મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૩. પાઠડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. પાઠડી|}} {{Poem2Open}} આટલાં જણ છે : એક કાચોકૂણો ભાણેજ, ભોળુ, પંદરેક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
ઃ ભોળું :
ઃ ભોળું :
ઈ તો ફઈએ લાડમાં પાડેલું નામ. શવરાત્યનો જલમ તે કાયમી સંભારણું રે’ઈ સારું. ને નામ વળગી’ર્યું. પણ મને હવે હું ભોળું કે’વરાવ્યા જોગ નથી લાગતો. કાં? તો એનો જવાબ આઘેરો ગોતવા જાવું પડે એમ નથી. મારા બાપ આંબાને પુત્રજલમની અબળખા સિવાય મારી બા હાર્યે બીજો કોઈ નાતો જ ક્યાં હતો? ચાળીશ ઢૂંકડી પૂગી હશે તયેં મારી બાએ મને જલમ આપ્યો હશે, એમ કે’ નારા કે’ છે. એણે કયેં આ દુન્યામાંલી પગ ઉપાડી લીધો એનીય સરત મને ક્યાં હતી ઈ ટાણે? એકલો પડું ને ઈ માની અણસાર ગોતવા મથું તયેં એક જ મોં આંખ્ય સામે તરવરે અને ઈ માસીનું. છ-છ માસીયુંમાં સૌથી નાની. મારી ટિલવી બકરી મારું માથું સુંઘતી ઊભી હોય તયેં મા ને માસી એકહાર્યે સાંભરે. કે’નારે માસીને મા—શી અમથી કીધી હશે? મારા બાપ જયેં ઘરઘવણું કર્યાવ્યા તેદૂનો મને પંડ્યના દીકરાની ઘોડયે સાચવે છે. માસીએ કે મા’કાકાએ સાચવણમાં લગરીકેય ઓછપ નથી આવવા દીધી. તો ય હમણાં હમણાંથી  મૂંઝાયા કરું છ. થાય છે, અવતાર ધારણ કરીને વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છ. એક સુવાલ રૈરૈને આંટીએ ચડ્યા કરે છે, થોડા ટેમથી આ માસી કાંક બદલાયલી કાં લાગતી હશે? કેવા લાડથી ઈ મને અફીણી કૈને બકોરે છે! એમ તો નૈં હોય ને...કે...
ઈ તો ફઈએ લાડમાં પાડેલું નામ. શવરાત્યનો જલમ તે કાયમી સંભારણું રે’ઈ સારું. ને નામ વળગી’ર્યું. પણ મને હવે હું ભોળું કે’વરાવ્યા જોગ નથી લાગતો. કાં? તો એનો જવાબ આઘેરો ગોતવા જાવું પડે એમ નથી. મારા બાપ આંબાને પુત્રજલમની અબળખા સિવાય મારી બા હાર્યે બીજો કોઈ નાતો જ ક્યાં હતો? ચાળીશ ઢૂંકડી પૂગી હશે તયેં મારી બાએ મને જલમ આપ્યો હશે, એમ કે’ નારા કે’ છે. એણે કયેં આ દુન્યામાંલી પગ ઉપાડી લીધો એનીય સરત મને ક્યાં હતી ઈ ટાણે? એકલો પડું ને ઈ માની અણસાર ગોતવા મથું તયેં એક જ મોં આંખ્ય સામે તરવરે અને ઈ માસીનું. છ-છ માસીયુંમાં સૌથી નાની. મારી ટિલવી બકરી મારું માથું સુંઘતી ઊભી હોય તયેં મા ને માસી એકહાર્યે સાંભરે. કે’નારે માસીને મા—શી અમથી કીધી હશે? મારા બાપ જયેં ઘરઘવણું કર્યાવ્યા તેદૂનો મને પંડ્યના દીકરાની ઘોડયે સાચવે છે. માસીએ કે મા’કાકાએ સાચવણમાં લગરીકેય ઓછપ નથી આવવા દીધી. તો ય હમણાં હમણાંથી  મૂંઝાયા કરું છ. થાય છે, અવતાર ધારણ કરીને વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છ. એક સુવાલ રૈરૈને આંટીએ ચડ્યા કરે છે, થોડા ટેમથી આ માસી કાંક બદલાયલી કાં લાગતી હશે? કેવા લાડથી ઈ મને અફીણી કૈને બકોરે છે! એમ તો નૈં હોય ને...કે...
: દેવો :
: દેવો :
મારાં પાટલાસાસુ ઊજમ મોટે ગામતરે ગ્યાં ને સાઢુભાય આંબા પટેલે ઘરઘવણુંં કર્યું તયુંનો આ ભોળુને પેટના દીકરાની ઘોડ્યે અમે રાખ્યો છ. ઈનું અભેમાન નથ કરતાં, પણ આંબા પટેલે ઘરઘવણા મોર્ય જ ભોળાની માસીને મારા હાથમાં ભોળાનો હાથ મેકેલો. ને એની માસીએ એને છાતી સરસો ચાંપી દીધેલો. જતાં જતાં આંબા પટેલની આંખ્યુંમાં હરખના આંહુંં ઊભરાયેલાં, ઈ અમે કોઈ દી’ ભૂલ્યાં નથી. આ કાલ્યની ઘડીને આજનો દી’, ભોળુને ઉઝેરતા–પાઝેરતા આવ્યાં છંઈ. સો ભામણ ને એક ભાણેજરું. ભાણેજરુની આંતવડી ઠારશું તો મા હામું જોહે. ને ના, ધન્ય તો છે એની માસીને. સગ્ગી માની ઘોડ્યે એને લાડેકોડે રાખે છ. તે ત્યાં લગી કે અફીણનો બંધાણી આમ તો હું છૌં પણ ભોળિયાની રૂડી કહુંબલ આંખ્યુંને એયને એને એવી નો ગળચટ્ટી વાણીમાં અફીણી કૈને બોલાવે છ! બધી વાતે આમ સુખિયાં હોવા છતાં એક વાતની તરશ્ય આ જીવલડાને કોર્યા કરે છે, અને તે શેર માટીની ખોટ્ય. સાચું કૈયેં તો બાયુંને એની ઓછપ ઝાઝી ઝુરાવે... આ ભોળુએ ઓણસાલ એન કાઠું કાઢ્યું છ. આ કારતક ઊતર્યે તો પંદર પૂરાં... ઈ કેમ હમણાંથી બદલાયેલી બદલાયેલી લાગે છ. એના મનમાં શીનો રવાયો ફરતો હશે?
મારાં પાટલાસાસુ ઊજમ મોટે ગામતરે ગ્યાં ને સાઢુભાય આંબા પટેલે ઘરઘવણુંં કર્યું તયુંનો આ ભોળુને પેટના દીકરાની ઘોડ્યે અમે રાખ્યો છ. ઈનું અભેમાન નથ કરતાં, પણ આંબા પટેલે ઘરઘવણા મોર્ય જ ભોળાની માસીને મારા હાથમાં ભોળાનો હાથ મેકેલો. ને એની માસીએ એને છાતી સરસો ચાંપી દીધેલો. જતાં જતાં આંબા પટેલની આંખ્યુંમાં હરખના આંહુંં ઊભરાયેલાં, ઈ અમે કોઈ દી’ ભૂલ્યાં નથી. આ કાલ્યની ઘડીને આજનો દી’, ભોળુને ઉઝેરતા–પાઝેરતા આવ્યાં છંઈ. સો ભામણ ને એક ભાણેજરું. ભાણેજરુની આંતવડી ઠારશું તો મા હામું જોહે. ને ના, ધન્ય તો છે એની માસીને. સગ્ગી માની ઘોડ્યે એને લાડેકોડે રાખે છ. તે ત્યાં લગી કે અફીણનો બંધાણી આમ તો હું છૌં પણ ભોળિયાની રૂડી કહુંબલ આંખ્યુંને એયને એને એવી નો ગળચટ્ટી વાણીમાં અફીણી કૈને બોલાવે છ! બધી વાતે આમ સુખિયાં હોવા છતાં એક વાતની તરશ્ય આ જીવલડાને કોર્યા કરે છે, અને તે શેર માટીની ખોટ્ય. સાચું કૈયેં તો બાયુંને એની ઓછપ ઝાઝી ઝુરાવે... આ ભોળુએ ઓણસાલ એન કાઠું કાઢ્યું છ. આ કારતક ઊતર્યે તો પંદર પૂરાં... ઈ કેમ હમણાંથી બદલાયેલી બદલાયેલી લાગે છ. એના મનમાં શીનો રવાયો ફરતો હશે?
ઃ ગોમતી :
ઃ ગોમતી :
Line 43: Line 43:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૨. ફરક
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૪. ઓળખ
}}
}}

Latest revision as of 06:42, 17 March 2022

૩. પાઠડી

આટલાં જણ છે : એક કાચોકૂણો ભાણેજ, ભોળુ, પંદરેકની વય. દેવો : ભોળુના માસાનું નામ છે. માસી–ગોમતી, પચ્ચીસનીકનીયે નહીં હોય એમ લાગે. ઘર પછવાડે બાંધેલી બકરીનું માત્ર બેંએંએં... આરે વારે સંભળાય. બકરી પાઠડી છે. કાચી માટેનું એક ખોરડું છે. દિવસની વેળા ભૂખરાતી જાય છે. એવે વખતે ભોળુ, દેવો ને ગોમતી પોતપોતાના મન સાથે વાતવે વળતાં રહે.... ઃ ભોળું : ઈ તો ફઈએ લાડમાં પાડેલું નામ. શવરાત્યનો જલમ તે કાયમી સંભારણું રે’ઈ સારું. ને નામ વળગી’ર્યું. પણ મને હવે હું ભોળું કે’વરાવ્યા જોગ નથી લાગતો. કાં? તો એનો જવાબ આઘેરો ગોતવા જાવું પડે એમ નથી. મારા બાપ આંબાને પુત્રજલમની અબળખા સિવાય મારી બા હાર્યે બીજો કોઈ નાતો જ ક્યાં હતો? ચાળીશ ઢૂંકડી પૂગી હશે તયેં મારી બાએ મને જલમ આપ્યો હશે, એમ કે’ નારા કે’ છે. એણે કયેં આ દુન્યામાંલી પગ ઉપાડી લીધો એનીય સરત મને ક્યાં હતી ઈ ટાણે? એકલો પડું ને ઈ માની અણસાર ગોતવા મથું તયેં એક જ મોં આંખ્ય સામે તરવરે અને ઈ માસીનું. છ-છ માસીયુંમાં સૌથી નાની. મારી ટિલવી બકરી મારું માથું સુંઘતી ઊભી હોય તયેં મા ને માસી એકહાર્યે સાંભરે. કે’નારે માસીને મા—શી અમથી કીધી હશે? મારા બાપ જયેં ઘરઘવણું કર્યાવ્યા તેદૂનો મને પંડ્યના દીકરાની ઘોડયે સાચવે છે. માસીએ કે મા’કાકાએ સાચવણમાં લગરીકેય ઓછપ નથી આવવા દીધી. તો ય હમણાં હમણાંથી મૂંઝાયા કરું છ. થાય છે, અવતાર ધારણ કરીને વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છ. એક સુવાલ રૈરૈને આંટીએ ચડ્યા કરે છે, થોડા ટેમથી આ માસી કાંક બદલાયલી કાં લાગતી હશે? કેવા લાડથી ઈ મને અફીણી કૈને બકોરે છે! એમ તો નૈં હોય ને...કે...

દેવો :

મારાં પાટલાસાસુ ઊજમ મોટે ગામતરે ગ્યાં ને સાઢુભાય આંબા પટેલે ઘરઘવણુંં કર્યું તયુંનો આ ભોળુને પેટના દીકરાની ઘોડ્યે અમે રાખ્યો છ. ઈનું અભેમાન નથ કરતાં, પણ આંબા પટેલે ઘરઘવણા મોર્ય જ ભોળાની માસીને મારા હાથમાં ભોળાનો હાથ મેકેલો. ને એની માસીએ એને છાતી સરસો ચાંપી દીધેલો. જતાં જતાં આંબા પટેલની આંખ્યુંમાં હરખના આંહુંં ઊભરાયેલાં, ઈ અમે કોઈ દી’ ભૂલ્યાં નથી. આ કાલ્યની ઘડીને આજનો દી’, ભોળુને ઉઝેરતા–પાઝેરતા આવ્યાં છંઈ. સો ભામણ ને એક ભાણેજરું. ભાણેજરુની આંતવડી ઠારશું તો મા હામું જોહે. ને ના, ધન્ય તો છે એની માસીને. સગ્ગી માની ઘોડ્યે એને લાડેકોડે રાખે છ. તે ત્યાં લગી કે અફીણનો બંધાણી આમ તો હું છૌં પણ ભોળિયાની રૂડી કહુંબલ આંખ્યુંને એયને એને એવી નો ગળચટ્ટી વાણીમાં અફીણી કૈને બોલાવે છ! બધી વાતે આમ સુખિયાં હોવા છતાં એક વાતની તરશ્ય આ જીવલડાને કોર્યા કરે છે, અને તે શેર માટીની ખોટ્ય. સાચું કૈયેં તો બાયુંને એની ઓછપ ઝાઝી ઝુરાવે... આ ભોળુએ ઓણસાલ એન કાઠું કાઢ્યું છ. આ કારતક ઊતર્યે તો પંદર પૂરાં... ઈ કેમ હમણાંથી બદલાયેલી બદલાયેલી લાગે છ. એના મનમાં શીનો રવાયો ફરતો હશે? ઃ ગોમતી : બળ્યું રે આ બાયમાણહનું જીવતર. દીકરી ને ગાય દોરે ન્યાં જાય, એમ અમથું કે’વાયું હશે? હું ય મૂઈ, આફુડી તકતા કને ઊભો રૈને તાક્યા કરું છ. તકતા તો આઘણીએ તોડીફોડી નાખું પણ ઓરતાના આ તકતાને થોડો જ એમ વેરણછેરણ કરી હકાય છે? માડી, વાંઝિયામેણાં દોયલાં છે...માદેવે ધણી તો અદ્દલ એના રોખો ભલોભોળિયો આપ્યો, પણ અમારા આ ભોળિયો રોખો દીધો હત, લઠઠ. અધૂરપ તેં કાં આપી દેવ? ઓણ ઈ કાંય વધણ્યે ચડ્યો છ કાંય વધણ્યે? કેવો ફુટડો લાગે છ, રોયો? ..અરેરે હીણાં કરમની હું, કેવું કેવું વચાર્યા કરું છંવ. ખોળો પાથરીને કરગરું તો ય ક્યાંલી હાંભળે માવડી? પેટના પુંખડાની જેમ જેને સવાયો કરીને રાખ્યો... આ ભોળિયો આમ ટગર ટગર શું તાક્યા કરતો હશે? એના મનમાં કાંક... ૦ એ જ કાચી માટીનું ખોરડું. રાતનો ભાંગતો જતો ભીનોછમ ગજર. ઉગમણા બા’રની ખડકી હોઈ, વાછંટથી ઓશરી ભીંજાયા કરે છે. ભોળુ તથા માસા–માસીના ખાટલા અંદર ઓરડામાં ઢાળ્યાં છે. વાળુ પાણી કરી લીધાં છે. ઢાંકોઢુંબો પતાવી, માસી ખાટલા ભણી વળે છે. માસાએ ચલમ પી લીધી છે, ને એના ધુમાડાથી આખો ઓરડો મઘમઘે છે. બળેલી તમાકુવાળી ચલમ ભોંય ઉપર ઠપકાર્યા પછી, હાથ લંબાવી એને પટારા ઉપર મૂકી દે છે. એ પછી ત્રણેય : અફીણ, બંધાણ, દાણોદૂણી, વાડીખેતર, નાડાં-જોતર, કોઠી—કોઠલા, ગાર્યગોરમટી, ઢોરઢાંખર, મોટાભાયનાં ઓતરાદા બા’રના મકાન : જેઠાણી હાયવોયમાં જ અડધી ગળઢી થૈ ગે : આ’ખતે ય ભોળુની ટિલવી ચંટાઈ નૈં –ખાલી ગૈ ઈ પાઠડી જ રે’વા સરજાણી છે : એવા ભોળુના ટીખળ ને ટોળટપ્પા. છેવટ સૌનું પોતપોતાના ખાટલામાં આડું પડવું. આખરે વાતો ઊંઘવા માંડે ને ત્રણે જણ પોતીકા ઉજાગરા વેઠે. ઃ ભોળુ : મા’કાકા ઊંઘી ગ્યા કે શું? ટેમસર ઊંધનારો આ કાકો હમણાથી– ઃ ગોમતી : ભોળિયો હજી જાગતો લાગે છ. એના કાકાએ અફીણની કાંકરી છાનીમાની ગલોફે ચડાવી લાગે છ. ઘેનમાં હશે કે– ઃ ભોળુ : માસી કેવી કેળ્યની ઢળેલી થાંભલી જેમ આણીકોર્ય પડખું ફરીને સૂતી છે? મા’કાકા અને એના મોટાભાયને–બેયને–સરાપ છે. બેય બાયુંને ઓછો જ છે? હારોહાર એને ય વેઠવાનો છૂટકો નથી નકર– ઃ દેવો : ગોમતીનાં રૂપ તો અટાણે ય અભરે ભર્યાં છે. ચંપકવરણી કાયાની સોડમ એમનેમ કપૂર થૈ ઊડી જાહે, મારા રામ? લગન કેડ્યે આ કેટલામું ચોમાહું ખાલીખમ ગયું? આ ફળિયાનો જ કાંક વાંક હશે, નૈં તો ભોળુની ટિલવી. બીજું તો ઠીક, ગામ છાનુંછપનું તો કીધા કરતું હશે. હવે ઉઘાડેછોગ કે’શે : બે ય ભાય તાળીછાપ મૂઆ છે. ઓલી મારી ભાભી, કંકુની પૂતળી, ચૂલાના ઓબાળની જેમ એનું આખું જીવતર બળીબળીને રખ્યા થયા કરશે. ઓણ સાલ આ ભોળિયો ગલોલા રોખો બની ગ્યો છે. ચા–બીડીનું બંધાણ નૈ. હોઠ કેસર કેરીની ચીર, એમ એની માસી જ નો’તી કે’તી? બે ય માસી–ભાણેજન બૌ ભડે. ઈ ઊંઘતી હશે કે – ઃ ગોમતી : એમ તો ઈયે ક્યાંલી ઊંઘે? મોટા જેઠે લુચ્ચાઈ કરી, ક્યાં લગણ આ સરાપ વેંઢારવાનો હશે? આ ભોળુ..ત્ય...ત્ય...ઈ બિચારો માને વા’લ કરે એવો ભાવ રાખે છ, ને હું નભ્ભાય... અનેય મારા રોખા વચાર નૈ આવતા હોય ને? બને. તે દી’ પછવાડેના વાડામાં હું માથાબોળ ના’તી’તી ને વાંહ્યલું બાવણું ફટાક કરતુંક ઉઘાડીને મારા દીમનો આવેલો. હું અરીઢા ચોળતી બોલેલી : એ હું નાવ છૌ, તયેં જાણે સાંભળ્યું નો હોય એવો ડૉળ કેરેલોને મેં અડધી આંખ્ય ઉઘાડીને જોયું તો, મારી છાતીના ઊપસેલાં થાનેલાં ભણી નિલજો થૈને નીરખી ર્યો તો. પછી લજવાઈ ગ્યો હોય એવો ઢોંગ કરેલો. ઓલે વખતે વાડામાં ગૈ’તી ન્યાં મેં પાછું વાળીને જોયું તો જાળિયામાંલી આંખ્યું માંડેલી. આવા તો બે ત્રણ અખતરા મેં કરી જોયેલા. હોયેય. ધારું તો એને...ઓય મા, હું કેવાં કેવાં સોણલાં નીરખું છૌં. ઈ જાગતો લાગે છે. ઃ ભોળું : માસી તે દી’ માથાબૉળ નાતી’તી. કેવી નમણી લાગતી’તી? તળાવના કાંઠે સંધાય લૂંગડાં ઉતારીને ના’વા નો ઊતરી હોય, છુટ્ટા મોવાળા મૂકીને, એવી અદ્દલ જાણે પરી. ઓલી રાત્યે, પાદરમાં, નોંઘા ભરવાડનો નાથ્યો નો’તો કે’તો? વરુડીવાળી વાવને છેલ્લે પગથ્યે એણે વનદેવી જોયેલી. નાથ્યો રાંફા મારતો હોય. ધોમ બપોરે વનદેવી એની સાટુ કેણે ઉતારી હોય? રેઢી પડી છે એમ વનદેવી? ઈ જી હોય ઈ. વાડામાં તે દી’ મેં તો પરી જ જોઈ. થોડા ટેમથી એણે મારા ભણી કાંક નોંખી જ ગત માંડી લાગે છ. એક વાર જીવડું કાઢવાને મશે એણે કાપડાની કહું છોડીને, કાપડું છાતી પરથી ઊંચકાવેલું ય ખરું. પછી મારી હામું જોયને મરકમરક કરતીકને મલકી’તી સોતે, રાંધણિયામાં જતાં જતાં ટોણોય મારતી ગ્યેલી : ભોળિયા, આમ બાઘામંડળની જેમ શું તાક્યા કર છ? અને તે દી’ તો દી’ય તોબા તોબા વીત્યો’તો. થાય છે ય એવું ને? ગૈ ગણેશચોથની જ વાત. ફળિયામાં કાથીને ખાટલે દેગડું મેલીને ના’વા બેઠો’તો. ઈયે ઓશરીની થાંભલીને વળગીને ઠેઠ લગણ ઊભી રૈ’તી, મને જોતી. ઈ જ ગાળામાં પન્યું પેરીને ચોવણી બદલાવતો’તો તયેંય બારસાખ મોંવડ બેહી ગ્યેલી. જીવણબાપા આવેલા ને બપોરા વાડી ને સાટે ઘિર્યે કરવાનું હતું. વે’લો આવીને કાનદાસ મા’રાજની હાટડીમાંલી ગોળનું પડીકું બંધાવતો ગ્યેલો. જઈને એના હાથમાં મેલ્યું તો કૂલે ચોંટિયો ભરીને દાંત કાઢ્યા : ગળ્યું ઈ ગળ્યું, બાકી બધું બળ્યું : પછી આંખ્ય ચગાવીને બોલેલી : પણ એનાં બૌ હેવાં સારાં નૈં હો ભોળિયા! અટાણે આવું જ કાં હાંભરે છ? ઊંઘે ય નથી આવતી. બે સાથળ વચાળ હાથ ભરાવીને આમ ક્યાં લગણ તરફડિયાં મારવાનાં હશે? ભળકડું તો થવાય આવ્યું. મે હજી ઝરફર ઝરફર વરસતો લાગે છ. છપ્પરમાં ચૂવા થતા હશે. મા’કાકાએ ઓણ નળિયાં નો ચળાવ્યાં તે નો જ ચળાવ્યાં. ઢાંઢા બિચારા ધરૂજતા હશે. મારી ટિલવીને ઓશરીમાં બાંધ્યા’વું. મનની લપમાં ઓહાણ જ નોં ર્યું. મર ટિલવી લીંડિયું કરતી. વાળશે માસી આફુડી. ઓણ તો ચંટાઈ ગૈ. એમાં પાછું ટાઢોડું લાગી જાહે તો ફરી સાલવણું, તરોઈ જાતાં વાર નૈં લાગે. તાપડું વીંટાળી દૈં ટિલવીને ક્યાંકથું ગોતીને. થોડા મૈના કેડ્યે વિંયાશે. પછી તો શેડકઢું દૂધ...મોઢામાં પરાબરા આંચળ મેલી ધાવી લેવાનું. એક કોર એનું ગદીડું, એક કોર આપણા રામ. મર માસીય બળતી..કુશલો નેવાની વળગણીએ ટિંગાડ્યો’તો કાકાએ. ન્યાંલી લૈને માથે ઓઢી લેશ. છપ્પરમાં જોયા’વું. એની તે દ્યે, ફાટંફાટ લાગી છે મૂતવણી. દોમદોમ વરસ્યો લાગે છ આખી રાત્ય. ખેતરત્રે લૈ ગ્યાં હશે. સવારે તો વાવણિયાં જૂતશે. કાકા શું કરવાના? મેં જ બિયારણ ત્યાર રાખ્યાં છ વાવણી સાટુ... ઃ દેવો : હેં નોંધારાના આધાર. છેવટ લગણ નીંદર નોં આવી તે નો જ આવી. આજ તો પ્રાગડવાસ્યામાં જ સાંતી જોડવાં પડશે. હાંકલો કરીને જગાડું ભોળિયાની માસીને? સબળ ઈ અટાણ હુધી પડી રૈ? ભોળુએ વાવણીની તૈયારી કરી જ મેલી હશે. ભારીનો ફરફરિયો, કેવું નો પડે એમ તો. મુંજડાને એની માસીને હાથે જ કંકુચોખા ચોડાવશું. ગોળનાં દડબાં ને તલનું તેલ. ભોળુ બૌ રાજી થાહે. બપોરામાં લચપચતી લાપસી ને ખદખદાવેલી કઢી. જામો પડશે. ઊઠું ને? ઃ ગોમતી : હે હરિ, તું કર્ય ઈ ખરી. ઊઠું હવે. ભળકડું તો ક્યારુનું વીતી’ ગ્યું. કાગાનીંદરમાં જ રાત ગૈ. ભોળિયો છપ્પરમાં ગ્યો લાગે છે. એની બકરી એને બૌ વા’લી. પૉર તો ખાલી ગ્યેલી, બબ્બેતંતણ વાર ઉપાયે આવેલી માનીને નોધા ભરવાડનાં ચાળાં ભેળી દોરી ગ્યેલો. બોકડાના બૂટણ છોડ્યે એમ થોડી ચંટાય જાય? પણ ભાય પોતે જ રહનું ઘોયું છે, તે રૈ ગૈ’તી ઠાલી. સપેલ પેલ્લા જે બકરી હતી એને તો મૂઓ મોઢામાં આંચળ મેલીને બચકારા બોલાવતો. હવે પછી આ ટિલવીને. મર હરખ પૂરો કરી લ્યે. હલામણ. ધાવ્યો નથી ને પૂરું એની માને?... પડખું ફરું છંવ ને આ કાપડું તૂટે છે. કે’વારાની એને પે’રતી આવી છંવ, વાંક છે એનો? ઊઠું હવે. ઘઉંનું ભડકું દળી નાખું. ઘોહાભાયની ઘંટીએ મેલ્યાવી હત તો અટાણે આ લપ નો રે’ત, વાસીદાં, ગોળાભાણાં ને શિરામણમાંલી ક્યારે પરવારીશ? વાવણિયાંને ખોટીપો પાછો નો પાલવેને આજ? બપોરામાં લાપસી માંગશે, દોંગો, પાછો. ૦ દન ગણતા માસ ગયા ને વરસે આંતરિયા – એવી ગત થઈ છે, આ જ કાચી માટીને ખોરડે. અમાસનો અગતો છે, રોંઢોં થયો તો ય અકળામણ ઓસરતી નથી. ગોમતી જૂના ઘાઘરા, કાપડા, સાડલાં, કડિયાં, ચોરણા વગેરે ઊતરેલાં વસ્ત્રોનાં ચીંથરામાંથી, હાથમાં કાતર રાખી માપસરના ટુકડા કરે છે. કે અંબોડામાં ભરાવેલી સોય ખેંચીને, ગોદડીઓ બનાવવા, ઝૂડેલું રૂ ભરેલી ખોળ્યને ટેભા લે છે. દોરો પૂરો થતાં, દડિયો ગોતવા સોયને દાંત વચ્ચે દબાવે છે. એ એક પગ ગોઠણથી ઊભો વાળી, બીજો પગ સીધી લંબાવી ઓશરીને પહેલે પગથિયે બેઠેલી છે. દેવો ચલમ ફૂંકતો ફળિયામાં ઢાળેલા કાથીના ખાટલે બેઠો છે, અબોલ. અવઢવ વચ્ચે ઘેરાયેલા ભોળુનો એક પગ ખડકી બહાર જવા ઊંચકાય – ઃ ગોમતી : પગલીનો પાડનાર દ્યોને રન્નાદે—એવું કયા હરખથી ગાવું? અરેરે બાય, હવે નિહાકા શીદને નાખ છ? કૂણા જીવને મૂંઝારો કાં આપ છ? રાજીપામાં રે. ફરકવાનો પેલવારુકો મરમ તારા મોંઢે લીંપી રાખ્ય. વાંઝિયામેણું ટાળવાની જ એકલી આ ધધખના હતી કે ભવભવની તરશ્યે તને નો છોડી? પણ અભાગણી, એમ કરવા જતાં ભોળિયા શંકર રોખા ધણીનો તેં વશવા ગુમાવ્યો એનું કાંય નૈં? ઈ શું ધારતા હશે? દવા-દારૂ કે બાધા-આખડીનો પરતાપ ઈ માનતા હોય તો કેવું સારું? એમ શેં બને? પોતે ય ક્યાં અજાણ છે એમ તો પોતાથી? બે મૈના થવા આવ્યા તયેં મરમમાં પૂછ્યું’તું ય : આ‘ખતે તું કોરે નથી બેઠી કાં? માએ હામું જોયું ખરું : પણ પછી કેવું ધોળી પૂણી જેવું હસ્યા’તા? ને ત્યારુનો આ ભોળિયો ય અણોહરો રે’ છે. પસ્તાવો કર્યે હવે શું વળે? થયું નો થયું હવે થોડું જ થાવાનું છે? મંછા પૂરી કરીને મારી બાય? કે’તા’તા ઈ : રન્નાદેએ લાજ રાખી : આ તે લાજ રાખી કે ચીંથરા ઉડાડ્યા, મા? બળ્યું આવા વચાર બેજીવસોતાં હોંઈ તયેં નો કરવા જોવે અને ઈ ય શું નો’તા જાણતા? શીદ મને કાચીકુંવારીને વાંહળી એક રૂપિયા વેરી, વેચાતી લૂંટી લીધી? ચૈતર-વૈશાખના તાપ જીરવ્યા, તનના તુટામણ નો જીરવાયાં, મા કોનો વાંક કાઢું? આમ ક્યો તો તો સૌનો, આમ ક્યો તો – ઃ ભોળું : કોનો વાંક ગણવો? ભોળાભટ્ટાક કાકાનો? તરસી હણકી જેવી માસીનો? વાડીનાં રખોપાં કરી જાણ્યાં, પંડ્યનાં નો આવડ્યાં. નકર આમ બનત નૈ. સાચુકલા ઓડકાર રૂઠ્યા હવે આ ઘરમાંલી. ઊજળે મોઢે હડિયું કાઢવાના દી’ ગ્યા પગ હેઠેથી. તો ય હજી ક્યાં ધરવ છે? વાડીપડાની તેદૂની વાત, સૂતા કે જાગતા સળંગ ભજવાયા કરે છે આંખ્ય સામે, કાકા તે દિ’ દામનગર ગ્યેલા હટાણું કરવા. એટલે જ આમ થ્યું. જો કે... માસી ભાતની હાર્યે છાશની દોણી ભરી લાવેલી. થોડીક વધારે પડતી ખાટી હતી તે મારું મોડું અછતું નો ર્યું એનાથી. મેણાટતી હોય એમ બોલેલી : કે’તો હો તો પણે બાંધેલી તારી ટિલવીને આંયા દોર્યાવું. ગાભણી છે ને વિયાવાને ઝાઝી વાર નથી એટલે દૂધ તો આવશે. લાગશે બાડુ જો કે... કોણ જાણે કેમ, મારે મોંઢેથી વેણ નીકળી ગ્યાં : બાડુ તો બાડુ, ઈ યે હાલશે. ટિલવી હવે ક્યાં પાઠડી તો નથી ને? પાઠડી કાંય ઓછું દૂધ... : અને મારાથી દાંત છૂટી પડ્યા. થૈં ર્યું. માસીએ આંખ્યું પોળી કરીને તરાપ મારી, મને પાંહે ખેંચી લીધો. ભોંય સરસી થૈ, બે બાવડાં વચાળે એવો ભીંસી દીધો તે હાંફ ચડી ગ્યો એને. બોલેલી : બોલ્ય, તુલડા, પાઠડી કે’ને કે’ છો? : એને હોઠે રતુમડું લોઈ ઝબકી ઊઠ્યું જાણે. ઈ જોયને તો મારી જીભેય છુટ્ટી થૈ ગૈ : તને વળી, મારી વઉ...ઃ ઃ તારી વઉને? : એણે એકદમ ચારે પા જોય લીધું. વગડો ને વાડી સાવ નિરજન હતાં. અડખેપડખે હતી નરી લીલોતરી, ઊંચી જાર. એણે એના કપડાની કસું તડોતડ તોડી નાખી. છીંકટો નાખતી, મારા ઉઘાડા વાંસા ને છાતીને મંડી ચાટવા. બકરીની જેમ આછોતરી ધીંક મારી, બે પગના ચીપીયામાં મને જકડી લીધો. છાતી ભણી મારું મોઢું નમાવીને બોલી : લે કર્ય તો ખરો અખતરો. આ પાઠડીને ય વેણ્યના વાવડ આપ્ય, મારા અફીણી : મેં કીધું તું ને? વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છ, આ અવતારે.. શે ભૂલું આ કારમી કઠણાય? ક્યે મોઢે મા’કાકાની નજર સામે ફરકવું? કેવા નિમાણા થૈને બેઠા છ, ઈ? હવે જ્યેં ઉઘાડી ખડકી ભણી પગ ઊપડ્યો જ છે તો –