ચાંદરણાં/યુદ્ધ અને શાંતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


<center><big>'''2. સમય'''</big> </center>
<center><big>'''21. યુદ્ધ અને શાંતિ '''</big> </center>




<poem>
<poem>
* આપણે ઘડિયાળ ભેટ આપી શકીએ તે માટે ઈશ્વરે સમય આપ્યો!  
* યુદ્ધના કેલેન્ડરમાં રવિવાર નથી હોતો!
* ઘડિયાળ વેચાય તે કમાણીનો સમય કહેવાય.
* અમેરિકીનીતિ દારૂગોળો વાવીને શાંતિ ઉગાડવાની છે!
* સમય સાચવવો હોય તો ઘડિયાળ વેચવી પણ પડે.  
* પૃથ્વી પર પુરુષો છે ત્યાં સુધી યુદ્ધો છે.
* સમય ગુજરી જાય છે છતાં જીવે છે.  
* યુદ્ધના ગોત્ર અને કુળ યુરોપ-અમેરિકામાં છે.
* સમય તેનો તે જ રહે છે, છતાં માણસનો સમય બદલાય છે.  
* શેતાન બહાર ન આવે તે શાંતિનો સમય.  
* સમયને કાયમની માંદગી એટલે એને ‘‘સાચવવો પડે’’ છે.  
* સરહદો છે એટલે આક્રમણો પણ છે!
* ઘડિયાળી ઘડિયાળ સુધારે, સમય આપણે સુધારવાનો.  
* લશ્કરનાં પગલાં કવાયતના મેદાન પર જ સારાં!
* સમયની બંધ છીપમાં અંધકારનો ગર્ભ પોષાય છે.  
* યુદ્ધ એક રોગ છે જેને દવા માનવામાં આવે છે.
* ઘડિયાળને પણ બંધ પડવાનું ભવિષ્ય હોય છે.  
* કોઈ યુદ્ધ સોનાનાં હથિયારોથી નથી લડાતું.  
* અધીરાઈ સમયનો અર્થ ઝૂંટવી લે છે.  
* યુદ્ધ નિર્જન ઉદાસીનતા પહેલાંનો માનવીય ઝંઝાવાત છે.
* સમય બરબાદ કરો, બીજું બધું આપોઆપ બરબાદ થવા માંડશે.  
* યુદ્ધની જ્વાળા કેટલાંયે ઘરના દીવા ઓલવી નાખે છે.  
* સમય બાંધેલી ક્ષણોની ગાંસડી નથી!
* યુદ્ધ તો વિધવાઓની બહુમતી સ્થાપવા માટે જ થાય છે.
* સમયની માટીમાં બબ્બે માસના અંતરે ઋતુનાં બી વવાય.  
* અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય.  
* સૂર્યને જાણીએ તો સમય જાણવાની જરૂર ઓછી.  
* દરેક વિજય કે પરાજય અનેકની હત્યા પછી જ મળે છે.
* સમય પોતે જ પોતાનો વારસ હોય છે.  
* બીજો માણસ ન હોત તો યુદ્ધનો કે જીતનો વિચાર ન આવત.
* વિધવા પાસે થોભેલો સમય આગળ વધતો નથી.  
* માણસજાત પાસે નક્શો છે ત્યાં સુધી યુદ્ધ પણ છે.
* બકરીનો લંચટાઇમ ઘડિયાળમાં હોતો નથી.  
* સમયની ચકલીએ તોપના મોઢામાં માળો બાંધવાનો છે.
* સમય જ્યાં વજન (વેઈટ) થઈ જાય તે ‘‘વેઇટિંગ રૂમ’’
* માણસ તરીકે હારી જવા માટે યુદ્ધ કરવું પડે છે.  
* સમયનું વજન દૂર ફેંકે એવો કોઈ વેઈટ લિફ્ટર છે ખરો?!?!  
* જમીનમાં સુરંગ વાવો તો વિનાશ જ ઊગે.
* માણસ ધીરજ રાખે પણ ઘડિયાળ ધીરજ રાખતી નથી.  
* બંદૂકની ગોળી કબ્રસ્તાનની દિશા જ બતાવે.
* ગાલ પર ગુલમહોર ઉગાડે એવો કાળનો તમાચો ક્યાં છે?
* બોમ્બ બીજાઓને મારવા પોતે આપઘાત કરે છે!
* સમય પ્રેમને શાંત કરે છે, પણ ઘરડો નથી કરતો.  
* મ્યાન ખાલીપો અનુભવે તો માનવું કે યુદ્ધની તલવારો તણાઈ ગઈ છે.
* પસાર થયેલા સમયને હું ગુજરી ગયેલો સમય કહી શકતો નથી.
* યુદ્ધ વખતે વાવટો ફરકતો નથી પણ ધ્રુજે છે.
* સમયની રેતી ધરતી પર હોય છે, આકાશ પર હોતી નથી.
* પૃથ્વીને નક્ષત્રી નહીં, પુરુષ વગરની કરો તો જ યુદ્ધોનો અંત આવે.
* સમય મને ઘેરે છે, પણ બાંધી શકતો નથી.  
* પરાજય આંસુભીનો હોય છે તો વિજય પણ લોહીભીનો હોય છે!
* સમયની કાતર દરજીને પણ વેતરી નાખે.  
* શાંતિ, બે યુદ્ધની વચ્ચે તેના પહેરામાં રહે છે.
* કોઈ ઘડિયાળ એવી નથી, જેમાંથી બધાં કામ માટે સમય કાઢી શકાય.  
* બહુ ઓછાં યુદ્ધો મેદાનમાં ખેલાય છે.
* વહેતો સમય વહીને પણ પોતામાં જ જાય છે.  
* તલવારને પોતાની ઇચ્છા વિરુદ્ધ લોહિયાળ થવું પડે છે.  
* સમયના પંદરમા પગથિયે પૂરો ચાંદ દેખાય એવું થોડું છે?
* ધોળાં કબૂતરો લોહિયાળ યુદ્ધને અટકાવી શકતાં નથી.  
* ઘડિયાળ જોતી નથી પણ બતાવે છે!
* યુદ્ધ આપણને ખંડિયેરો વારસામાં આપે છે.
* ઘડિયાળ બંધ હોય ત્યારે જ નહીં, ચાલતી હોય ત્યારે પણ તટસ્થ હોય છે!
* પરાજયનો ધોળો વાવટો આંસુભીનો હોય છે.
* વરસ બેસે તે પૂરા બાર મહિને ઊઠે!
* વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ આથમે છે.
* ઘડિયાળનો કાંટો ઊંધો ફેરવો તેથી ગયેલો સમય પાછો ન ફરે!
* વિજયનો વાવટો લોહીથી રંગાયેલો હોય.
* કેટલાક વિજયો માત્ર સત્યની હત્યા કરે છે.
</poem>
</poem>
<br>
<br>

Latest revision as of 16:29, 22 April 2024


21. યુદ્ધ અને શાંતિ


  • યુદ્ધના કેલેન્ડરમાં રવિવાર નથી હોતો!
  • અમેરિકીનીતિ દારૂગોળો વાવીને શાંતિ ઉગાડવાની છે!
  • પૃથ્વી પર પુરુષો છે ત્યાં સુધી યુદ્ધો છે.
  • યુદ્ધના ગોત્ર અને કુળ યુરોપ-અમેરિકામાં છે.
  • શેતાન બહાર ન આવે તે શાંતિનો સમય.
  • સરહદો છે એટલે આક્રમણો પણ છે!
  • લશ્કરનાં પગલાં કવાયતના મેદાન પર જ સારાં!
  • યુદ્ધ એક રોગ છે જેને દવા માનવામાં આવે છે.
  • કોઈ યુદ્ધ સોનાનાં હથિયારોથી નથી લડાતું.
  • યુદ્ધ નિર્જન ઉદાસીનતા પહેલાંનો માનવીય ઝંઝાવાત છે.
  • યુદ્ધની જ્વાળા કેટલાંયે ઘરના દીવા ઓલવી નાખે છે.
  • યુદ્ધ તો વિધવાઓની બહુમતી સ્થાપવા માટે જ થાય છે.
  • અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય.
  • દરેક વિજય કે પરાજય અનેકની હત્યા પછી જ મળે છે.
  • બીજો માણસ ન હોત તો યુદ્ધનો કે જીતનો વિચાર ન આવત.
  • માણસજાત પાસે નક્શો છે ત્યાં સુધી યુદ્ધ પણ છે.
  • સમયની ચકલીએ તોપના મોઢામાં માળો બાંધવાનો છે.
  • માણસ તરીકે હારી જવા માટે યુદ્ધ કરવું પડે છે.
  • જમીનમાં સુરંગ વાવો તો વિનાશ જ ઊગે.
  • બંદૂકની ગોળી કબ્રસ્તાનની દિશા જ બતાવે.
  • બોમ્બ બીજાઓને મારવા પોતે આપઘાત કરે છે!
  • મ્યાન ખાલીપો અનુભવે તો માનવું કે યુદ્ધની તલવારો તણાઈ ગઈ છે.
  • યુદ્ધ વખતે વાવટો ફરકતો નથી પણ ધ્રુજે છે.
  • પૃથ્વીને નક્ષત્રી નહીં, પુરુષ વગરની કરો તો જ યુદ્ધોનો અંત આવે.
  • પરાજય આંસુભીનો હોય છે તો વિજય પણ લોહીભીનો હોય છે!
  • શાંતિ, બે યુદ્ધની વચ્ચે તેના પહેરામાં રહે છે.
  • બહુ ઓછાં યુદ્ધો મેદાનમાં ખેલાય છે.
  • તલવારને પોતાની ઇચ્છા વિરુદ્ધ લોહિયાળ થવું પડે છે.
  • ધોળાં કબૂતરો લોહિયાળ યુદ્ધને અટકાવી શકતાં નથી.
  • યુદ્ધ આપણને ખંડિયેરો વારસામાં આપે છે.
  • પરાજયનો ધોળો વાવટો આંસુભીનો હોય છે.
  • વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ આથમે છે.
  • વિજયનો વાવટો લોહીથી રંગાયેલો હોય.
  • કેટલાક વિજયો માત્ર સત્યની જ હત્યા કરે છે.