જનપદ/મોલ લણશે મોલને

મોલ લણશે મોલને

ભાગતી રાતના
તારોડિયામાં
વડવો.
સીધો એક તાર.
ત્યાંથી અહીં સુધી વાટ વીજાણુભરિત.

કાલે સાંજે
તો અણુઅણુમાં મને વાવ્યો
રાત
હજુ હમણાં તો અધવારી.
આ વહી ચાલી વાઢ વેળ.

છો ખરતા,
ઊગી ભલે આથમે મોલ
પવનચાક
ઘૂમરી
શેષ પહોરે બે.

મોલ લણશે મોલને