ચાંદનીના હંસ/૩૧ ગુફા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુફા

ઝાંખરીયાળી આંખ ઉપર પગથીનું આરોહણ.
કીકીના દ્વારમાંથી
રંગબેરંગી ટોળાંઓની અવરજવરમાં
પહાડના પોલાણનો નકશીભર્યો અંધકાર
અપ્સરાઓનું વૃંદ લઈ મ્હાલે
મહાદેવજીની જાનમાં.
વારાંગના લાખો હલેસે વ્હાણમાં.
ઊંચી ધજા ફરકાવતી, બખ્તરમઢેલી ફોજ.
ઉપર લીલછાયી ગળતીનો અભિષેક.
ને એથીય ઉપર હીચ હાઈકીંગ કરતો વાનર
બાકોરામાંથી ગબડતો સૂર્યનો દડો
ઊંચે ઉછાળી અજવાળાના ગાંગડા ખેરવતો ચાલ્યો જાય.
નિષ્પલક આંખના અંધારામાં
રંગબેરંગી ટોળાંઓ આવ્યે જ જાય...

૪-૨-૮૦