ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


<big><big><big><૩:/big></big></big>
<big><big><big>૩:</big></big></big>


{{Poem2Open}}
{{Poem2Open}}

Revision as of 04:35, 24 April 2024


૩:

કોઈ યોગીની જેમ ટટ્ટાર થઈ એમણે બબડવા, વિચારવા માંડ્યું. ‘સમાજમાં આખરે કેટલી કિંમતનો હું માણસ? રૂપિયાના મૂલ્યમાં હું ત્રણસેં ને પચીસનો કે બોનસ ગણો તો ત્રણસેં ને પચાસનો. એ ત્રણસેં ને પચાસમાં છ પેટ ભરવાનાં, છનાં પહેરવા ઓઢવાનાં કે કપડાં, છને માથે છાપરું બાંધવાનું, ને એ છાપરું સાચવવાનું, નીતાની આ વર્ષની હોસ્ટેલ ફીઝ-છૂટકો જ નહોતો ને બીજો? ઓગણપચાસ વર્ષે બૅન્ક બેલેન્સ આઠસો સાડત્રીસ ને સડસઠ પૈસા ! વિમાનું પ્રિમિયમ બે વર્ષથી ભરાયું નથી. ઓટોમેટીક નોન-ફોરફીચર છે. ચાલો, જોઈશું. ગમે એમ પણ વીમાની વ્યવસ્થા સરસ થઈ ગઈ છે. બાવને ત્રણ હજાર (નીતાનું લગ્ન) પંચાવને બીજા ત્રણ હજાર (કદાચ કોઈ ધબી જાય કે શરીર લથડે) ને જીવ્યા તો અઠ્ઠાવને બીજા ચાર હજાર. ને એટલા જ ખાતર જિન્દગીનો મોટો ભાગ બૅન્કમાં ‘એન્ટ્રીઓ’ કરવાની, મગજની નસ સાચવીને ‘ટીક્’ કરવાની, ચેકો ગણવાના, ચકાસવાના, પરીખ સાહેબ જેવાને દિવસમાં દસેક સલામો ઝીલવાની, એના બદલામાં બીજી એટલી સલામો ઝીંકવાની, મફત જેવાના સંગમાં રહેવાનું. સાલો ‘નાલાયક.’ એ અટકી ગયા. ઘરનો પડછાયો હમણાં જ પડઘા પાડી ગયો હતો ને હવે બૅન્કનું આ ભૂત એમની આગળ નાચવા લાગ્યું. એ અટકી ગયા. ‘આટલા માટે હું અહીં આવું છું? ના ના...’ હસમુખલાલની વાણીનું સ્તર બદલાતું જતું હતું-કંઈક ‘સંસ્કારી’ જન જેવું... જમણી બાજુના રેતીના પટ ઉપરથી ‘રામ બોલો’ની ધૂન સાથે એક નનામી ઊંચકાઈને આવતી હતી. હસમુખલાલે બારીકાઈથી નિરીક્ષણ કર્યું. વાઘરી હતા. એક મુઠ્ઠીમાં ‘જીવન’ નામની ચીજને અડધો કપ ‘ચા’ સાથે પંપાળતા ને બીજી મુઠ્ઠીમાં ‘મૃત્યુ’ નામની ઠીંકરીને લઈને ઉછાળતા વાઘરીઓ...ઇચ્છે ત્યારે બે મુઠ્ઠીઓની અદલાબદલી કરી શકતા. બધા જ પુરુષો હતા. બેફિકરાઈથી બીડી પીતા હતા. ઝાઝી શું, થોડીય રડારોળ નહોતી. ચેહ સળગી. એક નશ્વર દેહ…..હસમુખલાલ જોઈ રહ્યા. એક ગાળ–’વાઘરી’ નામની એક ગાળ-એક અપશબ્દનું મૃત્યુ. ઊંચે આકાશમાં તારાઓ એક પછી એક ટપોટપ ફૂટી નીકળ્યા. એમણે ઊંડો શ્વાસ લીધો. હવા હવે ખાસ્સી ઠંડી થઈ ગઈ હતી. વાતાવરણ હવે હસમુખલાલને ભેંકાર લાગતું ન હતું. ‘અમદાવાદમાં જીવવા માટે હાડકાં મજબૂત જોઈએ. ઘટ્ટ અંધકારમાંથી બનાવેલાં, ને નસો મલિન જોઈએ. મિલના ભૂંગળામાંથી નીકળતી કાળી ધૂમ્રસેર જેવી.’ એમના યુવાન મિત્રે એકવાર એમને કહેલું ‘અને અમદાવાદની વાઘરીકોમ પાસે એવાં હાડકાં ને નસો છે. અમદાવાદની ધરતી સાથે પ્રીત કરી, એની ગંદકીને એમણે એક નવું રૂપ ને નવો આકાર આપ્યો છે.’ બપોરે ટપાલમાં રવાના કરેલા ‘કવોટ્સ’ની એક ‘કલ્યુ’ એમને અચાનક યાદ આવી. ક્વોટ્સ ફરીથી એમણે શરૂ કર્યા હતા. ‘ધ મેન્સ ફેઈસીસ વ્હેર...ઈન ધ લાઈટ’-(બર્ન્ડ, ટર્ન્ડ)...બર્ન્ડ જ લખ્યું છે.’ ને સંતોષથી એમણે બીડીના ઝૂડામાંથી એક બીડી કાઢી સળગાવવા માંડી. મનમાંથી ફૂટતા બે અસંબંધિત એવા વિચાર-પરપોટાને અહીં મુક્ત મને એ ઉડાડતા. એમનો યુવાન મિત્ર આવી પહોંચ્યો. એના હાથમાં ત્રણ પુસ્તકો હતાં. બે ફિલસૂફીનાં ને ત્રીજું કાવ્યનું. હાથમાં આજે ચારમિનારનું પાકીટ નહિ, પણ સરસ મજાની પાઈપ હતી. એને ચહેરો અત્યારે દેખાતો ન હતો. આમે ય, સૂરજના અજવાળામાં હસમુખલાલ એને ઓળખી શકે એ રીતે એનો ચહેરો એમણે કદી જોયો નહોતો. નાની, કાળી દાઢી ઉપર ક્વચિત્ એ હાથ ફેરવી લેતો એટલું સમજાતું, દેખાતું હતું. એની ઊંડી અને વેધક આંખો બીડીના તેજમાં ચમકતી હસમુખલાલે ઘણીવાર જોઈ હતી. મજબૂત બાંધાનો હતો એ. દુનિયાનાં મૂલ્યો બદલવાની કે એવી કશીક વાતો કરતો ત્યારે સરસ સુંવાળા ટેરેલીનના ખમીસની બાંયો ચઢાવતો ને ઘૂંટણિયે પડી મુઠ્ઠીવાળી કશુંક કહ્યે જતો. હસમુખલાલ સાંભળી રહેતા. ખૂબ ગમતું એમને આ બધું સાંભળવાનું. થોડું સમજતા ને એમની બુદ્ધિ પ્રમાણે ચર્ચા કરતા. પણ ઘણું ખરું આવા સમયે એ મૌન જ રહેતા. ત્રણ દીકરીઓના પિતા ને બૅન્કના એક એકાઉન્ટન્ટ આગળ એ શું બોલી રહ્યો છે, શા માટે બોલી રહ્યો છે, એની એને પરવા નહોતી. ખુમારીથી એ બોલતો રહેતો ને અલબત્ત, એટલી જ ખુમારીથી હસમુખલાલ એકચિત્તે એને સાંભળતા. રેતાળભૂમિને મારો પરમપ્રિય દોસ્ત’ કહીને હસમુખલાલ એને સંબોધતા ને એ યુવાન માટે આટલું બસ હતું. ને ‘તારી વાતો ગમે છે, દોસ્ત’ એ પ્રોત્સાહન યુગોના યુગો સુધી વાતો કર્યે જવા પૂરતું હતું. દૂધેશ્વરની પાસે ક્ષીણ સાબરમતીના તટે હસમુખલાલ અસ્વસ્થ પગલે આમથી તેમ ને તેમથી આમ આંટા લગાવતા હતા. શારદાની અણસમજ ને ઉપેક્ષા, નીતાની હોસ્ટેલ-ફીની ચિંતા, એમની કબજીઆત ને હરસમસો, બૅન્કનું વધતું જતું કામ, સાંજની ઓવરટાઈમ નોકરી, જીભના ટેરવાની અસંસ્કારી લોલુપતા સમજાતું નહોતું. પણ જાણે વર્ષોથી કોઈ લાલ તપાવેલો ચીપિયો લઈ એમના મગજની નસો ખેંચ્યા કરતું હતું. એ ચીપિયાથી થોડી નસો ખેંચવામાં શારદા પણ ભાગ લેતી. શારદા ઘર જાળવતી, ઢોકળાં સરસ બનાવતી, ક્યારેક ગૅલ કરતી. એની હાજરી અનિવાર્ય હતી...એ જાણતા હતા. આ બધા વિચારબબડાટમાં દૂધેશ્વરને આરે આવી પહોંચેલા કોઈ મડદા સામે એ ઇર્ષ્યાથી જોઈ રહ્યા હતા. એમને ઈર્ષ્યા જન્મી : ‘એનો દેહ બળશે. પણ આત્મા તો પરમ શાંતિને પામ્યો જ સમજો.’ શાંતિ માટે એ મૃત્યુની ઝંખના કરવા તૈયાર થઈ ગયા હતા—પગની નીચે જે રેતી ચંપાતી હતી એનું તેલ કાઢતાં કાઢતાં હવે એમના ગળે પિતળિયાં આવ્યાં હતાં. ‘ક્યાંક ભાગી જાઉં.. આ સહુનું જે થવાનું હોય તે થાય... જાઉં ક્યાં? ભાગીને જવું ક્યાં? હવે આટલાં વર્ષો પછી આ બધું છોડીને ચાલી નીકળું... જીવનથી કંટાળી ભાગી જવાનો વિચાર મને કેમ કરીને આવ્યો?’ એ અકળાયા. આંખો બળતી હતી પણ મીંચાતી નહોતી. સાબરમતીના પટ ઉપર ઘસડાઈને આવેલા એક ગલગોટાના ભીના, મલિન ફૂલને લઈ એમણે આંખો પર ચાંપ્યું. કાંઈક શાતા, કંઈક શાંતિ મળે, ‘પણ હું જ કાંઈ નવાઈનો જીવું છું! આ બધાય... ને કેટલા બધા છે. કેવી કેવી ઉપાધિઓ છે એમને... એ બધાય તો જીવ્યે જાય છે.. અહીં આ સંસારમાં જ...’ બીડી સળગાવતા, એક પછી એકને ચૂસતા એ આવા વિચારે કરીને થાક્યા હતા ને બેસી પડ્યા હતા. સાવ ભાંગી પડ્યા હતા જાણે, ને વિચાર કરતાં કરતાં મનમાં શૂન્યતા વ્યાપી ગઈ હતી. એ શૂન્ય નજર સહેજ પાછળ ગઈ— —ને એક યુવાન એમણે જોયો-સ્થિર છતાં સ્વસ્થ ઊભો રહેલો. કોણ જાણે ક્યારનો એ અહીં ઊભો હશે? ઊભો ઊભો એ ભડકે બળતું મડદું એકીટશે જોતો હતો. હસમુખલાલને લાગ્યું : કોઈ પાગલ-ગાંડિયો લાગે છે. પણ આ વિચારે જ એ ચમક્યા. તો... તો...એમને પોતાને પાગલ કહેવા માટે કોઈને પૂરતાં કારણો એમણે આપ્યાં હતાં. થોડીવાર પછી એ યુવાને પેન્ટના ગજવામાં હાથ નાંખી સિગરેટનું પાકીટ કાઢ્યું ને ‘માચીસ’…. હસમુખલાલને રસ પડ્યો. એ ચૂપચાપ એમની પાસે જઈ પહોંચ્યા ને એની આગળ ‘માચીસ’ ધરી દીધી એણે સિગરેટનું પાકીટ હસમુખલાલ આગળ ધર્યું. જવાબમાં હસમુખલાલે એમની બીડીનો ઝૂડો કાઢ્યો, ને એમાંથી એક બીડી કાઢી એ જ દિવાસળીએ સળગાવી. બંન્ને ચૂપચાપ ઊભા રહ્યા હતા. થોડીવાર પછી એ ગણગણતો હોય એમ બોલ્યો : ‘મૃત્યુથી સતત સભાન રહેવું જોઈએ... માણસે’ ને અટકી ગયો. એનો અવાજ ગાઢો ને ઘેરો હતો પણ વેલવેટ જેવા કુમળા તંતુની એક મુલાયમતા એમાં હતી. એ અવાજમાં એક પારાવાર મધુરતા હતી-યુવાન કંઠની મધુરતા. અહર્નિશ સાંભળ્યાં કરીએ, સાંભળ્યા જ કરીએ—શબ્દો ઝીલ્યા જ કરીએ એવી મધુરતા ને ઘટ્ટતા ને કોમળતા. ‘વિલ્સ’ની ધૂમ્રસેર એણે જોસથી બે હોઠ ગોળાકાર કરી હવામાં ફેલાવી દીધી. ‘માફ કરજો...તમે એક અદના માનવી છો ને મેં તમારા અસ્તિત્ત્વની ઉપેક્ષા કરી. આઈ એમ આઉફૂલી સૉરી. વાત એમ છે કે હું કવિ છું…હું એમ મન મનાવું છું... પણ કદાચ કવિતા ન લખું. ‘મેટાફિઝિકસ’ને ફિલસૂફી મારા કવિને કદાચ રૂંધી નાંખશે પણ કશું કહેવાય નહીં. મને લાગે છે કે મૃત્યુની એક અખંડ સભાનતા–અવેરનેસ– સાથે, એને પુટ આપી કવિતાઓ લખાય-આ મારી માન્યતા નથી. મારી શ્રદ્ધા છે.- તો જ કવિતામાં સૂક્ષ્મતા અને ઊંડાણ...જવા દો...’ કહી એ અચાનક અટકી ગયો. દોસ્ત, તારી વાત મને બહુ સમજાઈ નહીં પણ ગમી ખૂબ. વર્ષોથી ‘કવિતા’ જેવો શબ્દ મારે કાને પડ્યો નથી. આજે એ શબ્દ સાંભળવા મળ્યો. મને બહુ ગમ્યું.’ ને આટલી વાત પછી બંને સબરમતીના તટે બેઠા. ‘તમે કોણ છો હું કોણ છું’ની કશી પરવા કર્યા વગર બંન્નેએ ‘મૃત્યુ’ વિષે થોડી વાતો કરી. હસમુખલાલે મોક્ષની વાત કરી. પુનર્જન્મની વાત કહી. યુવાન હસ્યો-ખડખડાટ હસી પડે. ‘તમે એ બધું માનો છો, સાહેબ...આ ૧૯૭૦ની સાલમાં હજુય તમે આવી માન્યતા ધરાવો છો?’ એણે પહેલીવાર હસમુખલાલને ‘સાહેબ’ સંબેધન કર્યું. ‘બાપદાદાઓ માનતા હતા ને આપણે માની લઈએ એમાં ખોટું શું છે, દોસ્ત?’ ‘તો આ સામે જે એક વ્યક્તિ મૃત્યુ પામી એનો પુનર્જન્મ થઈ ચૂક્યો...’ —આવી થોડી વાત ચાલતી રહી ને બન્ને છૂટા પડ્યા. ફરી મળીશું...કદાચ અહીં જ.’ ને એ યુવાન ચાલ્યો ગયો હતો. એ પછી તો અવારનવાર હસમુખલાલ ને આ યુવાન ભેગા થયા હતા-વિશાળ નિહારિકામાં બે ગ્રહો પાસે આવી જાય એમ બન્ને નજદીક આવ્યા હતા. હસમુખલાલને આ યુવાનમાં કે આ યુવાનને હસમુખલાલમાં કયો રસ પડી ગયો ને બન્ને કેમ એકબીજાને મળતા એનું આશ્ચર્ય એ બંન્નેને હવે રહ્યું ન હતું. એકાદ વખત આ યુવાને એનો પરિચય આપ્યો. એનું નામ કહીને—અજય. ‘અજય શાહ.’ ‘તો તમે વાણિયા... કેમ?’ પૂછતાં તો પૂછી કાઢ્યું હસમુખલાલે...પછી એમને સમજાયું કે આજના યુવાનોની જ્ઞાતિ તો કોઈ જુદી જ હોય છે, અથવા હોતી જ નથી. એમણે ઝીલેલા બ્રાહ્મણના સંસ્કાર કે એમના યુગને નામે ઓળખાતા યુગમાં એમના કોઈ સમોવડિયાએ ઝીલેલા વાણિયા, સુથાર, મિસ્ત્રી કે નાઈના સંસ્કાર આ યુગમાં ભૂંસાઈ ગયા છે. દેશમાં આવેલા એક વાવઝોડાએ આ જ્ઞાતિની ભેદરેખા ઝડપથી ભૂંસી નાખવા માંડી હતી. અજય કશું બોલ્યો ન હતો. બોલ્યો ત્યારે એણે આટલું જ કહ્યું, ‘એ મારા પિતાની જ્ઞાતિ છે...મારી નહિ? આજે અજય એના અદ્યતન ફેશનના ઇટાલિયન પેન્ટના ગજવામાં હાથ નાખી ઊભો હતો. દૂર... ઑટોરિક્ષાઓનો ઘરરાટ સંભળાતો હતો. અમદાવાદ જીવે છે. ઑટોરિક્ષાથી... આંખ મીંચીને, આંખે પાટા બાંધીને આ રિક્ષા ચલાવનારા જાદુગરો વિશ્વના બીજા કોઈ નગરમાં નજરે ના પડે...અજય એક વાર કહેતો હતો. લારીવાળા મારવાડીઓ...અમદાવાદની અસલિયત જોવી હોય તો જુઓ આ ઘુઘરિયાળી લારી લઈ ને જતા મારવાડી લારીવાળાને... ‘જીવનસાથી સાથે ખભેખભા મિલાવી’ જેવા પોલા શબ્દોને એમણે અમદાવાદની સડકો ઉપર ખેંચાતી લારીમાં ગોઠવી દઇ, અર્થસભર બનાવી દીધા છે. અજય કેવું કેવું વિચારતો હતો, વિચારી શકતો હતો ! સાહેબ, રાણી રૂપમતિઓ આ લારી ખેંચીને હાંફતી હોય ત્યારે અમદાવાદની કોરી, લુખ્ખી સડકો ઉપર રૂપના અંશો વેરાઈ જાય છે.. એનું નામ દામ્પત્ય જીવન…ક્યારેક પતિ ને બાળકને બેસાડી ઠસ્સાભેર લારી ખેંચતી રાજસ્થાની સ્ત્રી... આખા અમદાવાદની મલિનતાને રેતીના પટમાં ઓગાળી દઈ આ સાબરમતી શાંત, લજામણી, કોડીલી, કન્યા જેવી ધીમે પગલે વહી જાય છે. કોઈ શોલોખોવને જન્મ થશે ખરો? આ ધીરે વહેતી સાબરના કાંઠે કેટલી કથાઓ પથરાઈ ગઈ છે...ઝીંકી ઝીંકીને પછાડતા ધોબી નહિ ચાલે, સાહેબ. પટ ઉપર પથરાયેલી કથાઓને વણી લેનારો કેાઈ કલાનો પારખુ એવો ધોબી જોઈશે. દિવસ આખો આપણા અમદાવાદીઓનો મેલ આ ધોબીઓના ‘ધુબાકા’ દ્વારા અહીં ઠલવાય છે. એ મલિનતાના પોતમાં કેટકેટલી વાતો વણાઈ જતી હશે ! વહેલી સવારથી મિલની ચીસ સાથે અમદાવાદ હાંફવાનું શરૂ કરે...પણ આ તો બાદશાહનું નગર…….એશઆરામી બાદશાહને પણ શરમાવે એવા અમદાવાદીઓ હાથમાં દાતણ લઈ પોળના ઓટલા ઉપર બેઠા બેઠા એને દાંત ઉપર ઘસ્યા કરે. વિશ્વની કોઈ ગતિનો સ્પર્શ એમને થાય નહિ. હસમુખલાલ મુંબઈ છોડીને પહેલવહેલાં અહીં આવ્યા ત્યારે આવી બેએક વાતથી ભારે છોભીલા પડી ગયા હતા: આ દિવસ હવે કદી ખૂટવાનો નથી, આ ઊગેલો સૂરજ હવે ક્યારે ય આથમવાનો નથી જેવી નિરાંત ને ધીરજથી હાથમાં દાતણ લઈ બેસતા અમદાવાદીનું ચિત્ર ને કુદરતી હાજત લાગે ત્યારે... એ ક્ષણે એ જ ક્ષણે...ગમે ત્યાં, ગમે ત્યારે બેસી જતી નીચલા થરની ઓળખાતી સ્ત્રીઓ...હસમુખલાલને શરમ લાગતી. એ શરમ કલાકો સુધી પહોંચતી ને એ ફંટાઈ જતા. આ અમદાવાદી સ્ત્રીઓને એની શરમ રાખવાનું પાલવે એમ નહોતું: આખું નગર ઊભું કરવાનું છે, વિસ્તારવાનું છે એ વાત ક્યારેય ભૂલમાં જતી નહિ. હસમુખલાલે એક અમદાવાદમાં અનેક પ્રકારનાં અમદાવાદ ખોળી કાઢયાં હતાં, અનેક સ્તરના અમદાવાદીઓને શ્વાસ લેતા એમણે જોયા હતા. અમદાવાદીઓને નામે ને એમના ભોગે થતી અનેક મજાકો એમણે માણી હતી. કીડીપાડા-મંકોડીપાડા, હાજા પટેલ બાપુ નાયક ને વનમાળી વાંકાની પોળના ખાંચાઓની ખડકીઓમાં ખડકાયેલા ગુમાસ્તાઓના રૂપમાં નજરે પડતા અમદાવાદીઓ, નાની પોળ જેવી સોસાયટીઓ કે પાર્કમાં રહેતા ને ફેરિયા સાથે પચીસ મિનિટ રકઝક કરી બે પૈસા ઓછા આપી માલ ખરીદીમાં સંતોષ ને ગર્વ અનુભવતા કરકસરી અમદાવાદીઓ—આ કરકસરી પ્રકાર જ પૈસા ભેગા કરતો ને નવા બંગલાઓ બંધાવવાનું સ્વપ્ન સેવત ને સિદ્ધ કરતો એમણે જોયો હતો. જમીન-સોસાયટીના વેપારમાં આખલાની જેમ માથું મારી માતબર થઈ ગયેલા અમદાવાદીઓ, મીંઢા ને કામ હોય તો જ આંગણું પાવન કરતા ને કરાવતા અમદાવાદીઓ, સ્કૂટરની જમાતના અમદાવાદીઓ સાયકલનાં બે પૈડાંની માફક બે ચહેરા લઈ જીવતા અમદાવાદીઓ. કલા-સાહિત્ય નામની એક કામધેનુને અમદાવાદ લાવી, પાળી-પોષી, ઘાસચારો નાખી એનું દૂધ દોહી લેતા લેખક-ચિત્રકાર વર્ગના અમદાવાદીઓ, કેળવણી ને શિક્ષણના વાડામાં પૂરેલાં ઘેટાંઓને હંકારતા અમદાવાદીઓ ને મુંબઇગરા અમદાવાદીઓ જેમાં હસમુખલાલ પોતાની જાતને ગણતા—રઘવાયા-રઘવાયા ફરતા ને ગભરાયેલા હરાયેલા માનવી જેવા આ મુંબઇગર. અમદાવાદીઓ, નળ ચોવીસ કલાક ખુલ્લો રાખવાનું શીખી જઈ, ધીરે ધીરે અહીંની મલિન હવામાં સ્થિર થઈ ગયા હતા. ને એવા જ મલિન કરકસરી અમદાવાદી પોતમાં વણાઈ ગયા હતા. સાબરમતીથી પૂર્વ ભાગે વહેંચાયેલા અમદાવાદમાં હસમુખલાલ ચાર વર્ષ જીવ્યા ને પછી પોળિયા-સેસાયટીમાંથી એક છુટ્ટી વગડા જેવી સોસાયટીમાં રહેવા આવ્યા. અહીંથી એમની બૅન્ક દૂર પડતી હતી. પણ એમના શબ્દોમાં, અહીં આવ્યા પછી અમદાવાદની ભીંસમાંથી છૂટ્યાની લાગણી થાય છે. પણ હવે ધીરે ધીરે મકાન બાંધવાનું ગાંડપણ એમને ચારે બાજુથી ઘેરી વળ્યું હતું. એ પણ એમાંથી છટકી શકે એમ ન હતા. મુંબઈથી અહીં અમદાવાદ આવ્યા ત્યારે શરૂઆતમાં હસમુખલાલને રોજ સાંજ પડ્યે બૅન્ક છૂટતાં એક ન સમજાય એવી ઉદાસી ઘેરી વળતી. આટલું મલિન આકાશ એમણે મુંબઈ ઉપર જોયું નહોતું, પણ એ સાથે ગૂંગળાવનારી એક ભીડમાંથી એ ઊગરી ગયા હતા. સાબરમતીના કાંઠે વસવાનો એમનો એક સંકલ્પ અમદાવાદ આવીને પૂરો થયો આજે એ નદીને કાંઠે જ ઊભા હતા. ઘરની ચાર દીવાલોની હવામાંથી જન્મ્યા હતા ને એ દિવાલોના સઘળા આશીર્વાદ ને શાપ અનુભવતા એ જીવ્યે જતા હતા, આ ચાર દીવાલો એમને છોડતી નહોતી. એ પોતે પણ આ ચાર દીવાલોને વળગ્યા સિવાય હવે જીવી શકે એમ નહોતા. સમાજમાં કયા વર્ગના પ્રતિનિધિ બની જીવવાનું છે એ જાણતા હતા. એમનો વર્ગ-મધ્યમવર્ગ, જે વર્ગ સંગીતસંમેલન કે ચિત્રકલાના પ્રદર્શનમાં જવાની કલ્પના કરી રાચે, પણ જઈ ન શકે. અરે મહિને એકાદ સિનેમા જોવા જવાની એમની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હતી. ચાર દીવાલના પ્રશ્નો એટલા બધા સંકુલ ને અટપટા થઈ ગયા હતા... ‘મેં ફિલસૂફી લઈને ભૂલ જ કરી છે એમ લાગે. આ યુગ હવે વિજ્ઞાનનો યુગ છે, સાહેબ. તમે યુવાન હશો ત્યારે તમારી સાથે વિરાટ વિભૂતિ હતી-ગાંધી. અમારો ગાંધી હજુ પાક્યો નથી ને હવેના યુગોમાં ગાંધી જેવી વિરાટ વિભૂતિ જન્મે એ શક્ય નથી સાહેબ.’ અજયે ‘વિલ્સ’ સળગાવતાં અચાનક એક વાત છેડી. હસમુખલાલ સાંભળી રહ્યા. ‘તમે સાહેબ, ૧૯૪૨માં ક્યાં હતા? આઝાદીની લડતમાં તમે તો ઝંપલાવ્યું જ હશે... ખાદી પહેરતા લાગતા નથી...ને સાયગલનાં ગીતો...સાંભળો છો, સાહેબ?’ અજયે હસમુખલાલને પૂછ્યું. હસમુખલાલના હોઠ ફફડ્યા. પણ એ પહેલાં જ અજયે કહ્યું: ‘વધો નહિ. તમે જે યુગમાં જીવી ગયા એ નસીબદાર યુગ હતો. એક માણસ એવો વિરાટ હતો જે તમારે માટે વિચારતો હતો તમે માકર્સની અસર નીચે પણ આવ્યા લાગતા નથી. આશ્ચર્ય... તમારે તો માત્ર આ બેના દોર્યા, એ જ્યાં આદેશ આપે ત્યાં જવાનું હતું. તમે નસીબદાર હતા. સાહેબ, ત્રણ દાયકામાં વિજ્ઞાને જેવું માથું ઊંચક્યું છે... જોયું ને ૧૯૭૦ની આ સાલમાં અમેરિકનો ચન્દ્ર ઉપર મોજ માણે છે. હવે રશિયનો પહોંચશે અને આપણે બે અહીં બેઠા છીએ અમદાવાદની રેતાળ સ્મશાનભૂમિમાં!’ અજય ઘડીક થંભ્યો. હાથની આંગળીઓ વચ્ચે દબાવેલી ‘વિલ્સ’નો ઊંડો દમ એણે લીધો. ‘તમારા જમાનામાં પ્રેમ પણ પવિત્ર હશે નહિ? આજે તો ફોઇડ હજુ અમારામાં જીવે છે... એનું ભૂત અમારા માનસને વળગી બેઠું છે.. હું બીટનિક નથી... હં સાહેબ આ તો જરા ઊંડાણની વાતો થઈ. ના શોભે. આ યુગ છીછરા માનવીનો છે. કહો, આપને કઈ ‘રીઆલિટી’ ખપે છે? એલિયટના ‘હોલોમેન’ની કે... ‘હોલોમેન’ વાંચ્યું છે, સાહેબ?’ હસમુખલાલ બીડી સળગાવવા અજયની જરાક વધારે નજદીક સરક્યા ને એકદમ છળી ઊઠ્યા. એક ગંધ એના મોઢામાંથી આવતી હતી. અજય ખડખડાટ હસી પડ્યો. થોડા સમય સુધી હસતો જ રહ્યો, ને પછી બોલ્યો. ‘દેશી નથી, સાહેબ, જુઓ’ કહી એણે એના ઇટાલિયન પેન્ટના ગજવામાંથી એક પરદેશી માર્કાની બેટલ કાઢી. ‘વ્હીસ્કી... અસલ, સહેજ ટેસ્ટ કરી જુઓ, સાહેબ !’ હસમુખલાલ ભારે છોભીલા ને ખિસિયાણા પડી ગયા. કેવી આદર્શ મૂર્તિ કલ્પી હતી, આ કવિ-મિત્ર અજયની ! કેન્ટ-હૅગલ, સ્પીનેઝા, નિત્શે, માર્ક્સ, કૃષ્ણમૂર્તિ, એલિયટ, અશોક મહેતા, ફ્રોઈડ, આલ્ડસ હકસ્લી, સમાજવાદ, સાઈમન દ બીવુ, કામુની ‘ફૉલ’ને ‘આઉટ સાઈડર’ ક્રાઈસીસ ઓવ આઈડેન્ટીટી, વર્લ્ડ પીસ, વૉર મેનીઆની વાતો કરતો અજય અમદાવાદની સાબરમતી ઉપર વ્હીસ્કી પીતો હતો. અજય શાહ વ્હીસ્કી પીતો હતો. જે ક્ષણથી હસમુખલાલને આ યુવાનનો પરિચય થયો હતો એ ક્ષણથી હસમુખલાલ એક વિચિત્ર પ્રકારનો ઉશ્કેરાટ અનુભવતા હતા. અનાયાસ કોઈક એવું મળી ગયું હતું જેને એવી મોટી મોટી ગંભીર ને ભારેખમ વાતોની ફિકર હતી. જે ફિકર ને ચિંતા છાપાંવાળાઓ રોજરોજ જન્માવતા. ને જે ચિતાનો ભાર હસમુખલાલ ઉપાડી શકતા નહિ. એક એવી દુનિયાના પરિચયમાં એ આવતા હતા જેમાં એ એમના ઘરની રોજિંદી જંજાળને ભૂલી શકે. અને એમણે અનુભવ્યું હતું કે એમના ઘરના પ્રશ્નો, ઘરની ઘરેડ, દીવાલોનાં જાળાં આ બધી મહાન ને ગૂંચવતી સમસ્યાઓ આગળ ક્ષુલ્લક, સાવ ક્ષુલ્લક, ને અર્થહીન બની જતાં. અજય નામના અવકાશયાત્રી સાથે દૂધેશ્વરથી એમનું અવકાશયાન ઊડતું ને એ બીજા ગ્રહમાં જઈને અટકતું ! શનિવારની રાત એથી જ એ આંખ મીંચીને નિરાંતે ઊંઘતા ને રવિવારની સવારે ઓગણપચાસ વર્ષની વયે ‘સિસોટી’ વગાડવાનું મન થાય એવી સ્ફૂર્તિથી ઊઠતા. પણ આ સ્ફૂર્તિ માંડ રવિવારના અડધા દિવસ સુધી ચાલતી. ધીરે ધીરે ઘરની ચાર દીવાલોની હવામાં એ લાલ પાછા એ જ, બસ એ જ જૂના ને સદાના પરિચિત એવા હસમુખલાલ બની જતા, અજય સાથેની એમની મુલાકાતોમાંથી એમણે ચિત્રવિચિત્ર ને જાતજાતની અપેક્ષાઓ રાખી હતી. એ ધારતા હતા કે ક્યારેક એ એમની આખી જીવન-કિતાબ આ યુવાન આગળ રજૂ કરી દેશે. મધ્યમવર્ગની એક અણજાણ એવી વ્યક્તિની વાતોથી એને સભાન બનાવશે. ને આ યુવાન–નામે અજય–મધ્યમવર્ગની દુર્દશા જોઈ સળવળતો થઈ જશે, વિચારતો થઈ જશે ને નગરમાં, રાજ્યમાં ને ધીરે ધીરે દેશભરમાં વિચારવાનું આંદોલન ને એનાં સમુદ્ર જેવાં ગર્જન કરતાં મોજાંઓ ફેલાઈ જશે ને એ આંધીમાં આ વર્ગને અવાજ, એકમાત્ર અવાજ સંભળાતો હશે. એ પૂરનું ઉગમ સ્થળ, એનું મૂળ અહીં હશે ને પહેલી રેલ આ સાબરમતીના નીરમાં જ આવશે. એમની વાત કેવી રીતે શરૂ કરવી એ અંગે પણ એમણે વિચારી રાખ્યું હતું : ‘હું તો દોસ્ત, એક મામૂલી અજાણ માણસ. મારી વાતો તો આ તારા ને મારા પગથી અડકી શકાય એવી સૂકી ધરતી જેવી નક્કર ને જડ ઘરેડ જેવી છે. આ બધી વાતો તારા ઈતિહાસમાં નોંધાયેલી ન હોય એમ બને, પણ સાંભળવા જેવી છે, દોસ્ત.’ કહી એ બીડી ચેતવશે. અજય ‘વિલ્સ’ પીતો હશે ને આકાશ સામું જોતાં એ ઘડીક અટકશે ને પછી શરૂ કરશે...

* * *


* * *