ચાંદરણાં/ધુમ્મસ

From Ekatra Wiki
Revision as of 16:07, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


15. ધુમ્મસ


  • ધુમ્મસ એવી ભીની વાતો કરે છે કે પાંદડાં વધારે લીલાં થઈ જાય છે.
  • ધુમ્મસ છવાય ત્યારે પૃથ્વી આકાશ થઈ જાય છે.
  • સવારના ધુમ્મસ માટે ખીણ આખો દિવસ ખાલી રહે છે.
  • ધુમ્મસનું કપડું સવાર ન પડે ત્યાં સુધી આબરૂ ઢાંકે !
  • પહાડ દરિયે નહાવા નથી જતો, એટલે ધુમ્મસ રોજ એને સ્પંજ કરે છે.