માય ડિયર જયુની વાર્તાઓ/૭. માસ્તરનો ઑમ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. માસ્તરનો ઑમ|}} {{Poem2Open}} મારો સ્વભાવ શંકાશીલ કહેવાય. ક્યારેક...")
 
No edit summary
 
Line 20: Line 20:
‘તો શક્તિમાન જ રાખો ને.’
‘તો શક્તિમાન જ રાખો ને.’
વળી એ વિચારમાં પડીને કુરકુરિયાને પસવારતા રહ્યા. ઘણીવારે નાભિમાંથી મંત્ર ઉચ્ચારતા હોય એમ બોલ્યા, ‘ટૉમ નહિ, ‘ઑમ’ રાખીએ. મારે આને શક્તિશાળી ય બનાવવું છે અને સંસ્કારી ય બનાવવું છે.’ અને, પોતાનો આ નિર્ણય જાણે કે કોઈ જીવનમંત્ર હોય એમ આકાશ તરફ જોઈ રહ્યા, મસીહાની જેમ.

ટૉમ રાખે કે ઑમ રાખે, મને તો કાંઈ લેવાદેવા નહોતી. મેં તો ગમે તે નામ રાખો, એટલું વાતવાતમાં સૂચન કરેલું. ત્યાં માસ્તરે એ વાતને ચોળીને ચીકણી કરી મૂકી; છેક સંસ્કાર ને સંસ્કૃતિ સુધી લઈ ગયા. અને પછી તો, એનો ઉછેર જ સંસ્કારના સિંચનથી કરવા માંડેલા. દિનબદિન જેવી કાળજી ખવરાવવા-પીવરાવવાની લે, એવી જ ચીવટ ઑમની ટેવો અને હરકતો બાબતે રાખે. ત્યાં સુધી કે ચાર-છ મહિને ઑમ મોટો ડાઘિયો બની ગયો. પણ માસ્તરની ચીવટ એવી કે ઑમની ટેવો જોઈને ખરેખર આશ્ચર્ય થાય. દા.ત. કમ્પાઉન્ડમાં ચક્કર લગાવે, પણ બેસે ત્યારે એના ખાસ પાથરણા પર જ બેસે, દા.ત. ટાઇમસર ખાય-પીએ, અને ખાઈ-પીને મોં પાણીના બાઉલમાં બોળે, ને પછી મોં પાથરણા સાથે લૂંછી નાખે. દા.ત. પગ ઊંચો કરવાનું બને ત્યારે કમ્પાઉન્ડના એક ખૂણે જ પહોંચે. દા.ત. સોસાયટીનાં બીજાં કૂતરાં દોડધામ કરતાં હોય, ક્યારેક ભસતાં–ઝગડતાં હોય, પણ ઑમ એની સામે ય ન જુએ. ઉલટાનું, ભસતાં કૂતરાને જોઈને એ માસ્તર સામું જુએ; અને માસ્તર એની આંખોમાં આંખો પરોવીને ઊંડેથી બોલે, ‘ઑઑમ્‌...’ તો, ઑમ પણ મોં પહોળું કરીને, બગાસું ખાતો હોય એમ, બોલે, ‘ઑઉમ્‌’.

પહેલીવાર મેં એ દૃશ્ય જોયું ત્યારે મારો શ્વાસ થંભી ગયો હતો. ઑમ માસ્તર સામું જોઈને ‘ઑઉમ્‌’ બોલ્યો, અને માસ્તર ગર્વથી મારી સામું જોઈ રહ્યા. જાણે કે કહેતા હોય : આને સંસ્કાર કહેવાય. અને, એ છાપ જડબેસલાક બેસારવા જ માસ્તરે ફરી ‘ઑમ્‌’ ઉચ્ચાર્યું; તરત જ ઑમ બોલ્યો, ‘ઑઉમ્‌’ માસ્તરે ફરી વાર ‘ઑમ્‌’ ઉચ્ચાર્યું, ઑમ પણ ફરીવાર બોલ્યો, ‘ઑઉમ્‌’. અને માસ્તર પ્રસન્ન વદને મારી સામું જોઈ રહેલા. ઑમ પણ એમની સામે પ્રસન્ન વદને તાકી રહેલો. ત્યારે માસ્તરના સંસ્કારની મને હળવી ઈર્ષા પણ થયેલી, અને થોડી હળવાશ પણ.

હળવાશ એટલા માટે કે માસ્તરને ડાયલોગ કરવા માટેની કંપની મળી ગઈ. એમના પત્નીની સવાર રસોડામાં જાય, આખો દિવસ સ્કૂલમાં જાય, અને સાંજ રાત વળી રસોડામાં, અને પછી પથારીમાં થાકનો ઢગલો. શુચિનું પણ એવું જ. લેસન-ટ્યુશન-સ્પોટ્‌સ ક્લબમાંથી ફ્રી થાય તો માસ્તર સાથે બેસીને વાત કરે ને! એટલે તો અમારી સોસાયટીમાં માસ્તરનું ટેનામેન્ટ છેડે, છતાં હું જ્યારે બહાર નીકળું ત્યારે માસ્તરને અચૂક ટહુકો કરું. મૂંગા રહી રહીને એમના ચહેરાની રેખાઓ પણ સ્ટીલ થઈ ગઈ હતી એની મને દયા આવતી.

18,450

edits