જનપદ/રાતના હે ધોરીડા

રાતના હે ધોરીડા

સ્વપ્નમાં ચાલ્યું તુમુલ.
જાગીને સફાળો ફરી વળ્યો બધી રાતોના તળમાં
શબ્દ ઓગળ્યો અંધાર
વાંકું ચૂંકું નાળિયું
ઘસાઈધોવાઈ ઊંડા ચીલા
પડખે ઝળુંબ કંથારી બોરડી કંબોઈ અરણિ
ઝાંખરાં પર નમૂળી વેલ પીળી લીટી.
નાળિયું સાત જનમથી બોગદું.
અડધી પડેલી રાતમાં
કુટાતા પથ્થરો
તણખા ફેલાવે ઉજાસ.

જતું નાળિયું ડુંગરતળેટી પાસે
અટકી ગયું.

ડુંગરની શિખા થથરે છે
પ્રહરનો ડોળો ઠરડાય છે.

રાતના હે ધોરીડા,
ચંદ્ર ઓગળીને નદીમાં વહી ગયો છે.
સોપો