છંદોલય ૧૯૪૯/પથ વંકાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:20, 23 March 2024

પથ વંકાય

પથ વંકાય,
દૂર ક્ષિતિજની પાર ઢળી
મુજ નયન થકી ઢંકાય!
વંકી વળી વળી

મુજ ચાલ
ચૂકે નિજ તાલ,
ચરણને તોય ચલનની પ્યાસ,
ક્યીહીં સૃષ્ટિમાં
નહીં શું એનો વાસ?
મુજ દૃષ્ટિમાં
અગમ્ય શો અંકાય!
પથ વંકાય!

૧૯૪૮