જનપદ/ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ

ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ


પંચમહાભૂતો,
તન્માત્રાઓ, મન, બુધ્ધિ અને અહંકાર
તેમજ ચૌદ રત્નો સહિત
રહે રત્નાકર સંવત્સરો પૂર્વે.
કો’ક મેરુ સંવત્સરમાં
ઓત્તરખંડની સામુદ્રધુની સરી દરિયાના જળ પર આવી.
નીલનસિયાં જેનાં જળ,
ક્વચિત અતિઘન અંધાર અર્ક
મદ્યે શ્યામનિબિડ જાંબુ કાલિન્દી સમ.
મૂળથી શાખાને આરોહે અંકોડભરી વલ્લી.

ઈન્દ્રનીલ મેઘ ધરે ચરણ,
એકાધિક પ્રકારે ભૂમિમાં રોમાંચ સ્ફુરાવે
રેષરેષ વિલસે રક્તટશર ગર્ભજળ સામુદ્રધુની

કાલાન્તરે
સામુદ્રધુની ઘૂમે ક્ષિતિજની ધાર પર્યન્ત.
સાત સમુદ્રો પર મોરપંખ ભમે.
સન્નદ્ધ રન્ધ્ર શર અંગ સ્યંદ અનંગ.
તરંગ અનુપ્રાણિત અમ્બ રન્ધ્ર
લવણકણ રણક તમ્બૂર
આકાશગંગના છંદ
એક લેહ રઢિયાળ આકાશવર્ષીય આયખાને
કરે
ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ.