પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
અનંતરાય રાવળનો જન્મ પહેલી જાન્યુઆરી ૧૯૧૨ના રોજ અમરેલીમાં થયેલો. તેઓ બે વર્ષના હતા, ત્યારે તેમનાં માતાનું અવસાન થયેલું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. ૧૯૨૮માં મૅટ્રિક થયા. કૉલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કૉલેજમાં કર્યો. ૧૯૩૨માં બી.એ. થયા. સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ. થયા. એમની સાહિત્યરુચિ ઘડવામાં પ્રો. રવિશંકર જોશીએ મહત્ત્વનો ફાળો આપ્યો. એમ.એ. થયા પછી મુંબઈના, ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે જોડાયેલા. તેમણે ૨૫ વર્ષ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. એમ કહેવાય કે તેમણે ગુજરાતી અધ્યાપકો અને વિવેચકોની એક પેઢીને ઘડી.
<center>'''ત્રીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી અનંતરાય મ. રાવળ'''</center>
 
* અનંતરાય રાવળનો જન્મ પહેલી જાન્યુઆરી ૧૯૧૨ના રોજ અમરેલીમાં થયેલો. તેઓ બે વર્ષના હતા, ત્યારે તેમનાં માતાનું અવસાન થયેલું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. ૧૯૨૮માં મૅટ્રિક થયા. કૉલેજનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કૉલેજમાં કર્યો. ૧૯૩૨માં બી.એ. થયા. સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ. થયા. એમની સાહિત્યરુચિ ઘડવામાં પ્રો. રવિશંકર જોશીએ મહત્ત્વનો ફાળો આપ્યો. એમ.એ. થયા પછી મુંબઈના, ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે જોડાયેલા. તેમણે ૨૫ વર્ષ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. એમ કહેવાય કે તેમણે ગુજરાતી અધ્યાપકો અને વિવેચકોની એક પેઢીને ઘડી.
અનંતરાય રાવળ બીજા ધોરણમાં હતા ત્યારે મૂળજીભાઈ કરીને એક શિક્ષકે ‘સરસ્વતીચંદ્ર’ની વાત કરેલી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર’નું આકર્ષણ ત્યારથી થયેલું. ગોવર્ધનરામ અને ન્હાનાલાલ એમના પ્રિય લેખકો રહ્યા છે. તેમનો પહેલો લેખ કૉલેજના મૅગેઝિનમાં પ્રગટ થયેલો. એ લેખ ન્હાનાલાલ ઉપરનો હતો. તેમણે ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ અને ‘ઊર્મિ અને નવરચના’માં ઘણા લેખો લખ્યા છે. રાવળસાહેબ વિવેચનને ‘ધરમનો કાંટો’ કહે છે.

રાવળસાહેબે અનુવાદ, સંપાદન અને વિવેચનનાં પુસ્તકો આપ્યાં છે. ‘સાહિત્યવિહાર’ (૧૯૪૬), ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્ય વિવેક’ (૧૯૫૮), ‘સાહિત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙ્‌મય’ (૧૯૬૭), ‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪), ‘અનુદર્શન’ (૧૯૮૮) તેમના વિવેચનસંગ્રહો છે.

Line 11: Line 14:
૧૯૫૫માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. રાવળસાહેબે ગુજરાત કૉલોજ ઉપરાંત ૧૯૫૯-૬૦ દરમિયાન જામનગરની ડી.કે.વી. કૉલેજમાં આચાર્યપદ, દસ વર્ષ સુધી ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની કામગીરી કરી અને ૧૯૭૦માં ભાષાનિયામકના પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. એક વર્ષ એ ભવનના નિયામક પણ રહેલા. રાવળસાહેબે સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાઓ આપી હતી. સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ સમિતિ, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા વગેરે સંસ્થાઓમાં તેમણે સેવાઓ આપી હતી.

૧૯૭૯માં વડોદરામાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા. તેમનું અવસાન ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ અમદાવાદમાં થયેલું.

વક્તવ્ય
'''વક્તવ્ય'''
સર્જકો, વિવેચકો અને ભાવકો તરીકે વાગીશ્વરીના ઉપાસક સહધર્મીઓ.

आदिक्षान्ता, अक्षयमूर्त्या, विलसन्ती, शब्दब्रह्मानंदमयी અને तडिदाभा કહી આદિ શંકરાચાર્યે જેની સ્તુતિ કરી છે તે પરમ શક્તિના વાગીશ્વરી-સ્વરૂપનું સ્મરણવંદન કરી, જે પ્રથમ શબ્દો મારે ઉચ્ચારવાના થાય છે તે આભારની લાગણીના છે. ગોવર્ધનરામ કેશવલાલ ધ્રુવ, નરસિંહરાવ, આનંદશંકર, રમણભાઈ, ગાંધીજી, મુનશી આદિએ શોભાવેલા આ સ્થાને ઊભતાં અંતરમાં થતો ક્ષોભ-સંકોચ હું જ જાણું છું. એ માટેની મારી લાયકાત શી? સિવાય સાડાચાર દાયકાનું સાહિત્યવાચન, એનું સાડાત્રણ દાયકાનું અધ્યાપન અને એને નિમિત્તે જે થોડુંઘણું લખી શકાયું તે? એ જે લખાયું-છપાયું છે તેય વિવેચન, સંપાદન, ચયન અને સાહિત્યના ઇતિહાસલેખનનું, સર્જક અને સર્જનના આ કાળમાં કેટલાકને કહેવું ગમશે એવું પરોપજીવી પ્રકારનું. સર્જનાત્મક તો સમ ખાવા પૂરતું એક કાવ્ય, ત્રણ વાર્તાઓ અને સાતઆઠ હળવા નિબંધો સિવાય કંઈ નહિ. અભિલાષા હતી તો એ એક જ, નરસિંહરાવ જેવા દુરારાધ્ય મનાયેલા પરીક્ષકને હાથે એમ.એ. પરીક્ષામાં મળેલા જશને તથા તેના જ ફળ રૂપે મળેલા ગુજરાત કૉલેજમાંના કેશવલાલ ધ્રુપના આસનને પાત્ર ઠરવાની અને બન્યા રહેવાની. અનુષંગે થઈ શકેલ લેખન-પ્રકાશન પાછળની વૃત્તિ કે ભાવના હતી ગુજરાતના સાહિત્યમંદિરની અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતીનું ગંધાક્ષતાદિ ઉપચારથી પૂજન કરવા ઇચ્છતા ભક્ત કે પૂજારીની. એવા માણસનું થોડું કર્યું ઘણું માની તેનું જ એક નામ સૂચવાયાના અકસ્માતે અને તેને માન આપતા પરિષદના બંધારણે આપની વચ્ચેથી ઊંચકી મને અહીં આપ સૌની સામે ઉપસ્થિત કર્યો છે. ‘મને મોટો કર્યો મહારાજ, મને કેમ વીસરે રે’ એ પ્રેમાનંદના સુદામાના આભાર-ગદ્‌ગદ શબ્દોમાં જ મારો હૃદયભાવ મારે એ માટે અત્યારે વ્યક્ત કરવાનો રહે છે.

Line 66: Line 69:
{{space}} मृत्योर्मा अमृतं गमय ।  
{{space}} मृत्योर्मा अमृतं गमय ।  
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૮
|next = ૩૧
}}
18,450

edits