દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૪. ગંગામાં ગયું જે જળ

From Ekatra Wiki
Revision as of 10:30, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૪. ગંગામાં ગયું જે જળ

મનહર છંદ


ગંગામાં ગયું જે જળ ગણાયું તે ગંગાજળ,
ગટરમાં ગયું જળ ગંદું તે ગણાયું છે;
ખારે દરીયે ગયું તે ખરેખરું ખારું થયું,
છાશમાં પડ્યું તે છાશ રૂપે થૈ છણાયું છે;
શેલડીએ સોશું થયું શેલડીના રસ રૂપે,
ચૂનામાં ભળ્યું તે ચૂના રૂપ થૈ ચણાયું છે;
એક જ આકાશની પેદાશ દલપત કહે,
જવો જેવો જોગ થયો તેવું તે જણાયું છે.