મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(5 intermediate revisions by the same user not shown)
Line 20: Line 20:

'''રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગુજરાત'''
'''મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગુજરાત'''
ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ,
ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ,
અમદાવાદ – ૩૮૦ ૦૨૭
અમદાવાદ – ૩૮૦ ૦૨૭

પ્રથમ આવૃત્તિ: જુલાઈ, ૧૯૯૪

પ્રત  ૨,૦૦૦

કિંમતઃ દસ રૂપિયા

{{સ-મ||'''© ચંદ્રકાન્ત શેઠ '''}}

{{સ-મ||પ્રકાશક
'''અમૃત મોદી'''}}

{{col-begin|width=60%}}
{{સ-મ||મંત્રી, શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગુજરાત
ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ,
અમદાવાદ-૩૮૦૦૨૭
ટેલિફોન  ૪૮૩૬૭૭}}

{{સ-મ||'''મુદ્રક'''}}
{{સ-મ||જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪
અમદાવાદ ૩૮૦ ૦૦૬
ફોનઃ ૬૫૬ ૦૫૦૪, ૬૪૪ ૨૮૩૬}}

{{સ-મ||'''મુખ્ય વિક્રેતા'''}}
{{સ-મ||નવજીવન ટ્રસ્ટ, પો. નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪}}
{{col-end}}

{{Heading| અર્પણ}}

'''ગૂજરાત વિદ્યાપીઠને,'''

'''મારા ઘટને દીધો કંઈક ઘાટ, મને કેમ વીસરે રે?'''

{{સ-મ|||'''ચંદ્રકાન્ત શેઠ'''

{{સ-મ|||[ગાંધી સવા શતાબ્દી વર્ષ]}}

{{Center block|width=16em|title='''નિવેદન'''|
{{Poem2Open}}
સ્વ. પ્રો. અનંતરાય મ. રાવળની પુણ્યસ્મૃતિમાં પ્રતિવર્ષ યોજાતી વ્યાખ્યાનમાળામાં ઈ. સ. ૧૯૯૩ના વર્ષનાં ત્રણ વ્યાખ્યાનો આપવા માટે પ્રો. અનંતરાય મ. રાવળ સમિતિ તરફથી એના પ્રમુખ ડૉ. ધીરુભાઈ ઠાકરે મને નિમંત્રણ પાઠવેલું જેનો મેં સાભાર સ્વીકાર કરેલો. એ વ્યાખ્યાનો આમ તો પૂ. રાવળસાહેબ તેમ જ મહાદેવભાઈની જન્મતારીખે – પહેલી જાન્યુઆરીએ મારે આપવાનાં હતાં, પરંતુ ત્યારે અમદાવાદની પરિસ્થિતિ એવી વણસેલી હતી કે એ તારીખો બદલવી જરૂરી બની અને છેવટે એ વ્યાખ્યાનો તા. ૩૧-૩-૧૯૯૩થી ૨-૪-૧૯૯૩ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસંવાદ-ખંડમાં આપવામાં આવ્યાં.
પ્રસ્તુત વ્યાખ્યાનો મેં સ્વીકાર્યાં તેનું મુખ્ય કારણ તો પૂ. રાવળસાહેબ તેમ જ ઠાકરસાહેબ બેય મારા વિદ્યાગુરુઓ, અને તેથી પૂ. રાવળસાહેબની સ્મૃતિમાં ઠાકરસાહેબ વ્યાખ્યાનો આપવાનું કહે તો એ ગુરુ-આજ્ઞા મારે માથે ચડાવવી જ રહી એવી મારી ભાવના. આ વ્યાખ્યાનો આપવા પાછળ ગુરુતર્પણની ભાવના મારી પ્રબળતમ હતી. વળી મહાદેવભાઈ માટે મને, કોણ જાણે શાથી, પણ સહજ જ આકર્ષણ. ધીરુભાઈની એવી ઇચ્છા પણ ખરી કે મહાદેવભાઈની જન્મશતાબ્દીના વર્ષને અનુલક્ષીને એમને જ વિષય કરીને વ્યાખ્યાનો અપાય તો સારું. હું પોતે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયનો એક અધ્યાપક. મનેય તેથી કોઈક રીતે મહાદેવભાઈની અક્ષરસેવા સાથે જોડાવાનું થાય – એમની સાથે એ રીતે મારો સત્સંગ ગોઠવાય તો ઇષ્ટ હતું. આમ મેં મહાદેવભાઈ વિશે ત્રણ વ્યાખ્યાનો આપવાનું સ્વીકારી લીધું ને એ માટેની તૈયારી શરૂ કરી દીધી. ત્યારે મહાદેવભાઈના પુત્રરત્ન શ્રી નારાયણભાઈ પણ એમના વિશે ચરિત્રગ્રંથ તૈયાર કરી રહ્યા છે તેની મને જરાય જાણકારી નહીં! જ્યારે એ ગ્રંથ મારા હાથમાં મુદ્રિત સ્વરૂપે આવ્યો ત્યારે મહાદેવભાઈ વિશેનો એક આકરગ્રંથ મળ્યાની ધન્ય લાગણી મને થઈ. આ કાર્યે મને આનંદ આપવા સાથે મૂંઝવણ પણ પ્રેરી! નારાયણભાઈએ ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' ગ્રંથમાં મહાદેવભાઈ વિશે જે કંઈ જણાવ્યું છે તેથી વિશેષ કે નવું હું શું કહેવાનો છું? ને આ પ્રશ્નનો ઉત્તર પણ મારા મને જ મને આપ્યો  નારાયણભાઈ તો મહાદેવભાઈના પુત્ર. એટલે એક પુત્રની હેસિયતથી પણ મહાદેવભાઈને જોવાની અન્યને જે અલભ્ય એવી તક એમને મળી છે; જ્યારે હું તો માત્ર એમનો એક ગુણાનુરાગી વિદ્યાર્થી – મારે તો એક અભ્યાસીની રીતે, મને એ કેવા દેખાયા – પમાયા એની વાત કરવાની રહે છે, એથી મારી વાતમાં કંઈક તો ફરક પડવાનો જ અને અન્યથા પણ મહાદેવભાઈ જેવા જીવનવીર – કર્મવીર – અધ્યાત્મવીરની વાત મારા થકી જો બેવડાય તોયે એમાં નુકસાન તો નથી જ. સત્સંગરસ એટલો વધારે! મહાદેવભાઈ મને તો માત્ર એમના શબ્દો દ્વારા અથવા અન્યના એમના વિશેના શબ્દો દ્વારા જ પમાયા છે. એ રીતે પમાયામાં મહાદેવભાઈ વિશેની જે કંઈ મારી પ્રતીતિ છે તેનો યથાશક્તિ ખ્યાલ આપવાનો ઉપક્રમ હું રચું તો એ ઉપયોગી થશે જ એવી મારી લાગણી રહી અને મેં એ લાગણીથી મહાદેવભાઈ વિશે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં અને તે પણ સદ્ભાગ્યે, મુ. શ્રી નારાયણભાઈની જ અધ્યક્ષતામાં.
મારાં વ્યાખ્યાનોમાં અનુક્રમે મહાદેવભાઈનાં અધ્યાત્મચિંતન, સાહિત્યસર્જન તેમ જ ગાંધીદર્શનને રજૂ કરવાનો પ્રયાસ રહ્યો. આ ‘ગાંધીદર્શન' પણ મહાદેવભાઈનાં સાહિત્યમાં – વિશેષે તો એમની ડાયરીઓમાં જે રજૂ થતું હોય છે. તેથી જ એ વ્યાખ્યાન ત્રીજા ક્રમમાં આપવાનું યોગ્ય માન્યું છે, અન્યથા એ બીજા ક્રમે આપવાનું જ વિચારાયું હોત. અહીં તો મહાદેવભાઈના શબ્દ પાછળનું મુખ્ય પ્રેરક બળ જે અધ્યાત્મ, જે શીલ તેને પહેલો ક્રમ આપી, બીજા ક્રમે તેમના શબ્દની અને ત્રીજા ક્રમે એમના શબ્દમાં વિષય બનીને આવેલા ગાંધીજી અંગેની વાત રજૂ કરવાનો અભિગમ રાખ્યો છે.
આ વ્યાખ્યાનોમાં મહાદેવભાઈનાં અધ્યાત્મજીવન તેમ જ સાહિત્યિક જીવનનાં બધાં જ પાસાં આવી જાય છે એવો આ વ્યાખ્યાનકારનો દાવો ન જ હોય. આમ છતાં એમનાં અધ્યાત્મ તેમ જ સાહિત્યિક જીવનની મુખ્ય મુખ્ય બાબતો આમાં આવી જાય એ માટે યથાશક્તિ કાળજી લીધી છે. મહાદેવભાઈનાં જીવનકર્મના પ્રેમી સૌને આ વ્યાખ્યાનો કંઈકેય ઉપયોગી થશે તો મને તો આનંદ જ થશે.
આ વ્યાખ્યાનો તૈયાર થયા પછી તે છાપવામાં શ્રી મહાદેવભાઈ જન્મશતાબ્દી સમિતિએ જે રસ દાખવ્યો તે બદલ એ સમિતિનો, એ સમિતિના મંત્રીઓ સર્વશ્રી અમૃતભાઈ મોદી, જયન્તભાઈ પંડ્યા અને જિતેન્દ્રભાઈ દેસાઈનો આભારી છું. આ વ્યાખ્યાનો અપાયાં મારા વિદ્યાગુરુ શ્રી ઠાકરસાહેબની સૂચનાથી અને તેનું પ્રકાશન શ્રી મહાદેવભાઈ જન્મશતાબ્દી સમિતિ કરે તેની મંજૂરી પણ તેમણે આપી તે બદલ તેમનો અને પ્રો. અનંતરાય મ. રાવળ મારક સમિતિનો હું ફરીથી આભાર માનું છું. ગૂજરાત વિદ્યાપીઠે ને ખાસ કરીને ગ્રંથાલયે આ વ્યાખ્યાનો આપવામાં જે સુવિધાઓ પૂરી પાડી તે બદલ તેમનો પણ આભારી છું. વળી આ વ્યાખ્યાનોને સુંદર ગ્રંથાકાર આપવામાં આપણા એક ઉત્તમ મુદ્રણકળાવિદ સ્નેહી શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ જે રસ અને કાળજી દાખવ્યાં છે તે બદલ એમનો અને એમના સાથીઓનો પણ હું આભારી છું. આ વ્યાખ્યાનોમાં ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદીની પણ મને સાદ્યંત મદદ મળી છે તેનો ઋણભાવે નિર્દેશ કરું છું.
{{સ-મ|||'''– ચંદ્રકાન્ત શેઠ'''}}
{{સ-મ|||૨-૫-૧૯૯૩}}
{{સ-મ|||
૯બી, પૂર્ણેશ્વર ફલેટ્સ, ગુલબાઈ ટેકરા પર,}}
{{સ-મ|||

અમદાવાદ-૩૮૦૦૧૫}}
{{Poem2Close}}