જનપદ/અધધ ઉર

From Ekatra Wiki
Revision as of 10:31, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અધધ ઉર


રાત હતી ત્યારે શેરડી રાડું
આંખો પહોર પેરાઈ થઈ
કિચૂડાઈ સંધિ
કે આવ્યું ફૂંગરાતું કાંગરા પર
વચોવચ સૂરજને પાછો ઢૂંસાથી ઢાંક્યો
આગળ પાછળના મારગનો ભારો કીધો
પાની ઘસીને સગડ બધા ભૂંસિયા
પરથમ પ્રાણતોર
ગભાર કેડે ઘેરિયા.

કાચા થોર
કૂણાં પાનપલોળિયાં
કચસૂર ફૂલણિયાં દૂધ
વાળ્યા આંખ ફોડણ પરપોટડા –
એવા ગભારપોટામાં
સંધોક્યાં બીજ – અંગાર અને રાખ
પેખ્યાં પાતાળ
સકળથી કીધા વેગળા
આંટીઘૂંટીમાં આંકી આંતર્યા
ખૂંદી ખોદી તળમાં સંભર્યા
વાટના રાજી વળાંકમાં
દીધી ચાંગળુક વૈખરી.
એકે ય વેળા વગર
ખાબક્યું હિંગળોક વાડીમાં
છલ્લક ઝલ્લક ઉગમઆથમઓતરદખણ.
પહેરેલા જામા
જામા ઊડણપાવડી
પાંખો શગ છરાળ નસ ત્રંબાળ
વાડીમાં ફરુંગે.
એ રેડે અધધ ઉર
ને તરબોળ અંધાર.