યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:
ખંડ ૫ ઔદ્યોગિક ક્રાંતિ: ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓ’
ખંડ ૫ ઔદ્યોગિક ક્રાંતિ: ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓ’
અંતિમ ચાર ખંડનાં શીર્ષકો જ સમગ્ર પુસ્તક પ્રતિ કુતુહલ જાગૃત કરે તેવાં છે. સાથે જયારે નિરંજન ભગત જેવા ઈતિહાસ-રસિક અને વિદ્વાન સાહિત્યકારનું નામ જોડાયેલું હોય ત્યારે આ પુસ્તક વાંચવાની જિજ્ઞાસા વધી જાય તેમાં આશ્ચર્ય નથી. યંત્રવિજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્યને એક સાથે પ્રસ્તુત કરતું અન્ય કોઈ પુસ્તક ગુજરાતીમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.  

પુસ્તક વાંચતાં, સુજ્ઞ વાચક વિગતોનાં પ્રાચુર્યથી, તર્કબદ્ધ વિચારધારાથી, વાગ્મિતાસભર વાણીના પ્રવાહથી, વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ અને તારણથી પ્રભાવિત થાય એમાં શંકાને સ્થાન નથી. યંત્રવિજ્ઞાનની વ્યાખ્યાથી આરંભ કરી તેના વિકાસના ઇતિહાસનો (પ્રાગ્-ઐતહાસિક યુગથી વર્તમાન સુધીનો) આલેખ કરી, ઔદ્યોગિક ક્રાંતિનું ઐતિહાસિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં વિગતવાર આલેખન કરીને લેખક ભારતને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સાંકળી લે છે. ભારતના તત્કાલીન રાજકારણને કારણે ઔદ્યોગિક ક્રાંતિની ભારત ઉપર થયેલી આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક અસરનું વર્ણન અને વિશ્લેષણ કરીને લેખક અંતે ગુજરાતી સાહિત્યની ‘પાંચ ગદ્યપદ્યકૃતિઓ’નું – દલપતરામનું ‘હુંનરખાનની ચઢાઈ’, ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’, રણજિતરામનું ‘માસ્તર નંદનપ્રસાદ’, બલવન્તરાય ઠાકોરનું ‘ઇતિહાસ દિગ્દર્શન’ અને ઉમાશંકર જોશીનું ‘આત્માનાં ખંડેર’ – તત્કાલીન સંજોગોના સંદર્ભમાં વિશ્લેષણ અને વિવેચન કરે છે.  
પુસ્તક વાંચતાં, સુજ્ઞ વાચક વિગતોનાં પ્રાચુર્યથી, તર્કબદ્ધ વિચારધારાથી, વાગ્મિતાસભર વાણીના પ્રવાહથી, વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ અને તારણથી પ્રભાવિત થાય એમાં શંકાને સ્થાન નથી. યંત્રવિજ્ઞાનની વ્યાખ્યાથી આરંભ કરી તેના વિકાસના ઇતિહાસનો (પ્રાગ્-ઐતહાસિક યુગથી વર્તમાન સુધીનો) આલેખ કરી, ઔદ્યોગિક ક્રાંતિનું ઐતિહાસિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં વિગતવાર આલેખન કરીને લેખક ભારતને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સાંકળી લે છે. ભારતના તત્કાલીન રાજકારણને કારણે ઔદ્યોગિક ક્રાંતિની ભારત ઉપર થયેલી આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક અસરનું વર્ણન અને વિશ્લેષણ કરીને લેખક અંતે ગુજરાતી સાહિત્યની ‘પાંચ ગદ્યપદ્યકૃતિઓ’નું – દલપતરામનું ‘હુંનરખાનની ચઢાઈ’, ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’, રણજિતરામનું ‘માસ્તર નંદનપ્રસાદ’, બલવન્તરાય ઠાકોરનું ‘ઇતિહાસ દિગ્દર્શન’ અને ઉમાશંકર જોશીનું ‘આત્માનાં ખંડેર’ – તત્કાલીન સંજોગોના સંદર્ભમાં વિશ્લેષણ અને વિવેચન કરે છે. <ref>આ પાંચેય કૃતિઓનું વિવેચન અને વિશ્લેષણ શબ્દશ: સ્વાધ્યાયલોક ભાગ ૫ અને ૭માં પ્રગટ થયું છે. </ref>
યંત્રવિજ્ઞાનનો અને ઔદ્યોગિક ક્રાંતિનો ઇતિહાસ, તેના સમાજ અને અર્થકારણ તેમ જ ભારતના રાજકારણ, અર્થકારણ અને સંસ્કૃતિ ઉપર પડેલા પ્રભાવને સમજ્યા પછી, ગુજરાતી સાહિત્યની પાંચ કૃતિઓમાં ઝીલાયેલી તેની છાયાનો આસ્વાદ લીધા પછી – ટૂંકમાં, આખું પુસ્તક વાંચ્યા અને માણ્યા પછી, વાચક સ્વાભાવિક રીતે વિચાર કરે કે હજી તો બે ખંડ બાકી રહી ગયા છે – તો તેમાં શું આવવાનું હતું? એને યાદ કરવું પડે છે કે લેખકે ‘નિવેદન’માં કહ્યું હતું કે,

‘છઠ્ઠા ખંડમાં આજે યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિની પૂર્વસંધ્યાએ મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે અને એથી ભવિષ્યમાં,  નિકટના જ ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ, મનુષ્ય અને સંસ્કૃતિનું સર્જન થશે ત્યારે સમસ્ત મનુષ્યજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો રજૂ થશે અને આ અંતિમ વિક્લ્પોમાં મનુષ્ય માત્રએ જે પસંદગી કરવાની રહેશે એ અંગે નો અંગુલિનિર્દેશ છે. સાતમા અને અંતિમ ખંડમાં યંત્રવિજ્ઞાન સાથે મંત્રકવિતાને શો સંબંધ છે? અને યંત્રવૈજ્ઞાનિક યુગ, મનુષ્ય, સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં મંત્રકવિતાનો શો ધર્મ છે? – આ ગહનગભીર પ્રશ્નો પૂછવાનું નર્યું સાહસ છે.’

Line 33: Line 33:
પુસ્તકના અંતે ઉમાશંકર જોશીનાં બે કાવ્યો – ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’ – દ્વારા નિરંજન ભગત વાચકને મંત્રકવિતાની ઝાંખી કરાવતાં લખે છે,
પુસ્તકના અંતે ઉમાશંકર જોશીનાં બે કાવ્યો – ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’ – દ્વારા નિરંજન ભગત વાચકને મંત્રકવિતાની ઝાંખી કરાવતાં લખે છે,
‘ ‘વિશ્વશાંતિ’માં એક આદર્શ પ્રતિ અભીપ્સા છે. એમાં જે ભવનામયતા કાવ્યની એકતા રૂપ છે એ ભાવનામયતાને માનવજાતિએ વાસ્તવિકતા બનાવ્યા વિના છૂટકો નથી એવું દર્શન છે. એમાં . . . વિશ્વશાંતિ એ માનવનિયતિ છે એવું દર્શન છે. . . .  ‘આત્માનાં ખંડેર’ . . . માં આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યની વાસ્તવિકતા છે, એમાં કેન્દ્રમાં વ્યક્તિની અશાંતિ છે. પણ આ વિશ્વશાંતિ અને આ વ્યક્તિની અશાંતિ વચ્ચે વિરોધ નથી. આ અશાંતિનો અનુભવ એ નરક છે પણ એના યથાર્થનો સ્વીકાર શોધન છે. . . . વ્યક્તિની અશાંતિના આ યથાર્થના સ્વીકાર દ્વારા જ વિશ્વશાંતિની શક્યતા છે. . . . ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’ એ સંક્રાંતિયુગની કવિતા છે. યંત્રવૈજ્ઞાનિક યુગમાં યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યના સંદર્ભમાં, હવે પછીની કવિતામાં ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર’નો સમન્વય થશે. આ બન્ને પ્રકારની કવિતા એક કૃતિ રૂપે, એક-આકૃતિ રૂપે સિદ્ધ થશે. અને એ કવિતા યંત્રવિજ્ઞાનના સંદર્ભમાં મંત્રકવિતા હશે.’

આ અધૂરા પુસ્તકની ઉપરોક્ત રૂપરેખા તેને એક અગત્યના અને સુસંસ્કૃત પુસ્તક તરીકે સ્વીકારવા માટે પર્યાપ્ત છે. હવે વાત રહી અંતિમ વિશેષણ, ‘વિસ્મૃત’ની. લેખકનાં લખાણોની પ્રત્યેક સૂચિમાં સ્થાન પામતાં – ભલે અધૂરાં (અને તેથી ખોટા(!) શીર્ષકથી) - પુસ્તકને ‘વિસ્મૃત’ કહી શકાય? આ પુસ્તકનું નામ/શીર્ષક એકવાર જોયા/સાંભળ્યા પછી ભૂલાય એવું નથી. માટે, આ પુસ્તકનું નામ/શીર્ષક વિસ્મૃત નથી પણ પુસ્તક અવશ્ય વિસ્મૃત છે – ભૂલાઈ ગયું છે, કદાચ પ્રકાશનના થોડા જ સમય પછી ભૂલાઈ ગયું હશે. જો તેમ ન હોત તો તેના ઉત્તરાર્ધ માટે લેખક પાસે તકાદો થયો હોત, લેખકે પોતાના બચાવમાં તેનો જવાબ આપ્યો હોત ઈત્યાદિ. જેનો સંદર્ભ શક્ય નથી તેવી ‘જો’ અને ‘તો’ની વાત જવા દઈએ. આશ્ચર્યની વાત એ છે કે એકાદ બે અપવાદ  સિવાય આ પુસ્તકની સમીક્ષા કે અવલોકન ક્યાંય નજરે નથી પડતાં. એટલું જ નહીં, નિરંજન ભગતના સાહિત્યની વિસ્તૃત સ્વરૂપે વાત થતી હોય ત્યાં પણ આ પુસ્તક વિશે એક પંક્તિ પણ વાંચવા નથી મળતી. અલબત્ત, વિસ્મૃતિ જ જેની અનિવાર્ય અને નિશ્ચિત નિયતિ હોય તેવાં પુસ્તકો પણ છપાય છે અને તેની નોંધ ન લેવાય કે સમીક્ષા ન થાય તે સ્વાભાવિક અને કદાચ ઇચ્છનીય પણ છે. પણ યંત્રવિજ્ઞાનના ઇતિહાસથી આરંભ કરી તેના વ્યાપની મનુષ્યજીવન ઉપર પડતી અસર તેમ જ સાંસ્કૃતિક સ્તરે સાહિત્યમાં તેની છાયાની વાત કરતા ગુજરાતીના આભૂષણ સમાન આ પુસ્તકની અવગણનાના પાયામાં વિસ્મૃતિ સિવાય બીજું શું હોઈ શકે?
આ અધૂરા પુસ્તકની ઉપરોક્ત રૂપરેખા તેને એક અગત્યના અને સુસંસ્કૃત પુસ્તક તરીકે સ્વીકારવા માટે પર્યાપ્ત છે. હવે વાત રહી અંતિમ વિશેષણ, ‘વિસ્મૃત’ની. લેખકનાં લખાણોની પ્રત્યેક સૂચિમાં સ્થાન પામતાં – ભલે અધૂરાં (અને તેથી ખોટા(!) શીર્ષકથી) - પુસ્તકને ‘વિસ્મૃત’ કહી શકાય? આ પુસ્તકનું નામ/શીર્ષક એકવાર જોયા/સાંભળ્યા પછી ભૂલાય એવું નથી. માટે, આ પુસ્તકનું નામ/શીર્ષક વિસ્મૃત નથી પણ પુસ્તક અવશ્ય વિસ્મૃત છે – ભૂલાઈ ગયું છે, કદાચ પ્રકાશનના થોડા જ સમય પછી ભૂલાઈ ગયું હશે. જો તેમ ન હોત તો તેના ઉત્તરાર્ધ માટે લેખક પાસે તકાદો થયો હોત, લેખકે પોતાના બચાવમાં તેનો જવાબ આપ્યો હોત ઈત્યાદિ. જેનો સંદર્ભ શક્ય નથી તેવી ‘જો’ અને ‘તો’ની વાત જવા દઈએ. આશ્ચર્યની વાત એ છે કે એકાદ બે અપવાદ <ref>‘નિરંજન ભગત અને યંત્રવિજ્ઞાનની સમસ્યા’, ‘પરબ’, જાન્યુઆરી ૧૯૮૩માં નટવર ગાંધી અને ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ વિશે, પ્રફુલ્લ રાવલ, ૨૦૧૯, ‘કાળની કેડીએ ઘડીક સંગ’, (નિરંજન ભગત અધ્યયન ગ્રંથ), સં. રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે, કિરીટ દૂધાત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૨૦. અહીં પણ ‘પૂર્વાર્ધ’ શબ્દ વર્જિત છે! આ જ અધ્યયન ગ્રંથમાં ‘કેવલમ્ જ્ઞાનમૂર્તિમ્’માં સંજય શ્રીપાદ ભાવે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ને ‘ઓછું જાણીતું થયેલું અજોડ પુસ્તક’ ગણાવે છે. </ref> સિવાય આ પુસ્તકની સમીક્ષા કે અવલોકન ક્યાંય નજરે નથી પડતાં. એટલું જ નહીં, નિરંજન ભગતના સાહિત્યની વિસ્તૃત સ્વરૂપે વાત થતી હોય ત્યાં પણ આ પુસ્તક વિશે એક પંક્તિ પણ વાંચવા નથી મળતી. અલબત્ત, વિસ્મૃતિ જ જેની અનિવાર્ય અને નિશ્ચિત નિયતિ હોય તેવાં પુસ્તકો પણ છપાય છે અને તેની નોંધ ન લેવાય કે સમીક્ષા ન થાય તે સ્વાભાવિક અને કદાચ ઇચ્છનીય પણ છે. પણ યંત્રવિજ્ઞાનના ઇતિહાસથી આરંભ કરી તેના વ્યાપની મનુષ્યજીવન ઉપર પડતી અસર તેમ જ સાંસ્કૃતિક સ્તરે સાહિત્યમાં તેની છાયાની વાત કરતા ગુજરાતીના આભૂષણ સમાન આ પુસ્તકની અવગણનાના પાયામાં વિસ્મૃતિ સિવાય બીજું શું હોઈ શકે?
અંતમાં આ અધૂરા પણ અગત્યના અને સુસંસ્કૃત પણ વિસ્મૃત પુસ્તકની, જવલ્લે જ જોવા મળતી એક સમીક્ષામાં સમીક્ષક, પ્રફુલ્લ રાવલનું અંતિમ વિધાન ટાંકીને વિરમીશ:
અંતમાં આ અધૂરા પણ અગત્યના અને સુસંસ્કૃત પણ વિસ્મૃત પુસ્તકની, જવલ્લે જ જોવા મળતી એક સમીક્ષામાં સમીક્ષક, પ્રફુલ્લ રાવલનું અંતિમ વિધાન ટાંકીને વિરમીશ:
‘મંત્રકવિતાનું દર્શન વ્યક્ત કરવાની નિરંજન ભગતની આ મથામણ સ્તુત્ય છે, પરંતુ દીર્ઘસૂત્રિતા મૂળને પામવામાં જાણે આડરૂપ બને છે. છતાંય વીસમી સદીની છેલ્લી પચ્ચીસીના આરંભે યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતાનો યોગ કરવા-શોધવા કરેલું આ તત્ત્વચિંતન ગુજરાતી વિવેચન સાહિત્યની સંપદા છે. એ દ્રષ્ટિએ આ કૃતિનું ઐતિહાસિક મૂલ્ય છે અને રહેશે.’  

Line 54: Line 54:
|title = અનુક્રમ  
|title = અનુક્રમ  
|content =  
|content =  
* [[મંત્રકવિતા/૧|૧. ]]
* [[મંત્રકવિતા/૧|૧. પ્રાસ્તાવિક ]]
* [[મંત્રકવિતા/૨|૨. ]]
* [[મંત્રકવિતા/૨|૨. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નો ]]
* [[મંત્રકવિતા/૩|૩. ]]
* [[મંત્રકવિતા/૩|૩. યંત્રવિજ્ઞાનનો ઈતિહાસ: ઔદ્યોગિક ક્રાંતિ ]]
* [[મંત્રકવિતા/૪|૪. ]]
* [[મંત્રકવિતા/૪|૪. ઔદ્યોગિક  ક્રાંતિ: ભારતવર્ષની ત્રિવિધ પરાધીનતા ]]
* [[મંત્રકવિતા/૫|૫. ]]
* [[મંત્રકવિતા/૫|૫. ઔદ્યોગિક ક્રાંતિ: ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓ ]]
}}
}}
<!--  
<!--