છોળ/રાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big><big><big>'''રાવ'''</big></big></big></center> <poem> વળી વળી વલોણાનાં તાણો જો નેતરાં                 તો જાણો નવનીત કેમ નીકળે હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે! ભાવતાં જો હોય ઘણાં, ભાવે જાચો ને ભલા!  ...")
 
(+1)
 
Line 32: Line 32:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કોણ કહે
|previous = જાશો ક્યાં?
|next = એંધાણ
|next = ઠપકો
}}
}}

Latest revision as of 00:15, 30 April 2024


રાવ



વળી વળી વલોણાનાં તાણો જો નેતરાં
                તો જાણો નવનીત કેમ નીકળે
હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે!

ભાવતાં જો હોય ઘણાં, ભાવે જાચો ને ભલા!
                છાલિયું લ્યો ખોબલાનું કરી,
મથુરામાં વેચીએ જિ મોં માંગ્યે દામ ઈ
                તમને વણમૂલ દઈ ધરી!
રે નિજની મથામણનો પામો જો તાગ તો
                પંડનીય ભેળી દઈં ભીખ રે!
હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે!

આવો ઉધમાત નહીં જાણ્યો બરસાણે
                આંહી વ્રજમાંહી વાત વધી ઘણી
ઠપકારી ઠેકાણે આણે તે સાન એવું
                કોઈ ના તમારું ધણી-રણી?!
રે ઓરની ન છેક તો રાખો રાજ એક
                ઓલ્યા ઉપરવાળાની થોડી બીક રે!
હો જાદવજી! દોણી ફોડો મ ઠાલી ઠીંકરે!

૧૯૯૨