પલકારા/હિમસાગરના બાળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 408: Line 408:
આઠમે દિવસે માલો એકલો જ રહ્યો. એનું ક્લેવર એક ઠેકાણે ઢળી પડ્યું.  
આઠમે દિવસે માલો એકલો જ રહ્યો. એનું ક્લેવર એક ઠેકાણે ઢળી પડ્યું.  
વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું.  
વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું.  
મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ  
મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ યુદ્ધ માંડ્યું. હથિયાર વગર મુક્કે મુક્કે એણે દુશ્મન સામે ટક્કર ઝીલી.
*
બીજે દિવસે માલાના જ ગામડાના એક જાતભાઈએ ત્યાં ભટકતાં ભટકતાં ઓચિંતા એક વરુને અને માનવીને પડેલા જોયા : વરુ ખલાસ થયું હતું; માનવીના મોં પર જખમોનું ઢાંકણ થઈ ગયેલું હતું.
માંડ માંડ ઓળખાયો: “આ તો માલો ! વરુએ ચૂંથી નાખ્યો છે; પણ થોડો થોડો જીવ છે હજુ.”
કુત્તા ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા.
[૧૬]
એના લોહીલોહાણ ચહેરા ઉપર ઈવાની અને જૂનીની અશ્રુધારાઓ રેડાઈ; ચુંબનોના મલમપટા થયા. બન્ને ઓરતોની ધીરી ધીરી ફૂંકે, ‘માલા ! માલા !’ એવા આર્તશબ્દોએ અને આંખોમાં આંસુની ધારા છતાં જૂનીના ખી-ખી-ખી-ખી હાસ્ય-સ્વરે આ સૂતેલા શિકારીને જાગૃત કર્યો : આંખોમાં દીવડા પેટાયા. ધીરું ધારું હસીને માલાએ પોતાના દેહ પર ઝળુંબેલી ઈવાને કહ્યું : “માનવીને જરા વધુ રોકાણ થઈ ગયું, ખરું !”
“ગામને બહુ વપત પડી, માલા !”
“શું કરું ! જરા વધુ રોકી પાડ્યો ભાઈબંધોએ. એ તો નીકળવા જ ક્યાં દેતા હતા ? ખેર ! આખરે તમારી બાથમાં પહોંચી ગયો ને ! હવે તો — હવે તો આજની રાત વિસામો મળી જશે. એટલે સવારે માલો દોટ કાઢશે શિકાર ગોતવા. આજની એક જ રાતનો આરામ મળી જાય ને, ઈવા, એટલે બસ !”
નાનાં બચ્ચાં બાપની છાતી પર બેસીને ગેલ કરવા લાગ્યાં.
સંધ્યા નમતી આવે છે, તેમ તેમ વગડાના બરફ ઉપર કુત્તા ગાડીના પછડાટ સંભળાય છે.
આખરે કત્તાઓના ‘ડાઉ, ડાઉ’ – સ્વરો પણ કાને પડ્યા.
“ઈવા ! જૂની !” માલાએ ઝીણી નજરે નિહાળીને જણાવ્યું : “ગોરા ભાઈબંધો પાછા પોગી ગયા.”
“માલાને પાછો લઈ જાવા ?”
“હા, ને નહિ તો બંદૂકે માલાના માથામાં નીંદર ભરી દેવા : આવી પોગ્યા !”
માલો હસ્યો.
“સબૂર, મૈયા !” પોતાના ભાઈને એ ચાલ્યા આવતા બંદૂકદાર શત્રુઓ સામે તીર ચડાવતો રોકીને માલાએ શાંતિથી કહ્યું, “તારા તીરને સાબરના ધણ સારુ સાચવી રાખ, ભાઈ ! ગામલોકોને ભૂખ્યાં સુવાડતો નહિ કદી. માલો તો શિકારીને શોભે તેવા જ મોતની ભેટ કરવા ચાલી નીકળે છે. કેમ કે હું જીવતો રહીશ ત્યાં સુધી ગોરાઓ આપણા આખા ગામનો દાટ વાળી દેશે. એની કને બંદૂકો-કારતૂસોનો પાર નથી.”
એમ કહીને એણે નાનાં બાળને હૈયા પર ઊંચકી લઈ બચીઓ ભરી, દુવા દીધી : “જલદી જુવાન બની જઈ તીર-ભાલાં નાખતાં થઈ જાઓ, મારાં બચ્ચાંઓ !”
પછી એ જૂની તરફ ફર્યો; ચુંબન લીધું : “જૂની ! બાળકોને સાચવીને મોટાં કરજે, હો! તેં ઘણી ચાકરી કરી છે. માનવીની.”
દડ દડ આંસુ ખેરતી જૂની હસી : ખી-ખી-ખી-ખી !
છેલ્લો વારો ઈવાને ભેટવાનો હતો. ઈવાના સુડોળ મુખને હડપચીથી ઊંચી કરી, એની આંખોની ભીનાશમાં માલો પોતાના આત્માને ઝબકોળી રહ્યો. એ આટલું જ બોલ્યો : “માનવી માનવીને વીસરી શકશે નહિ.”
સહુ સૂનસાન ઊભાં થઈ રહ્યાં. ધરતી પર માલાના બૂટ ચમચમતાં ગયાં.
સહુને જાણ હતી કે માલો ક્યાં જતો હતો.
[૧૭]
સામે જ સાગર લાંબી નીંદરમાંથી સળવળતો હતો. એની ફરસબંધી તૂટી રહી હતી. થીજેલાં નીર બંધનમુક્ત બની રહ્યાં હતાં. ન સંભળાય તેવા કોઈ ઘણના ઘાએ ઘાએ બરફના પહાડો ભેદાતા હતા. પાતાળ પોતાનું મોં ફાડી ફાડીને શ્વેત હિમગિરિઓને હોઈયાં કરતું હતું. દરિયાઈ ધરતીકંપ ચાલી રહ્યો હતો. રસાતલ ઉલેચાતું હતું જાણે.
એ કાળ-ઘમસાણની દિશામાં માલાએ પગલાં માંડ્યાં. પાણીના જાગી ઊઠેલ ધોધ એને સાદ પાડતા હતા.
પછવાડે ચીસ પડી : “મા…લા ! મા…લા ! ઘડી વાર ! ઘડી વાર !”
ઈવા દોટ દેતી આવી પહોંચી.
માલો ઊભો રહ્યો : “કેમ ?”
“માલા ! મોટી નીંદરમાંય માનવીનાં કલેવરની સોડ ઈવાને મીઠી લાગશે. ઈવાને એકલી ન મેલીશ.”
“ચાલો ત્યારે, ઈવા !”
બેઉ ચાલ્યાં. દરિયો તૂટે ત્યારે પશુપંખી પણ ભાગે છે. આ બે માનવીઓ એ વિરાટનાં જડબાંમાં હોમાવા સામે હૈયે ચાલ્યાં જાય છે.
ખડકો પછી ખડકો કુદાવતાં જાય છે. થોડાંક ડગલાં – અને દરિયાના ઘમસાણમાં : જ્યાંથી પાછા ફરવાનું રહેશે નહિ.
પછવાડે ફરી વાર કોઈકના હાકલા થયા : “માલા ! ડોન્ટ ગો ! માલા ! સ્ટોપ ! સ્ટોપ !” (માલા ! જાઈશ મા ! માલા ! થોભ ! થોભી જા !)
યુગલ ઊભું રહ્યું : પાછળ દૃષ્ટિ કરી.
બેઉ જૂના ગોરા ભાઈબંધો દોડ્યા આવે છે. હાથમાં બંદૂકો છે. સાદ પાડે છે : “માલા ! પાછો વળ ! પાછો વળ !”
હસીને યુગલ આગળ ચાલે છે. સમુદ્રની શ્વેત ભીષણ આરામગાહ યુગલને સાદ દઈ રહી છે.
તરતી બરફ-શિલાઓ ઉપર પગ દેતાં દેતાં બેઉ આગળ ચાલ્યાં : આગળ ને આગળ. કદમ ઉપાડે છે ત્યાં જ એ પછવાડેનો બરફ ફાટીને પાતાળનાં દ્વાર ઉઘાડે છે : હ…ડુ…ડ…ડુ ! બરફના મોટા પહાડો ગરક થાય છે.
ગોરાઓની બૂમ પડી: “માલા ! ખડો રહે, ખડો રહો, નહિ તો હમણાં ઠાર થયો જાણજે !”
એવા હાકલા સાંભળીને યુગલ ફરી પાછું ઊભું રહે છે : માલો પછવાડે જુવે છે : ગોરા ભાઈબંધની બંદૂક એના ઉપર નિશાન લેતી દેખાય છે.
ઈવાને ખભે હાથ ઠેરવી માલો છાતી ધરી બંદૂકોની તાક સામે ઊભો રહે છે : હસે છે.
ગોરાના હાથમાં બંદૂક થંભી રહી; થોડો ન ચાંપી શકાયો. એણે પોતાના જોડીદારને કહ્યું : “નહિ ફોડી શકાય. મારા હાથ નથી ચાલતા. માલો હસે છે.”
યુગલ ઠેક્યું; પાણીમાં ઘસડાતા જતા એક બરફ-ડુંગર ઉપર ચડી ગયું.
તરતો પહાડ ચાલ્યો જાય છે. થોડે દૂર જ અતલ નીરની ઘૂમરીઓ ફરી રહી છે. હમણાં જ આ તરતો તરતો તણાયે જતો પહાડ ત્યાં પહોંચીને રસાતલમાં સમાઈ જવાનો છે.
“ગુડ બાય ! ગુડ લક, માલા ! (સલામ, માલા !)” કિનારેથી બંદૂકવાળાઓની બૂમ પડી.
કાળના શિખર પરથી માલાએ સામી શાંતિભરી સલામ કરી.
ઈવાનાં નેત્રો માલાના મોં સામે જ સ્થિર થઈ રહ્યાં.
જગતમાં એવું નેત્રનિર્વાણ બીજે ક્યાં હશે ?
બરફનો પહાડ હિમસાગરનાં બે બાળને લઈ એક પ્રચંડ ધોધના વહેણમાં લેવાયો.
થોડીક જ વાર પછી —
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits