પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭| }} {{Poem2Open}} ૨૭મું અધિવેશનઃ વલ્લભવિદ્યાનગર સાહિત્ય-તત્ત્વ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
૨૭મું અધિવેશનઃ વલ્લભવિદ્યાનગર
<center>'''૨૭મું અધિવેશનઃ વલ્લભવિદ્યાનગર'''</center>

સાહિત્ય-તત્ત્વ અને તંત્ર
'''સાહિત્ય-તત્ત્વ અને તંત્ર'''
વલ્લભવિદ્યાનગરના આ વિદ્યાધામમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું આ સંમેલન ભરાય છે તે મારે માટે, અને આપણા સહુને માટે, અત્યંત આનંદનો વિષય છે. સાહિત્ય, સંસ્કાર, કલા અને વિદ્યાની સંસ્થાઓને વિદ્યાપીઠો અને વિદ્યાધામો, નિમંત્રે, તેમને ચર્ચા, વિચારણા, વિવાદ, વિમર્શ વગેરે માટે યોગ્ય સુવિધા પૂરી પાડે તેમાં એક જાતનું પ્રેરક ઔચિત્ય સચવાયેલું ગણાય. તેમાંયે આ વિદ્યાનગરે તો ગુજરાતના વિદ્યાધનને સારી રીતે સંવર્ધ્યું અને પોષ્યું છે. તેના નામની સાથે ભારતના એક રત્ન સમા ગુજરાતના વીરનરનું નામ જોડાયેલું છે, અને તેની સ્થાપનામાં ગુજરાતના સ્વપ્નસેવી એ સુપુત્રોએ પોતાના આત્માનું સત્ત્વ રેડ્યું છે. તેમાંના શ્રી ભીખાભાઈને – મળવાનો સુયોગ તો મને સાંપડ્યો નહોતો, પણ મુરબ્બી ભાઈલાલભાઈને અહીંના અને ગુજરાતના માનીતા ભાઈકાકાને – મળવાનું સદ્‌ભાગ્ય તો મને મળ્યું જ હતું. તેમની સાથે આ બધી જગ્યાઓએ ફરતાં ફરતાં મને મારી કાઠિયાવાડી ભાષાનો એક અનોખો પ્રયોગ યાદ આવી ગયો હતો. અને મેં ઉત્સાહથી કહ્યું હતુઃ “ભાઈકાકા, આપે તો અહીં આખો વગડો વાળી લીધો છે.”

આજે આપણી સામે એ આખો વગડો એક નગર બનીને, વિદ્યાનું, સંસ્કારોનું, સંસ્કૃતિનું નગર બનીને લહેરાય છે, અને હોંશભર્યે હૈયે આપણું સ્વાગત કરી રહે છે. આપણે પક્ષે આપણે પણ એની છત્રછાયા નીચે બેસી, જેનું અસ્તિત્વ એ આ પરિષદના જીવાતુભૂત તત્ત્વરૂપ ગણાય તે સાહિત્ય વિશે, તેના સત્ત્વ અને સમસ્યા વિશે, તેની ગતિ અને વિધિ વિશે, અને તેમાંથી ઊઠતા અનેકાનેક પ્રશ્નોમાંથી થોડા વિશે ફરી એક વાર વિચાર કરીએ, અને એ રીતે ફરી એક વાર આપણી વિચારશ્રેણીને બને તેટલી સ્પષ્ટ કરી લેવા પ્રયત્ન કરીએ.

Line 20: Line 20:
આપણે એકલા સાહિત્યની જ વાત કરીએ-જે જગતને આપણે જાણીએ છીએ તે જગતના સાહિત્યની, અને સાથે સાથ ગુજરાતના સાહિત્યની પણ – તો આ વાત તરત ગળે ઊતરી જાય.

ગુજરાતી સાહિત્યમાં જ જોઈએ તો આજે ૧૯૭૩-૭૪માં જેને આપણે અત્યાધુનિક સાહિત્ય કહીએ – તેનું પોતે આજથી બાર પંદર વર્ષ પહેલાં લખાતા સાહિત્ય કરતાં ઘણી રીતે જુદું પડી આવે છે એ સ્પષ્ટ છે. એટલું જ નહિ, એવો એ સાહિત્ય રચનારાઓનો દાવો પણ છે. ૧૯૫૫ આસપાસથી આપણા નવા સાહિત્યની શરૂઆત થઈ તેમ ગણીએ તો યે આ વીસ વર્ષમાં એ સાહિત્યથી જુદા રૂપનું સાહિત્ય રચાવા માંડ્યું ગણાય. પણ એ પલટો જો બહુ જ સ્પષ્ટ રીતે જુદા સ્વરૂપનો ન હોય તેમ લાગે તોયે ૧૯૫૫ સુધીનું રચાયેલું સાહિત્ય, અને એ પહેલાંનું, 1930થી 1955 સુધીનું રચાયેલું સાહિત્ય, કેટલું બધું અલગ તરી આવે છે? એમાં માત્ર અભિવ્યક્તિની રીતિ જ નથી બદલાઈ, પણ કથ્ય વસ્તુ પણ કેટલું બધું બદલાઈ ગયું છે? ૧૯૩૦-૪૦ આદર્શો માટેની અથડામણ અને ૧૯૫૫ પછીના નિરાશાના સૂરઃ “વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી”ની કવિની આદર્શોન્માદભરી મથામણ અને “હું કોણ? હું કોણ? હું કોણ?” ચિત્કારતા કવિનું પોતાની વ્યક્તિમત્તા વિશેનું કરુણ અભાન, “બમણા ગામની ભંગડી’ની સ્થિતિ જોઈ પોકારી ઊઠતું સમભાવભર્યું દિલ, અને

“અહીં તો મચ્છરિયા મહારાજાનું શાસન છે.
::: “અહીં તો મચ્છરિયા મહારાજાનું શાસન છે.
તેની જે બોલો! તેનો જેકાર કરો”
::: તેની જે બોલો! તેનો જેકાર કરો”
ની પંક્તિઓમાં ભરેલી ભારોભાર કટાક્ષભરી નિરાશા (આગલા યુગનો કવિ હોત તો એ મચ્છરિયા શાસનને તોડીફોડી નાખવા આક્રોશ કરતો હોત) – આ બધું જ સ્પષ્ટ રીતે સર્વાંગી પલટાનું સૂચન કરે છે. એ આગલા યુગને આપણે અમુક પ્રમાણમાં ગાંધીવાદનો, અમુક પ્રમાણમાં વાસ્તવવાદનો અને તેના અમુક તબક્કામાં પ્રગતિવાદનો યુગ કહીએ છીએ. આજે ગાંધીવાદનો કોઈ હિસાબ ગણતું નથી. પ્રગતિવાદનું નામ પડતાં નાકનું ટેરવું ઊંચું ચડી જાય છે અને વાસ્તવવાદને તો જાણે એ કોઈક અસાહિત્યિક પ્રવૃત્તિ હોય તેવો ગણવામાં આવે છે. આજનો છિન્નતાનો, ભિન્નતાનો, અસ્તિત્વ પામવા પહેચાનવાની મથામણનો યુગ ગમે તે નામે પોતાને ઓળખાવે પણ તે પહેલાંના યુગથી સદંતર જુદો બની ગયો છે – અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેમાં-તે વિશે મતભેદ હોવાની શક્યતા નથી.

એ જ પ્રમાણે એ આગલો યુગ – ગાંધી, પ્રગતિ, વાસ્તવવાદનો – તેના આગલા યુગ કરતાં સ્પષ્ટપણે જુદો નહોતો પડી ગયો? એ પહેલાંના યુગની સમાજસુધારાની ઝંખના, વસ્તુના દિવ્ય અને ભવ્ય સ્વરૂપને જોવા આલેખવાનો મોહ તો ખરો જ, પણ માત્ર એ જ વસ્તુ કાવ્ય સ્વરૂપે રૂપાંતર પામવાની અધિકારી, અન્ય કોઈ નહીં, તેવો તેનો સ્પષ્ટ મત, સ્પષ્ટ રીતે નીતિવાદી ન હોય તે વાત તો સાહિત્યની સંજ્ઞા પણ ન મેળવી શકે તેવો તેનો પ્રખર આગ્રહ – આવાં તો અનેક કારણોને લીધે તે એની પછીથી આવતા નવા યુગથી કેટકેટલો ભિન્ન તરી આવે છે? અને એને અંગે એ બંને યુગોની અભિવ્યક્તિની રીતિ પણ કેટલી બદલાઈ ગઈ છે? બંને સમયની કવિતામાં સંસ્કૃત વૃત્તો બહુધા વપરાતાં હોવા છતાં ન્હાનાલાલ કે બળવંતરાયનું વૃત્ત એ ઉમાશંકર કે સુંદરમ્‌નું વૃત્ત નથી રહેતું.

18,450

edits