ભારતીયકથાવિશ્વ−૪/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રસ્તાવના | }} {{Poem2Open}} સામાન્ય રીતે પ્રજાને સન્માર્ગે ચઢાવ...")
 
No edit summary
Line 23: Line 23:
આ પોપટનો પૂર્વભવ કયો? તે તો મહાશ્વેતાના શાપથી પોપટ થયો હતો. આ અને બીજી કથાઓમાં ઘણાં બધાં ચરિત્રો શાપ આપવાની ક્ષમતા ધરાવે છે.

આ પોપટનો આત્મવૃત્તાંત પૂરો થયા પછી જાબાલિ મુનિ બીજા શ્રોતાઋષિઓની વિનંતીને માન આપીને કથાનો આરંભ કરે છે. હવે મૂળ વાત તો એ છે કે શૂદ્રકને આ આખી કથા વૈશંપાયન સંભળાવે છે. એટલે આપણને કથા ત્રીજા પુરુષના કથનકેન્દ્રમાં કહેવાતી લાગશે. આ પ્રકારની કથારીતિ પ્રાચીન કથાસાહિત્યમાં પ્રચલિત તો હતી.

વળી અહીં પરંપરાગત રૂઢિનો ભંગ કરીને સર્જક આપણું ધ્યાન કાદમ્બરી પર જાય તે પહેલાં તેની સખી મહાશ્વેતા પર જાય છે. બંનેના જીવનમાં બનતી ઘટનાઓમાં અમુક સામ્ય વરતાશે. સાથે સાથે ગુણાઢ્યની બૃહત્કથા, તથા તેનો આછોપાતળો આધાર લઈને રચાયેલી વસુદેવહંડીિનાં શૈલી, વસ્તુ, પાત્રનિરૂપણ અદ્ભુત હોવા છતાં કાદમ્બરી અતુલ્ય છે. આટલી બધી ઇન્દ્રિયગોચરતા, અલંકરણપ્રધાન શૈલી બહુ ઓછી કૃતિઓમાં જોવા મળશે.
વળી અહીં પરંપરાગત રૂઢિનો ભંગ કરીને સર્જક આપણું ધ્યાન કાદમ્બરી પર જાય તે પહેલાં તેની સખી મહાશ્વેતા પર જાય છે. બંનેના જીવનમાં બનતી ઘટનાઓમાં અમુક સામ્ય વરતાશે. સાથે સાથે ગુણાઢ્યની બૃહત્કથા, તથા તેનો આછોપાતળો આધાર લઈને રચાયેલી વસુદેવહંડીનાં શૈલી, વસ્તુ, પાત્રનિરૂપણ અદ્ભુત હોવા છતાં કાદમ્બરી અતુલ્ય છે. આટલી બધી ઇન્દ્રિયગોચરતા, અલંકરણપ્રધાન શૈલી બહુ ઓછી કૃતિઓમાં જોવા મળશે.

વેદઉપનિષદ વગેરેએ ભારતીય પ્રજાજીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે તેની ના નહીં પણ સામાન્ય માનવી નિરાકારને બદલે સાકારની ઉપાસના કરવા ચાહે. તેને શુષ્ક તત્ત્વજ્ઞાનમાં રસ ન પડે એટલે પછી સૂતપુરાણીઓએ ભગવાનનો મહિમા ગાવા માટે પુરાણોની રચના કરી. સંકુલ ભૂમિકાએ તે આપણી સંસ્કૃતિનો વિશેષ મહિમા કરે છે.  

Line 30: Line 30:
આદિ કાળના માનવીને પણ પ્રશ્ન તો થયો હતો — હું કોણ? હું ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ? મારી આસપાસનું જગત શું છે? અર્વાચીન કાળમાં વિજ્ઞાનીઓએ — ડાવિર્ન જેવા — ઉત્ક્રાંતિવાદની વાતો કરીને જગતને અચરજ પમાડ્યું. પુરાણોમાં આ ઉત્ક્રાંતિ-વિશ્વ ઉત્પત્તિની વાત કરવામાં આવી છે. આકાશ- જળ-તેજ(અગ્નિ)-વાયુ-પૃથ્વી. આને જ આપણી પરંપરાગત ભાષામાં પંચમહાભૂત કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓને પ્રિયકાન્ત મણિયારની કવિતા ‘માછલી’ — (ક્યાં નદી, ક્યાં સરોવર ને અબ્ધિ ક્યાં) યાદ આવ્યા વિના ન રહે, તેમાંય પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશના સંયોજનમાંથી માછલી — આભાસી તો આભાસી — સર્જાયાની વાત છે.  

કેટલાંક પુુરાણ એવાં છે જેમાં કથાવાર્તાઓ જોવા નહીં મળે. ‘અગ્નિપુરાણ’ આવું એક પુરાણ છે. અહીં પણ દશાવતારની કથા સ્વીકારીને ગૌતમ બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. આ પુરાણના વિષયોમાં ખાસ્સું વૈવિધ્ય છે. ઘણા બધાની વંશાવળિઓ, દેવપૂજાની વિવિધ પદ્ધતિઓ, યજ્ઞયાગની વિધિઓ, સ્થળપસંદગીની રીતો, કૂવાવાવનું નિર્માણ કરવાની રીત, વાસ્તુપ્રતિષ્ઠા, તીર્થમહત્તા, કાલગણના, પાપનાં પ્રાયશ્ચિત્ત, અંગશુદ્ધિ, પુષ્પવર્ણન, નરકોની માહિતી, વિવિધ વ્રત, શુભઅશુભ સ્વપ્ન, સ્ત્રીપુરુષનાં લક્ષણો, વ્યવહારજ્ઞાન, હવન કરવાની રીતો, ઉત્પાતોની શાંતિ, શરીરવિજ્ઞાન, રસ, વૃક્ષારોપણ, સંજીવની મંત્ર, આરોગ્ય, રોગનાબૂદી, પ્રાણીલક્ષણો, ચિકિત્સાશાસ્ત્ર, રીતિ, પંગિળશાસ્ત્ર, નાટક, ગીતાસાર, અહંસાિ, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, જેવા પાંચ નિયમ, ગર્ભવિકાસ વગેરેની ચર્ચા જોવા મળશે.  
કેટલાંક પુરાણ એવાં છે જેમાં કથાવાર્તાઓ જોવા નહીં મળે. ‘અગ્નિપુરાણ’ આવું એક પુરાણ છે. અહીં પણ દશાવતારની કથા સ્વીકારીને ગૌતમ બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. આ પુરાણના વિષયોમાં ખાસ્સું વૈવિધ્ય છે. ઘણા બધાની વંશાવળિઓ, દેવપૂજાની વિવિધ પદ્ધતિઓ, યજ્ઞયાગની વિધિઓ, સ્થળપસંદગીની રીતો, કૂવાવાવનું નિર્માણ કરવાની રીત, વાસ્તુપ્રતિષ્ઠા, તીર્થમહત્તા, કાલગણના, પાપનાં પ્રાયશ્ચિત્ત, અંગશુદ્ધિ, પુષ્પવર્ણન, નરકોની માહિતી, વિવિધ વ્રત, શુભઅશુભ સ્વપ્ન, સ્ત્રીપુરુષનાં લક્ષણો, વ્યવહારજ્ઞાન, હવન કરવાની રીતો, ઉત્પાતોની શાંતિ, શરીરવિજ્ઞાન, રસ, વૃક્ષારોપણ, સંજીવની મંત્ર, આરોગ્ય, રોગનાબૂદી, પ્રાણીલક્ષણો, ચિકિત્સાશાસ્ત્ર, રીતિ, પંગિળશાસ્ત્ર, નાટક, ગીતાસાર, અહંસાિ, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, જેવા પાંચ નિયમ, ગર્ભવિકાસ વગેરેની ચર્ચા જોવા મળશે.  
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેવી રીતે અખા ભગતે કર્મકાંડોની આકરી ટીકા કરી હતી તેની પૂર્વભૂમિકા આવા પુરાણમાં જોવા મળશે. આ પુરાણ સ્પષ્ટ રીતે કહે છે કે કર્મકાંડ વડે બ્રહ્મની પ્રાપ્તિ ન થાય. વળી અર્વાચીન ભારતીય સમાજમાં વિધવાવિવાહનો પ્રશ્ન જોરશોરથી ચર્ચાયો હતો. વેદમાં વિધવાવિવાહને સ્પષ્ટ સમર્થન મળ્યું હતું. અગ્નિપુરાણમાં તો સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પતિ ન હોય, મૃત્યુ પામે, સંન્યાસી હોય, નપુંસક હોય, પાપી હોય તો વિધવાવિવાહ થઈ શકે.

બુદ્ધ-મહાવીરની જેમ અહીં પણ પંચશીલને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉપનિષદમાં કહેવાયું છે કે આત્મવત્ સર્વ ભૂતેષુ- નો ભાવાર્થ થાય કે પ્રાણીમાત્ર પ્રત્યે દયા, અહંસાિને તો શ્રેષ્ઠ પુષ્પ તરીકે ઓળખાવ્યું છે.  

Line 54: Line 54:
મધ્યકાલીન ગુજરાતી અને ભારતીય સાહિત્યમાં ભક્તિ અને જ્ઞાન — આ બંનેને પરસ્પરવિરોધી માન્યા નથી. એ બંને વચ્ચે એકરૂપતા છે એમ અવારનવાર કહેવામાં આવ્યું છે. પુરાણો પૂર્વેના સાહિત્યમાં જે તત્ત્વજ્ઞાન આકારિત થયું છે તેને સુબોધ રૂપે, કથાઓની મદદથી પુરાણોએ આલેખ્યું છે. હા, કેટલીક વખત પુરાણોમાં આઘાતજનક વર્ણનો આવશે ખરાં. શાક્ત સંપ્રદાય, વામમાર્ગ વગેરેએ પ્રસારેલો અપમાર્ગ કોઈ રીતે સ્વીકૃત થાય એવો નથી. તે માર્ગોએ પોતાના સ્વાર્થ ખાતર, પોતાની હીન વૃત્તિઓને સાધવા માટે કેટલાંક પુરાણની સહાય લીધી પણ છે.

કેટલીક વાર એક સંપ્રદાય બીજા સંપ્રદાયની નિંદા પણ કરશે. શૈવધર્મી કથાકારોએ વૈષ્ણવધર્મીઓની કેટલી બધી ટીકા કરી છે અને એ જ રીતે વૈષ્ણવધર્મીઓએ શૈવધર્મીઓની ટીકા કરી છે. ઇતિહાસકારો, ચંતિકો જ નહીં ભલભલા સારા કવિઓ પણ વિપથગામી થઈ ગયા છે. દા.ત. દયારામ. ભક્તિમાર્ગ ન સ્વીકારાઓને તેમણે વણમતિ, કાણા, પુંશ્ચલીતન(વેશ્યાસંતાનો)તરીકે ઓળખાવી પોતાની સંકુચિત મનોદશા જ સૂચવી છે. જો ઈશાવાસ્ય ઉપનિષદને બરાબર સમજીને આત્મસાત્ કરવામાં આવે તો પ્રત્યેક સંસ્કૃતિમાં સમાનતા, પ્રેમ, બંધુભાવ પ્રસરે. મૂળ વાત તો સાવ સાદી છે — આત્મવત્ સર્વ ભૂતેષુ — જીવમાત્રમાં પોતાની જાત જુઓ, સોઅહં, તત્ત્વમસિને સ્વીકારી લઈએ તો સાચા અર્થમાં પંચશીલની સ્થાપના થઈ શકે.

પુરાણની વિભાવના જરા જુદી રીતે ‘દેવી ભાગવત’માં આપવામાં આવી છે. ‘સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતરો તથા વંશનું ચરિત્ર’ આ પાંચ લક્ષણોવાળું પુરાણ કહેવાય. હવે પ્રશ્ન થાય કે સર્ગ, પ્રતિસર્ગ એટલે શું? આ બધાની સમજૂતીઓ આપવામાં આવી છે. વળી આપણને પુરાણો-ઉપપુરાણોની સવિસ્તર માહિતી આપવામાં આવી છે. એની વિગતો જોઈએ:
પુરાણની વિભાવના જરા જુદી રીતે ‘દેવી ભાગવત’માં આપવામાં આવી છે. ‘સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતરો તથા વંશનું ચરિત્ર’ આ પાંચ લક્ષણોવાળું પુરાણ કહેવાય. હવે પ્રશ્ન થાય કે સર્ગ, પ્રતિસર્ગ એટલે શું? આ બધાની સમજૂતીઓ આપવામાં આવી છે. વળી આપણને પુરાણો-ઉપપુરાણોની સવિસ્તર માહિતી આપવામાં આવી છે. એની વિગતો જોઈએ:{{Poem2Close}}
 
<poem>
મત્સ્યપુરાણ બ્રહ્મવૈવર્તપુરાણ નારદપુરાણ
મત્સ્યપુરાણ બ્રહ્મવૈવર્તપુરાણ નારદપુરાણ
માર્કણ્ડેયપુરાણ વામનપુરાણ પદ્મપુરાણ
માર્કણ્ડેયપુરાણ વામનપુરાણ પદ્મપુરાણ
Line 61: Line 63:
બ્રહ્મપુરાણ વરાહપુરાણ કૂર્મપુરાણ
બ્રહ્મપુરાણ વરાહપુરાણ કૂર્મપુરાણ
બ્રહ્માંડપુરાણ અગ્નિપુરાણ સ્કંદપુરાણ
બ્રહ્માંડપુરાણ અગ્નિપુરાણ સ્કંદપુરાણ
</poem>

{{Poem2Open}}
આ જ રીતે ઉપપુરાણોની યાદી પણ છે.
આ જ રીતે ઉપપુરાણોની યાદી પણ છે.
{{Poem2Close}}

<poem>
સનત્કુમારપુરાણ મનુપુરાણ સૂર્યપુરાણ
સનત્કુમારપુરાણ મનુપુરાણ સૂર્યપુરાણ
નૃસંહિપુરાણ શુક્રપુરાણ પરાશરપુરાણ
નૃસંહિપુરાણ શુક્રપુરાણ પરાશરપુરાણ
Line 70: Line 76:
દુર્વાસાપુરાણ સાંબપુરાણ ભાગવતપુરાણ
દુર્વાસાપુરાણ સાંબપુરાણ ભાગવતપુરાણ
કપિલપુરાણ સુંદરનંદિપુરાણ વસિષ્ઠપુરાણ
કપિલપુરાણ સુંદરનંદિપુરાણ વસિષ્ઠપુરાણ
</poem>

{{Poem2Open}}
આ ઉપરાંત અહીં એક બીજી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ત્રીઓ, શૂદ્રો અને હલકા દ્વિજોને વેદનો અધિકાર નથી એટલે તેમના લાભાર્થે પુરાણોની રચના થઈ છે. વળી અહીં વ્યાસ મુનિને સંતાનોના સંદર્ભે પ્રશ્ન થાય છે કે જન્મનાર સંતાન વિધિ પ્રમાણે નીલ પરણાવશે? અહીં આપણે ઉમેરીએ કે ગાંધીયુગમાં રામનારાયણ પાઠકે અને આધુનિકયુગમાં કિરીટ દૂધાતે પોતાની વાર્તાઓમાં નીલ પરણાવવાનો સંદર્ભ લીધો છે.

‘દેવી ભાગવત’માં મહાભારતની કથાઓનું પુન:કથન પણ થાય છે. એ રીતે મત્સ્યગંધાથી માંડીને જરત્કારુપુત્ર આસ્તીકની કથા જોવા મળે છે, સુદર્શનકથા પણ છે. નવરાત્રિના ઉત્સવની વાત આવે છે. એથી આગળ જઈને રામાયણનો સંદર્ભ છે અને સીતાના અપહરણપૂર્વે સીતાએ લક્ષ્મણને આપેલો ઠપકો પણ રામાયણને અનુસરીને આપવામાં આવ્યો છે. સીતાના મોઢામાં જે શબ્દો મૂકવામાં આવ્યા છે તે સીતાના વ્યક્તિત્વને ન શોભે તેવા છે. જાણે લક્ષ્મણ સીતાને ચાહે છે, તે પોતાને અધમ નથી કહેતી એટલું જ નહીં રામ મૃત્યુ પામે તો પણ હું લક્ષ્મણને ન જ પરણું. ધારો કે વાલ્મીકિએ રામાયણમાં સીતાના મોઢામાં આવા શબ્દો મૂક્યા પણ અનુગામી કવિઓ એવી ભૂલો સુધારી ન શકે? દા.ત. ઐતરેય ઉપનિષદમાં રાજા હરિશ્ચન્દ્રનું પાત્ર નકારાત્મક રીતે આલેખાયું હતું પણ અનુગામી કવિઓએ આ રાજાની જે ગૌરવાન્વિત અભિવ્યક્તિ કરી તેને કારણે ઐતરેય ઉપનિષદના હરિશ્ચન્દ્રને કોઈ યાદ કરતું નથી. જો કે ‘દેવી ભાગવત’માં હરિશ્ચન્દ્ર પુત્રને માટે વરુણ દેવ આગળ જે જે બહાનાં કાઢે છે તે બધાં સચવાયાં છે! નારદ રામને દેવી મહિમાનો બોધ આપી નવરાત્રિવ્રત કરવા કહે છે, પરિણામે તેમને દેવીના આશીર્વાદ મળે છે. વાલ્મીકિ રામાયણમાં રામના આવા કોઈ વ્રતના કશા નિર્દેશો નથી.

Line 90: Line 99:
મત્સ્યપુરાણમાં પણ કેટલી બધી કથાઓ પુનરાવતિર્ત થાય છે. વિષ્ણુભગવાને મત્સ્યનો અવતાર લઈ મનુને બોધ આપ્યાની કથા તો ખૂબ જ જાણીતી છે. વળી બ્રહ્મા પોતાની પુત્રી પર મોહ પામ્યા અને છતાં તે દૂષિત ન થયા તેનો જે બચાવ કરવામાં આવ્યો છે તે આજે બહુ ગળે ઊતરે તેવો નથી. અહીં એવું કહેવાયું છે કે બ્રહ્માના અર્ધાંગમાંથી ગાયત્રી ઊપજી. શતરૂપાના  પેટે રતિ, મન, તપ, મહાન, દિક્, સંભ્રમ એમ સાત સંતાનો જન્મ્યાં. દિતિ દ્વારા જન્મેલા ઓગણપચાસ મરુતોની કથા સાથે સગર્ભા સ્ત્રીઓએ પાળવાના નિયમો પણ અહીં આપ્યા છે.

આ પુરાણમાં પણ કથાઓ બહુ ઓછી છે. જાણીતી કથાઓમાં કચ-દેવયાની-યયાતિ, ત્રિપુરનિર્માણ અને તેના વિનાશની કથા, તારકાસુર કથા, સત્યવાનસાવિત્રી, સમુદ્રમંથન છે. શ્રાદ્ધ, વિવિધ રાજવંશ, વૃક્ષારોપણ, વિવિધ વ્રત, વિવિધ દાન, તીર્થવર્ણનો, નર્મદા જેવી નદીઓનાં કાંઠે આવેલાં તીર્થો, રાજકર્મચારીઓના ધર્મ, રાજનીતિ, વિવિધ ઉત્પાતો, શુભાશુભ સ્વપ્ન-શુકન, ગૃહનિર્માણ, વાસ્તુચક્ર વગેરેની વિગતવાર માહિતી છે.   

નારદપુરાણ નારદ દ્વારા રજૂ કરવામાં આવેલું હોઈ તેને નારદીય પુરાણ કહેવામાં આવ્યું છે. બધાં જ પુરાણોમાં જીવનના, જગતના મૂળભૂત નીતિનિયમોને નવી રીતે આલેખ્યા હોઈ તેમને નિરુક્તમાં પુરા+નવમ્ કહેવામાં આવ્યા છે. આમેય ઘણાં બધાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમાં કશું અપૂર્વ નથી. સંસ્કૃત કાવ્યાચાર્ય અભિનવગુપ્તે પણ કહ્યું કે અહીં કશું અપૂર્વ નથી. સમય-સમાજ-સંજોગોમાં આવતાં પરિવર્તનોને કારણે પરંપરાઓને નવેસરથી અવલોકવામાં આવે છે. એમનાં નવાં અર્થઘટનો કરી પરંપરાઓને વિસ્તારવામાં આવે છે, અને એટલે જ પ્રખ્યાત સાહિત્યવિવેચક ટી.એસ. એલિયટે પરંપરાનો બહુ મહિમા કર્યો હતો. આજે પણ ઘણા બધા માને છે કે ભૂતકાળને આત્મસાત્ કરીને આપણે વર્તમાનને સારી રીતે સમજી શકીએ છીએ. બીજા શબ્દોમાં ભૂતકાળને વર્તમાન સંદર્ભમાં અને વર્તમાનને ભૂતકાળના સંદર્ભમાં જોવાનો બહુમૂલ્ય પ્રસંગ પ્રાપ્ત થાય છે.વળી, ભૂતકાળ અને વર્તમાન ભેગાં મળીને આપણને ભવિષ્ય માટે સજ્જ કરે છે.  

નારદપુરાણ એક રીતે બહુ વિશિષ્ટ છે. તેમાં જ્યોતિષ, ગણિત, છંદશાસ્ત્રની વિગતે ચર્ચા કરવામાં આવી છે. વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળની ચર્ચા ગણિતશાસ્ત્ર ભણતા-ભણાવનારાઓએ જોવા જેવી છે. શુકન, અપશુકન, યાત્રા, ઋતુપરિવર્તનો અને તેનાં કારણોની વિગતે ચર્ચા કરવામાં આવી છે. એવી જ રીતે છંદની ચર્ચા વિગતે જોવા મળશે. અહીં એકથી છવીસ અક્ષરો સુધીના છંદો દૃષ્ટાંતો સાથે સમજાવવામાં આવ્યાં છે.  

ક્યારેક સુભાષિત પ્રકારની ઉક્તિઓ પણ જોવા મળશે. દા.ત. વિદ્યા સમાન કોઈ નયન નથી, સત્ય જેવું તપ નથી, રાગ જેવું કોઈ દુ:ખ નથી, ત્યાગ જેવું કોઈ સુખ નથી. તેન વ્યક્તેન ભુંજી થા: યાદ આવે. ઘણી બધી પ્રાચીન કથાઓમાં સ્ત્રી જાતિની ભારે નિંદા કરવામાં આવી છે. પણ કેટલાંક પુરાણમાં સ્ત્રીઓની ભારે પ્રશંસા કરવામાં આવી છે. સ્ત્રી વિના કોઈ વિધિ સંપન્ન થતો નથી એટલે જ રામાયણમાં અશ્વમેધ કરતા રામે સીતાને વનવાસ આપ્યો હતો, પણ તેમણે સીતાના વિકલ્પે પુનર્લગ્ન કરવાને બદલે સીતાની સુવર્ણપ્રતિમાનું આયોજન કર્યું હતું. બ્રહ્મવૈવર્તપુરાણમાં સ્ત્રીઓને પ્રકૃતિની કળાના અંશરૂપ માનવામાં આવી, એટલે સ્ત્રીઓનું અપમાન એટલે પ્રકૃતિનું અપમાન.  

Line 117: Line 126:
આ સાંભળી ભગવાન પોતાની બધી શક્તિ શ્રીમદ્ભાગવતમાં મૂકી પોતે અંતર્ધાન થઈ ગયા. એટલે આ કથાનું પારાયણ એક સપ્તાહ માટે કરવાથી બધાં દુ:ખમાંથી છૂટી શકાય છે. જે સમયે સનક મુનિઓ આ કથાની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે ભક્તિના બંને પુત્ર તરુણ થઈ ગયા. તે દેવી શ્રીમદ્ભાગવતના અર્થમાંથી પુત્રો સમેત પ્રગટ થઈ અને મુનિઓના કહેવાથી તે ભક્તોના હૃદયમાં વસતી થઈ.  

સૃષ્ટિનિર્માણ કરવાનો આરંભ ભગવાને પોતાની યોગનિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમની નાભિમાંથી એક કમળ પ્રગટ્યું અને તેમાંથી પ્રજાપતિ બ્રહ્મા પ્રગટ્યા. ભગવાને પોતાનું જે વિરાટ રૂપ પ્રગટાવ્યું તેમાં અનેક અવતારો જોવા મળ્યા. સામાન્ય રીતે દશાવતારની કથા ભારતમાં પ્રચલિત છે પણ શ્રીમદ્ભાગવતમાં બીજા અવતાર પણ કહ્યા છે. આરંભે ભગવાને સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર — એમ ચાર બ્રાહ્મણ રૂપે અવતાર લીધો. પછી રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા વરાહ રૂપે અવતાર લીધો. ત્રીજો અવતાર નારદમુનિ રૂપે લીધો. ધર્મપત્ની મૂતિર્ દ્વારા ચોથો અવતાર નરનારાયણ રૂપે લીધો. પાંચમા અવતારે કપિલમુનિ થયા. છઠ્ઠો અવતાર અનસૂયાને આપેલા વરદાન પ્રમાણે દત્તાત્રેય થયા. સાતમા અવતારે રુચિ-પ્રજાપતિની આકૃતિ નામની પત્ની વડે યજ્ઞ રૂપે અવતાર લીધો. આઠમા અવતારમાં રાજા નાભિની પત્ની મેરુદેવીના પેટે ઋષભદેવ થયા. નવમા અવતારે રાજા પૃથુ થયા. દસમા અવતારે મત્સ્ય રૂપે અવતરી પૃથ્વીને વિનાશમાંથી ઉગારી. સમુદ્રમંથન વખતે અગિયારમો અવતાર લઈ કચ્છપ થયા અને પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કર્યો. બારમા અવતારે ધન્વંતરિ રૂપે અમૃતકળશ લઈને પ્રગટ થયા. તેરમા અવતારે મોહિની રૂપે પ્રગટીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. ચૌદમા અવતારે નરસંહિ રૂપે પ્રગટ્યા અને હિરણ્યકશિપુનો વધ કર્યો. પંદરમા અવતારે વામન અવતાર લઈ બલિ રાજા પાસે ત્રણ પગલાં પૃથ્વી માગી. સોળમા અવતારે પરશુરામ તરીકે જન્મીને બ્રાહ્મણદ્રોહી રાજાઓનો વધ કર્યો. સત્તરમા અવતારે સત્યવતીના પેટે પરાશર વડે વ્યાસ રૂપે પ્રગટ્યા. અઢારમા અવતારે રાજા રામ રૂપે જન્મ્યા અને રાવણ જેવા અનેક રાક્ષસોનો નાશ કર્યો.  ઓગણીસમા અને વીસમા અવતારે તેઓ બલરામ અને શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ્યા. એકવીસમા અવતારે તે બુદ્ધ રૂપે પ્રગટ્યા અને બાવીસમા અવતારે કલ્કિ રૂપે પ્રગટશે.  

આ પહેલાં વ્યાસ ભગવાને એક જ વેદના ચાર વિભાગ કર્યા : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પછી તો શિષ્યપરંપરાને કારણે એ વેદોની શાખાઓનો વિસ્તાર થયો. પણ સ્ત્રી, શૂદ્ર અને પતિત બ્રાહ્મણોને વેદશ્રવણનો અધિકાર નથી એમ જણાવ્યું. ભારતીય સંસ્કૃતિનું આ એક મોટું કલંક ગણાય. ત્યારથી ઉચ્ચ વર્ણના લોકોએ શૂદ્રોનો અને સ્ત્રીઓનો તિરસ્કાર કરવા માંડ્યો. બધાનું  કલ્યાણ કરવા વ્યાસ મુનિએ મહાભારતની રચના કરી અને તો પણ તેમને સંતોષ ન થયો એટલે નારદમુનિએ પોતાનો ઇતિહાસ જણાવી ભાગવતની રચના તેમને માટે પ્રેર્યા.

ભાગવત્ના આરંભે મહાભારતની કથા આવે છે. મહાભારતના યુદ્ધમાં કૌરવોની હાર થઈ અને અશ્વત્થામાએ દુર્યોધનને વહાલા થવા પાંચાલીના પાંચે પુત્રોનો રાતે વધ કર્યો. કદાચ દુર્યોધનને પણ આ ઘટના ગમી નહીં હોય. દુ:ખી દ્રૌપદીને ધીરજ બંધાવતા અર્જુને તેને કહ્યું કે હું અશ્વત્થામાનું મસ્તક કાપીને તને ભેટ આપીશ. પછી શ્રીકૃષ્ણને લઈને તે ગુરુપુત્રની પાછળ નીકળી પડ્યો. અશ્વત્થામાએ અર્જુનને જોઈને વધુ ઝડપે ભાગવાનો પ્રયત્ન કર્યો. પણ તેનો કોઈ ઉપાય ન ચાલ્યો અને અર્જુને તેેને પકડી પાડ્યો. ભગવાને તો તેને મારી નાખવા કહ્યું પણ અર્જુનના મનમાં તેને મારી નાખવાનું મન ન થયું એટલે  તેને દ્રૌપદીના હવાલે કરી દીધો, પાંચાલીનું હૃદય પણ દયાવાન હતું એટલે  છેવટે અશ્વત્થામાના મસ્તક પરનો મણિ લઈ લીધો, ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું શ્રીકૃષ્ણે રક્ષણ કર્યું. આમ હંસાિની સમાંતરે અહંસાિની ભાવના પણ જોવા મળે છે.  

Line 155: Line 164:
આગળ જેવી રીતે કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એવી રીતે અહીં ‘રામ’ની વ્યુત્પત્તિ આપી છે. રા એટલે વિશ્વવ્યાપી (Omnipresent) ‘મ’ એટલે ઈશ્વર. જે લોકોના ઈશ્વર છે એટલે તે રામ. વળી જે રમા સાથે રમણ કરે છે તે રામ. જેનો ક્યાંય છેડો નથી તે અનંત, મધુ દૈત્યનો નાશ કર્યો એટલે મધુસૂદન, એવી જ રીતે મુર રાક્ષસનો નાશ કર્યો એટલે મુરારિ.  

‘હરિવંશ’ માં પૌણ્ડ્રક પોતાને વાસુદેવ માની બેઠો હતો તેની વાત આવે છે. આ પુરાણમાં શૃગાલ નામનો રાજા પણ એવી જ રીતે પોતાને વાસુદેવ માની બેઠો હતો તેની વાત છે. પણ આ કથામાં તો તે બહુ નમ્ર બનીને પોતાનો વધ કરવાની વિનંતી કરે છે. જો હું વાસુદેવ છું એવો દાવો કર્યો ન હોત તો શ્રીકૃષ્ણ તેની સામે આવત જ નહીં — એટલે તેને મન મહિમા કૃષ્ણદર્શનનો હતો.  

અહીં પુરાણોની શ્લોકસંખ્યા જોઈ લઈએ.
અહીં પુરાણોની શ્લોકસંખ્યા જોઈ લઈએ.{{Poem2Close}}
બ્રહ્મપુરાણ ૧૦૦૦૦
 
<poem>
બ્રહ્મપુરાણ ૧૦૦૦૦
પદ્મપુરાણ ૫૫૦૦૦
પદ્મપુરાણ ૫૫૦૦૦
વિષ્ણુપુરાણ ૨૩૦૦૦
વિષ્ણુપુરાણ ૨૩૦૦૦
Line 174: Line 185:
કૂર્મપુરાણ ૧૭૦૦૦
કૂર્મપુરાણ ૧૭૦૦૦
બ્રહ્માંડપુરાણ ૧૨૦૦૦
બ્રહ્માંડપુરાણ ૧૨૦૦૦
</poem>
{{Poem2Open}}
જાતીય સ્ખલનોના સંદર્ભે બ્રહ્માની ખાસ્સી નિંદા થઈ છે, અને પુત્રી પર જાતીય આક્રમણ કરતા જોઈને દેવતાઓએ પ્રગટાવેલા રુદ્રે તેમનો વધ કરવા બાણ ઉગામ્યું હતું. મત્સ્યપુરાણમાં બ્રહ્માનો બચાવ કરવામાં આવ્યો છે, એક પુરાણમાં તો પરણવા બેઠેલી પાર્વતીને જોઈને બ્રહ્મા કામવિહ્વળ થઈ ગયા હતા તેની વાત પણ આવે છે. એવો સંભવ છે કે બ્રહ્માની નિંદા કરવાના આશયથી આવી બધી કથાઓ ઉપજાવી કાઢી હશે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી બ્રહ્માના અંગમાંથી પ્રગટેલી, એટલે જ્યાં જ્યાં ગાયત્રી રૂપી સરસ્વતી ત્યાં ત્યાં બ્રહ્મા. એટલે બ્રહ્માએ સાવિત્રી કે સરસ્વતી પર દૃષ્ટિ નાખી એવું ન કહેવાય. મકરંદ દવેએ પણ બ્રહ્માનો જરા જુદી રીતે બચાવ કર્યો છે. અને છતાં બ્રહ્મા પોતે જ લજ્જિત થયા અને કામદેવને શાપ આપ્યો- ભગવાન રુદ્ર તને ભસ્મ કરી નાખશે. કામદેવે ક્ષમા માગી ત્યારે કામદેવ શ્રીકૃષ્ણના પુત્ર (પ્રદ્યુમ્ન) રૂપે પ્રગટશે એનું આશ્વાસન આપ્યું.  

આધુનિક કાળમાં સિગ્મંડ ફ્રોઇડે પિતાપુત્રી અને માતાપુત્ર વચ્ચેના જાતીય આકર્ષણની વાત કરી, તેમને સોફોક્લીઝના નાટક ‘ઇડિપસ રેક્સ’નું દૃષ્ટાંત મળી ગયું. ભારતીય સંસ્કૃતિમાં પણ એકલોહિયા જનો વચ્ચેના સંબંધોની વાતો ઘણી વાર આવી છે. તેમાં યમયમીની કથા બહુ જાણીતી છે. શિવપુરાણમાં સંધ્યાની જે કથા છે તે જરા જુદા પ્રકારની છે. બ્રહ્મા પોતે કહે છે તે પ્રમાણે સંધ્યા તેમના મનમાંથી જન્મેલી પુત્રી હતી. તેને જોઈને તેમના મનમાં કામવાસના જાગી હતી, પણ શંકર ભગવાનના ભયથી તેને ત્યજી દીધી હતી. સાથે સાથે સંધ્યાનું મન પણ ડગી ગયું હતું, એટલું જ નહીં મુનિઓને જોઈને તે પણ કામાંધ બની હતી.  પિતા અને ભાઈઓને જોઈને તે પણ વાસનાનો શિકાર બની હતી, છેવટે પાપનું પ્રાયશ્ચિત્ત કરવા તે તપ કરવા ગઈ, તે પોતે સંસારમાં એક બીજી મર્યાદા પણ લાદવા માગતી હતી. પ્રાણીઓ વયમાં આવે પછી જ તેમનામાં કામભાવ પ્રગટવો જોઈએ. શંકર ભગવાનને પ્રસન્ન કરીને પણ તેણે આવું વરદાન મેળવ્યું, પોતાનો પતિ પણ મિત્ર થવો જોઈએ, કામી નહીં. પછી સંધ્યા મેધાતિથિના યજ્ઞ પ્રસંગે અગ્નિમાં પડીને અરુંધતી નામે વિખ્યાત થઈ અને તેનું લગ્ન વસિષ્ઠ સાથે થયું. દરેક સ્ત્રીને ચંતાિ હોય છે કે મારી ગેરહાજરીમાં મારો પતિ લંપટ ન થઈ જાય. એટલે જ શંકર ભગવાન સાથે ઝઘડો કરીને નીકળેલી પાર્વતી વીરકને સૂચના આપીને જાય છે કે મારી ગેરહાજરીમાં કોઈ સ્ત્રી અહીં પ્રવેશવી ન જોઈએ.  

Line 191: Line 205:
પદ્મપુરાણમાં એક રસપ્રદકથા અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની છે. સીતા પર અયોધ્યાના ધોબીએ અપવાદ મૂકયો તે કથા તો જાણીતી છે પણ તેના મૂળમાં આ ધોબીના પૂર્વજન્મની કથા ઓછી જાણીતી છે અને આ ધોબી પૂર્વજન્મમાં એક પોપટ હતો, તે પોપટ-પોપટીને સીતાએ કેદ કર્યા, પરિણામે સગર્ભા પોપટી મૃત્યુ પામી, મરતાં મરતાં તેણે અને પછીથી પોપટે સીતાને શાપ આપ્યા એટલે પાછળથી સગર્ભા સીતાને વનવાસ વેઠવાનો વારો આવ્યો. પુરાણકથાનો સર્જક આ નિમિત્તે આપણા જીવનમાં જાણ્યે-અજાણ્યે થઈ જતી ભૂલોનો ભોગ બનવું પડે છે એ વાત સૂચવવા માગે છે. બીજા શબ્દોમાં  આપણા જીવનમાં બનતી ઘટનાઓ માટે આપણે જ જવાબદાર છીએ એવી અસ્તિત્વવાદી ભૂમિકા સુધી આપણે પહોંચી જઈએ છીએ.  

અહીં રામાયણકથા કૃષ્ણકથા પણ સંક્ષેપમાં આપવામાં આવી છે. સંક્રાંતિકાળમાં દાનમહિમા, બ્રહ્મચારીઓના આચાર, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ, તુલસીદલમહિમા, સ્વર્ગમાં કે નરકમાં મનુષ્યને કયાં કર્મો લઈ જાય છે તેની જાણકારી છે. વળી કારતક-માગશરથી માંડીને બધા મહિનાઓનો મહિમા છે. તે ઉપરાંત બીજા કોઈ પુરાણોમાં જોવા ન મળે એવું શ્રીમદ્ભગવદ્ગીતાના અઢારે અધ્યાયોનું મહિમાગાન છે.  

મહાભારતના આદિપર્વની અનુક્રમણિકામાં મહાભારતને વ્યાસચરિત સો પર્વવાળો ગ્રંથ કહેવામાં આવ્યો છે.
મહાભારતના આદિપર્વની અનુક્રમણિકામાં મહાભારતને વ્યાસચરિત સો પર્વવાળો ગ્રંથ કહેવામાં આવ્યો છે. {{Poem2Close}}

<poem>
હરિવંશસ્તત:  પર્વ  પુરાણં  ખિલ-સંજ્ઞિતમ્  
હરિવંશસ્તત:  પર્વ  પુરાણં  ખિલ-સંજ્ઞિતમ્  
વિષ્ણુપર્વં શિશોશ્ચર્યા વિષ્ણો: કંસવધસ્તથા

ભવિષ્યપર્વ ચાપ્યુકતં ખિલેષ્વેવાદ્ભુતં મહત્   

એતત્ પર્વશંતં પૂર્ણં વ્યાસેનોક્તં મહાત્મના  
એતત્ પર્વશંતં પૂર્ણં વ્યાસેનોક્તં મહાત્મના
</poem>

{{Poem2Open}}
મહાભારતનું સંપૂર્ણ પઠન ન થાય એવી પણ એક માન્યતા છે. નાનપણમાં મેં જે માણભટ્ટ પાસે મહાભારત સાંભળ્યું હતું તેમાં પણ પુરાણીએ મહાભારત યુદ્ધના છેલ્લા દિવસ સુધીની જ કથા કરી હતી. હા, રામાયણ સાથે આવી કશી વાત સંકળાયેલી નથી એટલે એ સમયે (૧૯૫૬-૫૭) ઉત્તરપ્રદેશના કળાકારો દ્વારા જે રામલીલા ભજવાતી હતી તેમાં છેક અંત સુધી (સ્ત્રીપાત્રોના વેશ પુરુષોએ ભજવ્યા હતા) રામાયણની કથા આવરી લેવામાં આવી હતી.  

એવું પણ કહેવાય છે કે પુત્રપ્રાપ્તિ માટે પણ હરિવંશની કથા સાંભળવી જોઈએ, આ વાતને બાજુ પર રાખીએ તો પણ મહાભારતને પૂરેપૂરી રીતે પામવું હોય તો હરિવંશનું પઠન-શ્રવણ કરવું જોઈએ. એટલે જ અઢાર પુરાણોના શ્રવણથી જે ફળ મળે તે માત્ર હરિવંશના વાચનથી મળે છે.  
એવું પણ કહેવાય છે કે પુત્રપ્રાપ્તિ માટે પણ હરિવંશની કથા સાંભળવી જોઈએ, આ વાતને બાજુ પર રાખીએ તો પણ મહાભારતને પૂરેપૂરી રીતે પામવું હોય તો હરિવંશનું પઠન-શ્રવણ કરવું જોઈએ. એટલે જ અઢાર પુરાણોના શ્રવણથી જે ફળ મળે તે માત્ર હરિવંશના વાચનથી મળે છે. {{Poem2Close}}

<poem>
અષ્ટાદશ  પુરાણાંશ્રવણાદ્  યત્ફ્લં લભેત્  
અષ્ટાદશ  પુરાણાંશ્રવણાદ્  યત્ફ્લં લભેત્  
તત્ફ્લં સમવાપ્નોતિ વૈષ્ણવો નાત્ર સંશય:  
તત્ફ્લં સમવાપ્નોતિ વૈષ્ણવો નાત્ર સંશય:
(ઉદ્ધૃત-હરિવંશ પ્રસ્તાવના)  
</poem>
{{Right |(ઉદ્ધૃત-હરિવંશ પ્રસ્તાવના) }} <br>
 
{{Poem2Open}}
કથાશ્રવણાતુર જનમેજય મહાભારતની કથા સાંભળ્યા પછી પણ વધુ વિસ્તારથી આદિસૃષ્ટિના સર્જન વિશે જાણવા માગે છે એટલે હરિવંશના આરંભે મનુ, દક્ષ દ્વારા થયેલા સૃષ્ટિના આરંભ-વિસ્તારની વાત જોવા મળશે. વળી ધામિર્કમાંથી અધામિર્ક બનતા વેનની કથા એક રીતે જૈન સંપ્રદાયની ટીકા રૂપ પણ કહેવાય, કારણ કે પોતાની જાતને જૈન તરીકે ઓળખાવતા પાખંડીએ જ વેનમાં પાપબુદ્ધિનો પ્રસાર કર્યો હતો; છેવટે ઋષિમુનિઓએ આ અત્યાચારી વેનનો વધ કરીને પછી પૃથુ જેવા મહાત્માનું સર્જન કર્યું હતું, એ પૃથુએ આ પૃથ્વીને ફરી ફળદ્રુપ (વસુંધરા) બનાવી. અને જૈન સંપ્રદાય સામેનો આક્રોશ તો અર્વાચીન ગુજરાતમાં છેક કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’ સુધી વિસ્તર્યો છે.  

અહીં પિતૃઓનો બહુ મોટો મહિમા કરવામાં આવ્યો છે, આની જ ઉપપત્તિ રૂપે પુત્રોના પિંડદાન વિના પિતૃઓનો ઉદ્ધાર થતો નથી એ વાત જોવા મળશે, પછી તો પુત્ર પામવા માટેના પ્રયત્નો છેક આધુનિક કાળ સુધી વિસ્તરેલા છે. અને એ માટે મહાભારતના આસ્તીક પર્વમાં જરત્કારુ પિતૃઓના મોક્ષ માટે જ લગ્ન કરવાનો નિર્ણય કરે છે, એને પરિણામે જન્મેલા આસ્તીકે જનમેજયનો સર્પયજ્ઞ બંધ કરાવ્યો. અહીં કહેવામાં આવ્યું છે કે શન્તનુ પોતાના શ્રાદ્ધ વખતે પોતાનો હાથ લંબાવીને ભીષ્મ પાસે પિંડદાન માગે છે!  