પ્રતિપદા/૧૭. મનીષા જોષી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. મનીષા જોષી|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}} કંદરા, કંસારા બજાર...")
 
No edit summary
Line 47: Line 47:
હું અહીં કણસતી પડી છું,
હું અહીં કણસતી પડી છું,
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.
 
</poem>
=== ૨. પ્રવાસી ===
<poem>
એક રળિયામણું ગામ છે તું.
હું પ્રવાસી બનીને આવું છું.
તને આશ્ચર્ય થાય છે.
ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં,
એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું.
અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી.
હું તારી સીમ પર આવું છું.
અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે.
પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું.
અને તારા પાદરે પાણી ભરવા જઉં છું.
તું કામોત્સુક બની જાય છે,
મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર.
હું આવું છું તારા અંધકારની આડશે.
તને લાગે છે હું તારી જ કોઈ શેરી છું.
મને પણ લાગે છે, તું જ મારું ગામ છે.
પણ, તો યે, હું ફરી આગળ વધું છું.
કોઈ બીજા ગામને છેતરવા.
હું પ્રવાસી છું.
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું,
અને પછી વિશ્વાસઘાત કરું છું.
</poem>
</poem>
26,604

edits