ચાંદનીના હંસ/૩૧ ગુફા

Revision as of 09:39, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુફા |}} <poem> ઝાંખરીયાળી આંખ ઉપર પગથીનું આરોહણ. કીકીના દ્વારમાંથી રંગબેરંગી ટોળાંઓની અવરજવરમાં પહાડના પોલાણનો નકશીભર્યો અંધકાર અપ્સરાઓનું વૃંદ લઈ મ્હાલે મહાદેવજીની જાનમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુફા

ઝાંખરીયાળી આંખ ઉપર પગથીનું આરોહણ.
કીકીના દ્વારમાંથી
રંગબેરંગી ટોળાંઓની અવરજવરમાં
પહાડના પોલાણનો નકશીભર્યો અંધકાર
અપ્સરાઓનું વૃંદ લઈ મ્હાલે
મહાદેવજીની જાનમાં.
વારાંગના લાખો હલેસે વ્હાણમાં.
ઊંચી ધજા ફરકાવતી, બખ્તરમઢેલી ફોજ.
ઉપર લીલછાયી ગળતીનો અભિષેક.
ને એથીય ઉપર હીચ હાઈકીંગ કરતો વાનર
બાકોરામાંથી ગબડતો સૂર્યનો દડો
ઊંચે ઉછાળી અજવાળાના ગાંગડા ખેરવતો ચાલ્યો જાય.
નિષ્પલક આંખના અંધારામાં
રંગબેરંગી ટોળાંઓ આવ્યે જ જાય...

૪-૨-૮૦