દરિયાપારના બહારવટિયા/૨. મેરિયો શિકારી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨. મેરિયો શિકારી|}} {{Poem2Open}} પહાડની ટેકરી પરથી પાવો અને ઢોલ વગડ...")
 
No edit summary
Line 38: Line 38:
અમલદારોને ખાતરી હતી કે હવે એ શરતદોડની ગાડી હાથ આવે જ નહિ. તેમણે ચોમેર રસ્તા રૂંધવા માટે ટેલિફોનો છોડ્યા. પણ મરણિયો મેરિયો બેસી ન શક્યો. પોતાને ઘેરથી પોતાની જ મોટરગાડી મગાવીને થોડી મિનિટોમાં તો અંદર ચડી બેસતો, હાથમાં ‘ચક્ર’ પકડતો અને વાજોવાજ ધૂળની ડમરીમાં અદૃશ્ય થતો એને જોઈ રહ્યા.  

મોડી રાત્રિએ મેરિયોના શોફર તરફથી પોલીસને સંદેશો મળ્યો: “મારા માલિકે બ્રિજપોર્ટ રોડના રસ્તા પરના એક અટૂલા વાડી-બંગલા સુધી ડાકુઓની ગાડીનો સગડ લીધો છે.”  

“શાબાશ! શિકારીની પગેરૂ લેવાની શક્તિએ એને આમાં ખરું કામ આપ્યું છે.” અમલદારોએ એ વાડી-બંગલા પર પહોંચીને અંદર દાખલ થતાં જ દીઠું કે પાંચેય બદમાશો હજુ સુધી શરણાગતિની નિશાની તરીકે માથા ઉપર હાથ રાખીને એક ખૂણામાં લપાઈ થરથર કાંપતા બેઠા છે. એમાંના એકનો હાથ ગોળીથી ચૂંથાઈ ગયો છે ને એ ભોંય પર ઢળી પડ્યો છે. સામે બેઠેલો છે એકાકી મર્દ મેરિયો ડાકુઓની સામે બંદૂક તાકીને શાંતિથી બેઠો છે. બેઠા બેઠા પોતાની પરણેતરને આશ્વાસન આપી રહેલો છે. વાડી વચ્ચે અટૂલા ઊભેલા એ અંધારિયા મકાનમાં, પાંચ શત્રુઓને શરણાગતિના હાથ ઊંચા કરાવી એક જ બંદૂક સાથે બેઠેલો મેરિયો કાળદૂત દેખાતો હતો. પાંચેયને એણે ઠાર નહોતા કર્યા કારણ કે પ્યારીની નજર સામે હત્યાકાંડનું ભીષણ દૃશ્ય ખડું કરવું એ પ્રેમની પવિત્ર સૃષ્ટિમાં મંજૂર નહોતું.  

[૨]
 
<center>'''[૨]'''</center>
 
“મેરિયો પિયાનેતી!” અમેરિકાની પોલીસે એને સલાહ આપી: “તું હવે અહીં સલામત નથી. તું તારે દેશ ચાલ્યો જા.”  

ઘણી જિકરને અંતે એ વતનમાં જવા કબૂલ થયો. પત્નીને લઈને એ એક પછી એક શહેરમાં રઝળ્યો, નામ-ઠામ બદલાવતો ગયો, પોતાની હિલચાલના તમામ સગડ ભૂંસતો ગયો, છતાં એણે જોયું કે ‘કાળો પંજો’ એનો પીછો છોડતો જ નથી. દિવસ-રાતના આવા ફફડાટથી થાકીને એક દિવસ ઓચિંતો એ અદૃશ્ય બની ગયો અને છૂપી છુપી અનેક ભુલભુલામણી રમીને આલ્પ્સ પહાડની અંદરના પોતાના ગામડામાં પત્નીની સાથે પહોંચી ગયો. એને લાગ્યું કે અહીં હવે આપણને કોઈ નહિ સતાવે.  

Line 63: Line 67:
કોઈ અસ્પૃશ્ય રક્તપિત્તિયા જેવો, લોકોને મન કોઈ ઓછાયો પણ ન લેવા સમાન ભયાનક પ્રેત જેવો, સહુને તજેલો મેરિયો એકદિવસના અસ્તિકાળે ગામની નિર્જન બજારમાં નિષ્ફળ આંટો મારીને ઘેર આવ્યો છે. બહિષ્કારના વેરાન જીવનમાં કોઈ એકાદ ગામજનની મીઠી મીટ સુધ્ધાં એણે દીઠી નથી. લમણે હાથ ટેકવી, માથું ઝુકાવી મૂંઝાતો-ગૂંગળાતો એ ચોગાનમાં બેઠો છે, પ્યારાં ગામવાસીઓએ વિનાઅપરાધે જીવતું મૉત નિપજાવ્યું છે. રાતીચોળ સંધ્યાની અંદરથી જાણે કે અપકાર, કૃતઘ્નતા અને દુર્જનની નિષ્કારણ દુશ્મનાવટની રક્તધારાઓ ઝરી રહી છે ત્યારે બેટીનાએ એના માથાના વાળ પર મીઠો પંજો પસારીને કહ્યું, “પ્યારા મેરિયો, બેમાંથી એક રસ્તો નક્કી કરી લ્યો: કાં તો જઈને સાંઈબાપુનાં કદમ ચૂમી લો, નહિ તો પછી ફરી વાર ગામ છોડીને આપણે ભટકવા નીકળી જઈએ. ભટકી-ભટકી આવરદા પૂરી કરશું.”  

“સાંઈનાં કદમ ચૂમું? – હું એ શયતાનનાં કદમ ચૂમું?” બેઠક ઉપર મુક્કો લગાવીને લાલઘૂમ મેરિયો પુકારી ઊઠ્યો: “ના, ના, હું મારું પ્યારું ગામ પણ નથી છોડવાનો. હું એની છાતી પર બેસીને જીવીશ. એ મને શું કરવાનો હતો? અહીં ક્યાં હવે મારે ‘કાળા પંજા’થી ડરવાનું હતું કે હું ગામ છોડું?”

[૩]  
 
<center>'''[૩]'''</center>
 
“મેરિયો! તમે એમ માનો છો કે આની પાછળ કાળો પંજો નથી?” બેટીનાએ ફફડતા અવાજે પૂછ્યું.  

“કાળો પંજો? આ કાવતરું કાળા પંજાનું?” મેરિયો બેટીનાની સામે તાકી રહ્યો.  

Line 117: Line 125:
“અરે બે વાર. મેરિયોનું કામ કોણ ન કરે?”  
“અરે બે વાર. મેરિયોનું કામ કોણ ન કરે?”  
કાગળમાં બેટીનાને લખ્યું હતું કે વળતી રાતે ડુંગરામાં અમુક ભરવાડને ઘેર આવી મળી જવું. કાગળ રવાના કરીને મેરિયોએ એ આથમતા સુરજનાં રાતાં અજવાળાંમાં ઝબકોળાતી પોતાની પ્યારી ડુંગર-ગાળીમાં છેલ્લી વારની નજર ઠેરવી. એની આંખો જાણે કે એ વહાલા વતનને ઝાડવે ઝાડવે, પાંદડે પાંદડે, તરણે તરણે, ને ઝૂંપડે ઝૂંપડે ચૂમીઓ લેતી બોલતી હતી કે ‘ઓ જન્મભોમ! તારે છાંયે મારે શાંતિ મેળવવી હતી. મને મારાં બાળબચ્ચાં વહાલાં હતાં. પણ હવે તો સલામ છે છેલ્લા.’  

છેલ્લા સલામ કરીને મેરિયો સીમોન પિયાનેતી – હાય, હવે તો બહારવટિયો પિયાનેતી - ચાલી નીકળ્યો. પહાડ પછી. પહાડના ભયંકર ચડાવ આદરી દીધા, એને પહોંચવું હતું લા વૈછિયા નામની ટકે. સરકારની ફોજો સામે થોડોક ટકાવ થઈ શકે તેવી વંકી એ ગ્યાં હતી. પોતે જાણતો હતો કે સરકારી ગિસ્તો હમણાં જ એનાં પગલાં દબાવતી આવી પહોંચશે.  

[૪]  
 
<center>'''[૪]'''</center>
 
“બહેન, તું ગભરા નહિ. અમે તને જે જે બન્યું છે તે બધા જ સમાચાર લાવી આપશું.”  

ઇંગ્લૅન્ડની છૂપી પોલીસનો અફસર ઍશ્ટન વુલ્ફ લખે છે કે “આ દિલાસો અમે બહારવટિયાની ઓરત બેટીનાને બ્યાન્કો ગામની ઇસ્પિતાલની બીમાર-પથારી પર આપી રહ્યા હતા. ધણીના કેરની અનેક મીઠું-મરચું ભભરાવેલી વાતો સાંભળીને એ સુકુમાર ઓરતનું શરીર ભાંગી ગયું હતું. એને અમેરિકામાંથી જ ઓળખતો હતો ખરો ને. એટલે મારા પ્રવાસેથી પાછા વળતાં છાપાંમાં મેરિયોના વિફરાટની વાત વાંચીને હું આ નિરાધાર અમેરિકણને સહાય કરવા ગયો હતો. એક વખતની સુંદર, સુકુમાર, હસતીરમતી પૂતળી-શી તરુણીનું કેવું કલેજું ચીરનારું રૂપાન્તર મેં જોયું! બાપના મૉતની ઘડીથી, પોતાના વિવાહની પળથી એના ઉપર કેટલા દુઃખના ઓળા ઊતરી રહ્યા હતા! સંસારમાં પગ મૂકતાં જ એની દુર્દશા શરૂ થઈ હતી.”  

Line 125: Line 137:
“હું સમજ્યો, બરાબર સમજ્યો, બેટીના!” મારો મિત્ર બોલી ઊઠ્યો, “અસલી રોમન બચ્યો. છેલ્લી ઘડીએ શત્રુને હાથ સોંપાવા કરતાં પોતાની સમશેર પર સૂઈ જતો, એ જ તારું કહેવું છે ને?”  

બેટીનાએ માથું હલાવ્યું. એ બોલી: “આજ સુધી એક વીરની રીતે એ જીવ્યો છે; અને એ મરે પણ વીરની રીતે, એવી મારી મનોવાંછના છે. પણ કહેજો એને, કે ભલો થઈને સિપાહીઓને ન મારે. એ બાપડા તો પોતાની ફરજ બજાવી રહ્યા છે.”  

મર્દની ઓરતના મુખનો આવો પાક સંદેશો લઈને અમે ચાલી નીકળ્યા. ગામમાં અનેકના છાકા છૂટી ગયા હતા. અનેક પાપાત્માઓ અંતરમાં સમજતા હતા કે બહારવટિયાએ કોને કોને ઠાર કરવા તેની એક ટીપ કરી છે. અનેક પોતાના અપરાધી અંતઃકરણમાં પામી ગયા હતા કે વહેલો મોડો પોતાનો વારો આવવાનો છે. કેડા ઉજ્જડ થયા હતા, લશ્કરી થાણાં ઠેરઠેર બેસી ગયાં હતાં. બહારવટિયાની શોધ ગાળેગાળે અને ટૂકેટૂકે ચાલુ થઈ હતી.  

[૫]
 
<center>'''[૫]'''</center>
 
પોલીસ અફસર આગળ કહે છે:  
પોલીસ અફસર આગળ કહે છે:  
બ્યાન્કો ગામથી અમે પહાડ તરફ ચડવા લાગ્યા. રસ્તે મેરિયોનું ગામડું આવ્યું. ત્યાં એક બાંઠિયા દાઢીવાળા ભરવાડને વીંટળાઈને પોલીસની ટુકડી ઊભી હતી. ભરવાડ તેની અણઘડ બોલીમાં વારેવારે બબડતો હતો કે, “હા, હું કહું છું ભાઈસા’બ, કે મેં મેરિયોને જોયો છે. કાલ સાંજે રૂંઝ્ય વેળાએ મારે કૂબે એ આવેલો. મારી પાસે દૂધ અને રોટલો માગેલો. મારે આપવાં પડ્યાં, શું કરું, બાપા? એના હાથમાં કાળા કોપની બંદૂક હતી – ઈ કાંઈ મારી કાકી થોડી થાતી’તી? હા, ખાઈ કરીને એણે મને કહ્યું – અરે કહ્યું શું, હાકેમની રીતે હુકમ જ કર્યો – કે મારી બાયડીને આ સંદેશો પોગાડ, એને જઈને કહે કે હું મેરિયો આ સંસારમાં સૌથી વધુ દુખિયારો થઈ ગયો. કારણ કે, અરે અસ્ત્રી! મેં તુંને દુઃખી કરી, પણ હું લાચાર. મને સૌએ મળીને ગાંડો કરી મૂક્યો. પણ તું હવે મને માફ કરજે. મારા અપરાધ સામું જોઈશ મા. આવું આવું કહી આવવાનું મને મેરિયોએ કીધું’તું.’  

Line 143: Line 159:
એ ચાલ્યો ગયો. હું વહેલી પરોઢે બેટીનાની પાસે કાગળ પહોંચાડી, એના વેરાન બનેલા વદન પર પલભર આનંદનાં કિરણો રમતાં નિહાળી કુશળખબર આપી વળી નીકળ્યો.  

અમે પંથે પડ્યા. પહાડ પર પહાડ, ચડાવ પર ચડાવ! પાંચ કલાકે અમારો આરો ક્યાંથી આવે? ઊંચાણે જેમજેમ ગયા તેમતેમ તો બરછી જેવો પવન ફૂંકાતો આવ્યો. ઝાપટાં અમને ભીંજવવા લાગ્યાં, અને એ પહાડની ધુમ્મસમાં પંથ શોધવો દોહ્યલો બની ગયો. પણ અંતરથી હું રાજી થતો હતો, કે આ પહાડની વંકાઈ, આ વાવાઝડી ને આ ધુમ્મસ આપણા ભાઈબંધની ભારી રક્ષા કરનારાં થઈ પડશે. કેમ કે પોલીસનું કામ કપરું બની જવાનું, જ્યારે મેરિયોને તો એ રાતદિવસના સાથી સમાન હતાં.  

[૬]
 
<center>'''[૬]'''</center>
 
આખરે અમે એ નેસડે પહોંચ્યા. ઝૂંપડાના દ્વાર પર અમે ટકોરા માર્યા.  

બરાબર એ જ પળે, મારી પછવાડે મારા બરડામાં કંઈક કઠણ અને લીસું મને ચંપાતું લાગ્યું. અને એક ધીરો પણ કરડો અવાજ મારે કાને પડ્યો કે, “હાથ ઊંચા – જલદી હાથ ઊંચા કરો, ને જો જરીક હલ્યા છો ને, તો હમણાં વીંધાયા જાણજો. હું અંધારે ભાળું છું.”  

26,604

edits