ચાંદનીના હંસ/૧ સ્પર્શના જળમાં


સ્પર્શના જળમાં

સ્પર્શના જળમાં
હું માથાબૂડ ઊભો છું
ઝીણી માછલીઓની જેમ
કેટલાક અવાજો
મારાં જખ્મી અંગોને
કોતરી કોતરીને કરડી રહ્યાં છે.
સૂરજનું લોહી
મારી બંધ આંખોમાં ઢોળાય છે.
કાંઠે નેતરના ઝૂંડમાં
ઘાસલ સુવાસના ભીના રૂપેરી ધુમ્મસે
પીળકના ટહુકા જેવા
ઘડીક સરવા થઈ ફફડી ઊઠતા
ફરી પાછા પાંખો બીડીને
મારા કાન ચાલે છે.

૧૭-૪-૭૯