માય ડિયર જયુની વાર્તાઓ/સંપાદકનો પરિચય

સંપાદકનો પરિચય

પચીસેક વર્ષથી ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યયન-અધ્યાપન કાર્ય સાથે જોડાયેલો છું. ૨૦૧૪થી ચરોતરની શ્રી આર. કે. પરીખ આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, પેટલાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવારત છું. એ પૂર્વે શેઠ પી. ટી. આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, ગોધરા, પી. આર. બી. આટ્‌ર્સ ઍન્ડ પી. જી. આર. કૉમર્સ કૉલેજ, બારડોલી અને નલિની-અરવિંદ ઍન્ડ ટી.વી. પટેલ આટ્‌ર્સ કૉલેજ, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક તરીકે સેવા આપી છે. ‘વહી’, ‘રીતિ’, ‘શબ્દસર’, ‘વિ-વિદ્યાનગર’, ‘પરિવેશ’, ‘સાહિત્ય વીથિકા’ જેવાં સામયિકો તેમજ ‘અધીત’, ‘આસ્વાદ્ય ઉમાશંકર’, ‘સાહિત્યની અવધારણા’, ‘પૂર્વાલાપ’, ‘આસ્વાદમાલા’ જેવા સંપાદિત ગ્રંથોમાં અભ્યાસલેખ પ્રસિદ્ધ થયેલા છે. ગુજરાતી ભાષાના ખ્યાતિપ્રાપ્ત સર્જક ડૉ. મણિલાલ હ. પટેલના માર્ગદર્શનમાં ‘ગુજરાતી ટૂંકીવાર્તામાં ઉપસતી નારીની છબી’ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. સહૃદય કવિ અને આગવી સંપાદકીય સૂઝ ધરાવતા શ્રી મણિલાલ હ. પટેલ સાથે ‘સિગ્નેચર પોયમ્સ’નું સંપાદન કર્યું છે. – ગિરીશ ચૌધરી