પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 59: Line 59:
"કોઠે વંતરી ભૂત શિકોતેર/ અગ્નિ વાયુ જળ/ રમે ચોપાટ" – કે "શબ્દ વિના અંધારાને પણ લાગે બીક/ ... ... / શબદ વિના માટી મરે/ મરે સૂરજનું તેજ/ શબદ વિના તેતર મરે/ મરે વાયુ ને ભેજ"–
"કોઠે વંતરી ભૂત શિકોતેર/ અગ્નિ વાયુ જળ/ રમે ચોપાટ" – કે "શબ્દ વિના અંધારાને પણ લાગે બીક/ ... ... / શબદ વિના માટી મરે/ મરે સૂરજનું તેજ/ શબદ વિના તેતર મરે/ મરે વાયુ ને ભેજ"–
તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું.
તો એ પદાવલિઓ કશા સુદીર્ઘ સમયથી ઠરી ગયેલા વિચારપિણ્ડને નથી ઢંઢોળતી? હાંસિયામાં ધકેલાઈ ગયેલી જીવન-ઢબછબની યાદ નથી અપાવતી? અગ્નિ વાયુ જળ વડે રમાતી એ ચોપાટ કઈ? અન્ધકાર માટી તેજ વાયુ ભેજ કે તેતર સાથેનો શબદનો કયો અનુબન્ધ કે સમ્બન્ધ? ટૂંકમાં, એ કાવ્યવસ્તુ ઘણું જ ઘણું રહસ્યસૂચક અને તેથી ધ્યાનપાત્ર છે. જો એવું ધ્યાન અપાય તો એ વસ્તુ અને કવિની સર્જકચેતના વચ્ચેના અણજાણ સમ્બન્ધને ઓળખવાની ઘડી આવે. પણ એમ ધ્યાન નથી અપાતું.
.:૪ઃ
રૂપપરક સમીક્ષા પોતાની શરૂઆત હમેશાં કૃતિ લઈને કરશે. રસકારણ સમજાવશે. પણ એક સવાલ કરુંઃ એવું કશું ભણતર ન હોય તો પણ વાચકોને મજાઓ પડતી હોય છે – તે કેમ? મારો ઉત્તર એ છે કે એ મનુષ્ય છે, ભલે શિક્ષિત-દીક્ષિત ભાવક નથી. મારું મન્તવ્ય છે કે વાચકને પોતાની રીતનો રસતોષ હમેશાં થતો હોય છે. ભલે એ રસતોષને શાસ્ત્રનો સધિયારો ન હોય. કશી ચોક્કસ કલા-સમજ વિના એ સર્જકને ઓળખતો થઈ જાય છે. જેમકે, આ ૪ કવિવર્યોના બારામાં એવું જરૂર થયું છે. જેમકે, એ તરત કહેશે, આ રચના હરીશની છે, વિનોદની નથી. આ રચના મણિલાલની નથી, બાબુની છે. નિજી અને સ્વૈર ભૂમિકાના આવા રસતોષનું શું કારણ હશે?
મારો ઉત્તર છે કવિની સિગ્નેચર, એનો માર્કો, એની વૈયક્તિક વિશેષતા. એ વિશેષતાનું એના વડે ભાત-ભાતની રીતે થયા કરતું વિકસન. આ સિગ્નેચર એવી વસ્તુ છે જેની કશી વ્યાખ્યા કરી શકાતી નથી, એને શાસ્ત્રમાં બાંધવાનું કામ કપરું છે. મને કહેતાં આનન્દ થાય છે કે હરીશ, વિનોદ, મણિલાલ કે બાબુ ભલે આયોજકોને અનુ-આધુનિક કાવ્યોત્સવનાં સર્વસાધારણ કે સહિયારાં ભાજન લાગ્યાં હોય પણ એ ચારેય કવિવ્યક્તિ છે, એકમેકથી વ્યાવર્તક છે, વિશિષ્ટ છે, ચારેયની પોતાની સિગ્નેચર છે.
આ સિગ્નેચર મારા વક્તવ્યનો બીજો સૂર છેઃ એને હું મને અપાયેલા સમયમાં સમેટવા ચાહું છુંઃ
મુખ્ય મારે એ જણાવવું છે કે કોઈપણ કલાકારની સિગ્નેચર બને છે શી રીતેઃ પુષ્કળ લખવાથી? ના, હરગિજ નહીં! એ તો બને છે ‘દત્ત’ અને ‘નિપુણતા’ના સંયોગથીઃ આ પ્રકારેઃ પોતાને જે અપાયેલું છે એ ‘દત્ત’ને – ‘ગીવન’ને – કવિ પચાવે છે. પોતાને અપાયેલાં જન્મ પરિવાર ઉછેર કેળવણી સમાજ-સંસ્કૃતિ અને સમ્પ્રાપ્ત સાહિત્યિક સંસ્કૃતિને બલકે પોતાને મળેલી ઈશ્વરદત્ત સર્જકતાને પણ એ પચાવે છે. ને એને પોતાની નિપુણતા સાથે સંયોજે છે. પરિણામે એ ઘણું કમાઈ શકે છે, ઍક્વાયર કરી શકે છે. એનું એ ‘અર્જિત’ એની જમીન બને છે જે પર ઊભો રહીને એ પોતાનાં સર્જનાત્મક ઉડ્ડયનો સાધતો હોય છે.
જુઓ, આ જમીન-ઉડ્ડયન-ના નિદર્શનને મૌન અને શબ્દ, અંકન અને ઉલ્લંઘન, કેન્દ્ર અને વર્તુળ કે આપણે જેના ચતુરસુજાણ ગણાઈએ છીએ એ અભિધા અને વ્યંજના પણ કહી શકીએ.
હરીશે ગુજરાતી સાહિત્યમાં આકાર પામેલી આધુનિક વેદના-સંવેદનાને અને તેની સામેના દીસતા સાધુસન્તશીલ રહસ્યલોકને તેમજ એ બન્નેથી એકસામટા પ્રગટેલા જીવનતત્ત્વબોધને જાણ્યો-માણ્યો છે. વિરુદ્ધ દીસતી એ બન્ને પરમ્પરાઓના મર્મને પચાવ્યા છે. એ દત્ત સાથે એમની નિપુણતાનો સંયોગ થયો ને ત્યારે આપણને "ધ્રિબાંગસુંદર કાણ્ડ" અને "મૂવિન્ગ ઑન માય ઓન મૅલ્ટિન્ગ" મળ્યાં.
‘ફાર્બસ ગુજરાતી સભા’ના ઉપક્રમે ૨૮ વર્ષ પર ૧૯૮૬-માં મેં આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના પર વ્યાખ્યાન આપેલું, જે એ જ નામના મારા પુસ્તકમાં પ્રકાશિત છે. એમાં મેં હરીશના કાવ્યના વૈતથ્યની દિશામાં વળેલાઢળેલા મિસ્ટર ધ્રિબાંગસુંદરને ‘વૈયક્તિક મિથ’ કહીને ઓળખાવ્યો છે અને "મૂવિન્ગ..." રચનાને ‘વિતથા કવિતાનું કાવ્ય’ કહી છે. આ બન્ને પ્રત્યયોથી, કાવ્યસર્જનના અનુભવજ્ઞાનથી, હરીશની જમીન બની. એ પછીનાં એમનાં ઉડ્ડયનો એ જમીન પરથી છે. પહેલું ઉડ્ડયન સંભવ્યું તે "સુનો ભાઈ સાધો", એ પછીનું "શબદમાં જિનકું ખાસ ખબરાં પડી" અને એ પછીનું તે "નાચિકેતસૂત્ર".
એમનાં એ ઉડ્ડયનોના સગડ એમની સમગ્ર સૃષ્ટિમાં જોવા  મળે છેઃ અહીં પણ મને એ જ્યાંત્યાં દેખાયાં છેઃ જેમકે –
"વણનકશાનું નગર અમારું/ નહીં ઘરને દરવાજા/
વણમસ્તકનો મુરશીદ બોલ્યો/ જોગી, અંદર આ જા/
પડ્્યો બોલ ઝીલ્યો,/ વણજિહ્વા પૂરી ટાપસીઃ હાજી".
જેમકે –
"જે વસ્તુઓ અંદરની તરફ ઊઘડે છે/ કેવલ અંદરની તરફ/તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ."
જેમકે –
"જો પિપલમંડી/ સ્થળ હોય તો/ એ છે અત્ર ને અનવદ્ય/ પળ હોય તો/ એ છે સહજ ને સદ્ય / જેમ બે સ્થળ વચ્ચે દ્વિધાનો અવકાશ બચતો નથી/ એમ કશું જ અંતર નથી રહેતું/ અસ્થિ અને આસ્થા વચ્ચે/ સ્થાન અને પ્રસ્થાન વચ્ચે/ પીપલમંડી અને પન્નીગલી વચ્ચે."
વિનોદ કદાચ ગળથૂથીથી આસ્થાનાં ધાવણ ધાવીને મોટા થયા છે. અને એ જ માનસ સાથે એમણે સૌરાષ્ટ્રને અને તળનાં નર-નારીને પ્રમાણ્યાં છે. એ દત્ત સાથે વિનોદની નિપુણતાનો સહજ સંયોગ થતાં એમનામાં ગીત પ્રગટ્યું અને એ પછી તો એમનામાંનો કવિજીવ એને ગાતાં થાક્યો નથી. એમનું એ ગાયન સદર્થે રોમૅન્ટિક છે. એ ગાયન સંસિદ્ધ પ્રતીકોના અર્થભાવથી રસિત છે, વળી, કાવ્યલયનો મલાજો સાચવીને સંગીતિમાં વિલસે છે. પણ સંસ્કૃત સાહિત્યના રસાનુભવે કરીને એમનામાં એક સામા, પ્રશિષ્ટ, છેડાની દિશા ખૂલી. વળી, આધુનિક સાહિત્યના રસાનુભાવે કરીને એમનામાં પણ કલા અને જીવન બેયની નિઃસારતાની વેદના સંભવી અને એમ એમના નિજી રોમૅન્ટસિઝમમાં તિરાડ પડી, કવિ નિર્ભ્રાન્ત થઈ ગયા. એ સઘળાંથી એમની જમીન બની. એમણે શરૂઆત કરી "પરંતુ"-થી પણ એમનું પહેલું ઉડ્ડયન છે "ઝાલર વાગે જૂઠડી". બીજું છે, "શિખંડી" અને ત્રીજું છે, "તુણ્ડિલ-તુણ્ડિકા".
મને સોંપાયેલાં કાવ્યોમાં આ વાતનાં સમર્થનો મળે છેઃ જેમકે –
કાચી સોપારી, લીલું લવિંગ, કંકોતરી, મોજડી, મેડી, ઝરૂખા, ઉંબર ને સાથિયા કે કૂંચી, પટારો, મૈયર, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ખડકી, ચણોઠડી કે ઘૂઘરા જેવાં પ્રતીકોથી રચનાઓ સાર્થક થઈ છે. જેમકે –
કચક્કડાની ચૂડી અને કૂણા માખણથી, ખરબચડી કેડી અને પરવાળાંની પાનીથી કે સપનાના સાંબેલાથી જે વિરોધમૂલક સન્નિધિઓ પ્રગટે છે એમાં તળ અને આધુનિક બેય વિશ્વો સમરસ થઈને માનવીય વેદનાને અંકિત કરી આપે છે. જેમકે –
"કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય / અને લેખણમાં બેઠી છે લૂ,/ આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય/ અમે લખીએ તો લખીએ પણ શું?"-માં એ નિઃસારતાને વાચા અપાઈ છે. આ નિર્ભ્રાન્ત કવિ હવે લખશે ત્યારે એ કેવું હશે એની કલ્પના નથી આવતી પણ જે હશે તે આ જમીન પર તો હશે જ.
મણિલાલમાં કવિ અને જમીન સહજાત છે. જે જમીનમાં જન્મ્યા એ જ એમનાં સર્જનોની જમીન છે. મને સોંપાયેલા ૪ કવિઓમાં મણિલાલ કવિ-ઉપરાન્તના સાહિત્યકાર છે. આપણે એમનામાંના કવિને વિશે જરાતરા સ્થિર થયા હોઈએ ત્યાં એ આપણને એમના નિબન્ધોમાં લઈ જાય, વાર્તાઓમાં ખેંચી જાય, પોતે લખેલા ચરિત્ર-ગ્રન્થો બતાડે. વગેરે. ગ્રામ-પરિવેશની પ્રકૃતિ જોડે નિરન્તર જીવતો એમનો જીવ સાહિત્યકલાનાં અધ્યયન-અધ્યાપને કરીને સાહિત્યલેખનમાં પરોવાય છે. એમનો પણ આપણી આધુનિકતાવાદી સાહિત્ય-સંસ્કૃતિમાં ઉછેર થાય છે એટલે એમનામાં પણ સંશયગ્રસ્ત સર્જકમન પ્રગટે છે અને એમ દત્ત અને નિપુણતાનો સંયોગ રચાતો ચાલે છે. એ પ્રકારે એમનાં ઉડ્ડયનો શરૂ થાય છે. પહેલું ઉડ્ડયન છે, "પદ્મા વિનાના દેશમાં" અને તે પછીનું છે, "ડુંગર કોરી ઘર કર્યાં".
મને સોંપાયેલાં કાવ્યોમાં પણ એના સંકેતો મળે છે. જેમકે –
"કોઈ સાદ પાડે છે વર્ષોથી/ ડુંગરમાળાઓની પેલે પારથી/ વનવગડામાં રમતીભમતી કેડી જેવો..."
જેમકે –
"કૂંપળની ભાષામાં/જંગલ બોલ્યું /તન તરણાનું ડોલ્યું/
ઝરણાએ મોં ખોલ્યું".
જેમકે –
"વનવટો પામેલાં/ પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?/ શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે/ સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં."
જેમકે –
"ખરી ગયેલા સગપણ વચ્ચે/ ઊભો છું હું ભવરણ વચ્ચે...."
જેમકે –
"જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં / દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા."
બાબુ ભલે વિદેશે વસે છે પણ ગ્રામ-પરિવેશમાં જન્મ્યા છે. એમણે એ પરિવેશની દારુણ વાસ્તવિકતાઓને જાણી છે, માણી છે. એક તરફ વિદેશ વસવાટ અને બીજી તરફ એવા વતનની યાદ. એક તરફ પ્રગતિ-આરૂઢ વર્તમાન અને બીજી તરફ બિસ્માર ભૂતકાળ. અધ્યયનકાળે એમણે આધુનિક ગુજરાતી સાહિત્યનો રસાનુભવ લીધો. બાબુ પણ આધુનિક સંવેદનશીલતાથી ઘવાયા. પણ પછી એનો એમનાથી વિશ્વ-સાહિત્ય સાથે મુકાબલો મંડાઈ ગયો. એ દ્વિધ દત્ત સાથે એમની નિપુણતા જોડાઈ અને જમીન બની. એ પર જાણે કે સર્જનાત્મક વિસ્ફોટો થયા. "કાચંડો અને દર્પણ" પ્રકારે દુર્દાન્ત કહી શકાય – અન્ટ્રૅક્ટેબલ – એવી પ્રયોગસાહસિકતા પ્રગટી. એ પરથી એમનું પહેલું ઉડ્ડયન "ઘરઝુરાપો", બીજું "સાપફેરા" અને ત્રીજું "ગુરુજાપ અને માલ્લું" સંભવ્યું.
મને સોંપાયેલાં કાવ્યોમાં એનાં અનેક ચિહ્નો પ્રગટેલાં છેઃ
જેમકે –
"માણસના અસ્તિત્વને મૅણો ચડ્યો છે / ભૂખ્યા ઈશ્વરો ઘોરખોદિયા બનીને નીકળી પડ્યા છે... નહીં તો / મારી ભાષાની ઘરથાળે / આકડિયા શા માટે / ઊગવા લાગે?"
જેમકે –
"જીવ અને શિવને/ એક સાથે / આઠમ અને અગિયારસ બેસશે, મંકોડાઓની પીઠ પર / ચાંદો ઊગશે/ અને અળસિયાં/ માથે મુગટ/ ડીલે જરકસી જામા પહેરીને/ બહાર નીકળશે."
જેમકે –
"ગામમાં, ગલીઓમાં, નવેરામાં, નળિયાંમાં, / શેણી-વિજાણંદની વારતામાં /
ને ભાઈ-બેનના હેતમાં/ ધૂળનાં વહાણો ફરવા લાગ્યાં છે/ ક્યાંય પણ દેખાતું નથી મનેખ."
જેમકે –
"ડોશીને લાગ્યું કે/ એનો અન્ત હવે નજીક છે / ત્યારે એ ચુપચાપ ઊભી થઈ, / કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં / વાંસનાં ચાર લાકડાં / અને કાથીનું પીલ્લું / નીચે લઈ આવી / બાંધી દીધી / એની પોતાની એક નનામી." જેમકે –
"ક્યારેક મને એકલા એકલા ખૂબ કંટાળો આવે ત્યારે હું મારી બારીમાંથી દેખાતા પર્વતોને મારા ઓરડામાં બોલાવતો હોઉં છું." વગેરે.


{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits