દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૭. હાથને હું હુકમ કરું

Revision as of 09:29, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|મનહર છંદ}} <poem> હાથને હું હુકમ કરું તે કામ કરે હાથ, પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે; આંખને હું આગના કરું તે અવલોકે આંખ કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે; જીભન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૦. રાંડીરાંડનો તનુજ

મનહર છંદ


હાથને હું હુકમ કરું તે કામ કરે હાથ,
પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે;
આંખને હું આગના કરું તે અવલોકે આંખ
કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે;
જીભને બોલાવું તેમ તે તો બોલે છે બિચારી,
ડોકાને હલાવા ચાહું તેમ ડોકું હાલે છે;
મન મારા હુકમ ન માને દલપત કહે,
ખાતરી પોતાની કરી ખરી વાત ઝાલે છે.