત અને સાહિત્યસિદ્ધાન્ત શું છે એ પ્રશ્ન સંશયી બનીને પૂછવાનો હક્ક તો આપણે ધરાવીએ જ છીએ.