ભારતીયકથાવિશ્વ−૪/નિવેદન

Revision as of 14:43, 2 December 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} ‘ભારતીય કથાવિશ્વ’ના પહેલા ત્રણ ભાગ પ્રગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિવેદન

‘ભારતીય કથાવિશ્વ’ના પહેલા ત્રણ ભાગ પ્રગટ કર્યા પછી આ ચોથો ભાગ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. આ સમગ્ર પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, ચીમનભાઈ મહેતા, હસમુખ શાહ સાથે ને સાથે રહ્યા છે. આવી યોજના મિત્રોના સાથ અને સહકારથી નિવિર્ઘ્ને પાર પાડી શક્યો છું, આ માટે જયદેવ શુક્લ, હસુ યાજ્ઞિક, રાજેશ પંડ્યા, વીનેશ અંતાણી, બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, મીનળ દવે, પીયૂષ ઠક્કરનો આભાર માનતાં આનંદ થાય છે. આ ચોથા ભાગમાં સામગ્રી વિપુલ હોવાને કારણે તેના પ્રકાશનમાં વિલંબ થયો છે. પૃષ્ઠસંખ્યાની મર્યાદાને લીધે હજી કેટલાંક પુરાણોને અહીં સમાવી શકાયાં નથી તે બદલ ક્ષમાયાચના. ટૂંક સમયમાં ‘ભારતીય કથાવિશ્વ’નો પાંચમો ભાગ પણ પ્રગટ કરીશું. આગલા ભાગોમાં રહી ગયેલી ભૂલો એક સાથે પાંચમા ભાગમાં પ્રગટ કરીશું. શિરીષ પંચાલ

તા. ૨-૧૦-૨૦૧૯