પવનના પેટમાં પોઢેલો પવન: Difference between revisions

no edit summary
(Created page with "== પવનના પેટમાં પોઢેલો પવન / — ચિનુ મોદી == {{Poem2Open}} 1. ‘અથવા અને’ વાંચતાં પ...")
 
No edit summary
Line 1: Line 1:
== પવનના પેટમાં પોઢેલો પવન / — ચિનુ મોદી ==

{{Poem2Open}}  
{{Poem2Open}}  
1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં
'''1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં'''
(અ)
{{Center|(અ)}}
બોમ્બેમ્યુચિઅલ બિલ્ડિંગ રિલીફ રોડ અમદાવાદમાં આવ્યું. એને છઠ્ઠે માળે શ્રી પ્રબોધ રાવલ, શ્રી હરિપ્રસાદ વ્યાસ (અને કદાચ હરિહર ખંભોળજા) એક સામયિક ‘યુવક’ ચલાવે – રાધેશ્યામ શર્માની સંપાદન-સહાયથી. એક શનિવારે વડોદરાથી બે કવિને આ સ્થળે કવિતા વાંચવા બોલાવાયા! ગુલામ મોહમ્મદ શેખ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ.

લાભશંકરને લીધે હું પણ ઉપસ્થિત હતો. એક તરફ ‘રે’ના પ્રાદુર્ભાવની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે આ બે કવિઓએ કાન સરવા રાખી સાંભળવી પડે એવી પંચેન્દ્રિયગ્રાહ્ય રચનાઓ વાંચી. બુધસભાના હું ને લાભશંકર. મને તો છંદની જાળવણી વગર પણ કવિતા શક્ય થાય છે, એ વાતથી જ રોમાંચ થયો.

શેખને પહેલી વાર 1961ની આસપાસ પહેલા જોયા ને સાંભળ્યા.

જાણ્યા તો આજ સુધી નથી, પણ, કદાચ આ લેખને અંતે શેખના આંતરવ્યક્તિત્વ અને એની ભાષાની ખટાપટીને પામી શકીશ એમ લાગે છે.

(બ)
{{Center|(બ)}}
કોઈ એક સામયિકમાં હમણાં બહુ બહુ વરસે શેખની 2013માં કવિતાઓ વાંચી અને મારો રોમાંચ મારી પાસે ફોન કરાવીને જંપ્યો. ભૂપેન ખખ્ખરના મૃત્યુ પછી દસ વર્ષે સ્મરણસભા અમદાવાદની ગુફામાં યોજાઈ ત્યારે –

બહુ બહુ વરસો પહેલાં ન્યૂ જર્સીમાં રોહિત શાહને ત્યાં જેમને જોયેલાં એ નીલિમા (ભાભી કહેવાય? કહેવાયસ્તો) ભાભીને મેં કહ્યું :

‘શેખ હવે કવિતા ઝાઝી લખે એમ કહેજો.’
‘શેખ હવે કવિતા ઝાઝી લખે એમ કહેજો.’
કવિતાના ઘરથી બહુ બહુ દૂર ધકેલાયા પછી શેખ પાછા કવિતા ભણી વળ્યા છે, ત્યારે ગુજરાતી ભાષાને પ્રોડિગલ સન પાછો આવ્યાનો રોમાંચ થતો હશે – એવું રોમૅન્ટિક વાક્ય મનમાં આવ્યું તે રદ કરી, શેખની કેટલીક કવિતાઓ સમયે સમયે કેવી બદલાઈ છે, એનો આલેખ આપીશ.

2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં
'''2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં'''
(અ)
{{Center|(અ)}}
લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે–

ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં
ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં
Line 20: Line 20:
સાચા જેવું ચીતર્યું રે લોલ
સાચા જેવું ચીતર્યું રે લોલ
–આવું જ લખતા રહ્યા હોત તો લાભશંકર ઠાકર રમેશ પારેખને ગુજરાતી કવિતાના અમિતાભ બચ્ચન કહે છે, એ બિરુદ શેખને એમણે આપ્યું હોત. લયના કામાતુર રાજવીને લયરહિત કરવાથી ગુજરાતી કવિતાને એકંદરે લાભ જ થયો છે; કારણ કે ગીતોમાં public idiomsનો જ ઉપયોગ થતો હોવાથી એ લોકપ્રિય થાય છે. શેખને તો આપણી ભાષાના નવા idioms આપવાના હતા.

શેખની 1960થી 1970 દરમ્યાનની રચનાઓમાંથી બહુચર્ચિત રચનાઓ વિશે સહુ સાથે મારે સૂરમાં સૂર જ પુરાવવાનો છે. પરંતુ જેના વિશે ક્યારેય વાત ન થઈ હોય અથવા ક્યારેક જ ઉલ્લેખ પામેલી હોય એવી એક રચનાના આંતરબાહ્ય વિશ્વને તપાસવાનો ઉપક્રમ યોજવો છે. એટલે કે ‘એવું થાય છે’, ‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’, ‘બપોરની ઊંઘનો સ્વાદ’, ‘નિદ્રાના ફળને’, ‘દૂરના સમુદ્રની છાતી’, ‘ઓર્ફિયસ’, ‘માણસો’, ‘સ્ટીલ લાઇફ’, ‘જેસલમેર’ જેવી રચનાઓને બાકાત રાખીને વાત કરીશ. આ રચનાઓ વિશે ફરી વાત માંડવાની ઇચ્છા આ ક્ષણે નથી. પણ શેખની અપૂજ રહેલી આ ગાળાની એક રચના વિશે વાત કરવી છે – માંડીને. રચના આમ છેઃ

‘સ્મૃતિ’
‘સ્મૃતિ’
Line 60: Line 60:
જેવી કવિકર્મ સિદ્ધ કરતી પંક્તિઓ પાસે વારંવાર જઉં છું અને પ્રત્યેક વાર જુદું જુદું ભાવવિશ્વ રચી પાછો આવું છું. અહીં દલપતરામની રચના જેમ એક અર્થવિશ્વ જ રચાતું નથી. દરેક ભાવકને અને એકના એક ભાવકને સમયે સમયે સજ્જતા વધવાથી નોખો નોખો અનુભવાનંદ આપે એવી ક્ષમતા ધરાવે છે.

આવું ગુજરાતી ભાષાની કવિતામાં વારંવાર નથી બન્યું.

(ક)
{{Center|(ક)}}
મને શેખની અલ્પખ્યાત બીજી રચનાએ કાવ્યાનંદ આપ્યો છે તે આમ 1962માં શરૂ થાય છે; પણ, 14-1-1974ના રોજ એની અંતિમ વાચના આપણને હાથવગી થાય છે. આ રચના નીચે શેખનું નામ ન હોય તો એ શેખે લખી છે એવું રસિક શાહ તો ઠીક જયંત પારેખ પણ ભાગ્યે જ કહી શકે. એનો અર્થ એ કે ઈ.સ. 1961ના શેખ ઈ.સ. 1974માં બહુબહુ અદલાયા-બદલાયા છે. એ સારા કવિનું કાયમી લક્ષણ લેખાયું છે અને એમાંય ‘મેજોર પોએટ’નું સારલ્ય આ રચનાનું સર્વસ્વ છે, હું એના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાનો નથી કારણ એની સાદગી જ એવી છે કે કોઈ ઇન્ટરપ્રિટર અથવા આસ્વાદકની એને આવશ્યકતા નથી. એ શબ્દોનું સર્જકત્વ તમને direct મળે એમ હું ઇચ્છું છું. કાવ્ય આમ છેઃ

પાણીની જેમ
પાણીની જેમ
Line 81: Line 81:
આવી ક્ષણોમાં વ્યક્ત થવું અને એય ભાષામાં – કેવું દુષ્કર!

આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ.

(ખ)
{{Center|(ખ)}}
હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.

કાવ્ય આમ છેઃ
કાવ્ય આમ છેઃ
Line 122: Line 122:
વળે/તળે/ગળે અને ઝળહળે એ રવાનુકારી શબ્દ-આયોજન શેખની શબ્દમાંથી નાદ નિપજાવવાની ક્ષમતાને પ્રગટ કરે છે.

બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે.

(ઘ)
{Center|(ઘ)}}
એકવીસમી સદીના પ્રારંભમાં શેખ એક રચના કરે છે, એની રચ્યાતારીખ છે – ના, તારીખ પણ નથી, સાલ છે – 2002-2003. કાવ્યનું શીર્ષક છે ‘પાછા ફરતાં’ (શેખનો એક નિબંધ છે ‘ઘર તરફ પાછા ફરતાં’ – આવું શીર્ષક સાંભરણમાં છે.). કાવ્યનું કદ શેખની લગભગ રચનાઓ કરતાં ઘણું મોટું છે. જો કે દીર્ઘ કવિતા લખવાનો મનમાં ઉપક્રમ હશે, એવું લાગે છે; પણ આ રચના કવિએ લખવા ધારેલી દીર્ઘ કવિતાનો એકાદ ખંડ હોય એમ મને લાગે છે.

‘આયુષ્યના અવશેષે’નો રાજેન્દ્રભાઈનો નાયક અને શેખનો નાયક આમ તો એક જ પરિસ્થિતિમાં મુકાયા છે. રાજેન્દ્રભાઈનો નાયક ‘આયુષ્યના અવશેષે’ ઘર તરફ - વતનના ઘર તરફ પાછો આવે છે–

Line 200: Line 200:
આગળ કેમ નથી આવતું?
આગળ કેમ નથી આવતું?
મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું.

3. ‘અથવા અને’ વાંચ્યા પછી
'''3. ‘અથવા અને’ વાંચ્યા પછી'''
1
{{Center|1}}
શેખ પાસે આપણને ગુજરાતી કવિતારસિક તરીકે કેટલાક હક મળે છે. આ હક શેખસાહેબ, કૉહે તૂર પરથી ઊતરી આવેલી આયત જેવા મોંઘા, મૂલ્યવાન, કીમતી છે.

ગુજરાતી કવિતારસિકને આપની પાસેથી સતત કવિતા મેળવવાનો અધિકાર છે. તમારા બે સમર્થ સમકાલીન લાભશંકર-સિતાંશુ જેમ તમારી કવિતાની ગુજરાતી ભાષાને ઘડાવા માટે જરૂર છે. તમે તળ ગુજરાતી શબ્દમાંની કેવળ નાદ-શક્તિ નહીં, ચિત્ર-શક્તિને પણ સુપેરે પરખો છે.

જેમ જેરામ પટેલ હજી ચિત્રકાર્યમાં રત છે – તમે કેવળ ચિત્રને નહીં, કાવ્યને પણ તમારી સર્જકત્વશક્તિનો લાભ આપો. ‘માણસની વાત’, ‘વખાર’ જેવું દીર્ઘકાવ્ય આપની પાસેથી પણ પામવાનો અમને ભાવકોને અધિકાર છે.

ચાલો, આમીન કહો (નાટ્યકાર; ચિનુ મોદી)
ચાલો, આમીન કહો (નાટ્યકાર; ચિનુ મોદી)
2
{{Center|2}}
શેખની કલ્પનશક્તિ, તળશબ્દને અન્ય એવા જ શબ્દની સંનિધિ આપવાની સહજ કુનેહ (દા.ત., ‘આ એક લઈ ગડી તે સમડી કે ફફડેલી ડાળની છાયા?), અમૂર્ત અનુભૂતિને સરળ રીતે વ્યક્ત કરનારી ભાષાની નાદ અને ચિત્રશક્તિનો વિનિયોગ (દા.ત., ‘ચામડીની ભોગળો ભાંગે છે’) અને શેખ ઇચ્છે એવી કુમાશ ને બરછટતા ભાષા દ્વારા સિદ્ધ કરે છે. દા.ત.,

‘આછરેલા પાણીના અરીસામાં
‘આછરેલા પાણીના અરીસામાં
Line 212: Line 212:
ટગર ટગર તાકતું’ (‘મૃત્યુ’)
ટગર ટગર તાકતું’ (‘મૃત્યુ’)
‘કમાઈએ મારું પેટ કાપી આંતરડે નકશા દોર્યા’ (‘સૈનિકનું ગીત’)

3
{{Center|3}}
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ.
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ.
***
***