યાત્રા/એકલની પગદંડી

એકલની પગદંડી

         રે કો એકલની પગદંડી,
         મત મત એ લેના પગદંડી.

જગ બિચ નગર, નગર બિચ જંગલ,
          નહિ મારગ, નહિ કેડી,
કો અવધૂત ભમે અણદેખ્યો,
          પાઘ નહિ, ન પછેડી રે કો.

બિન સૂરજ એ કમલ ખિલાવે,
          બિન ચંદરમાં ભરતી,
રાજસાજનાં નવલખ મોતી
          ચપટી રાખ સરજતી. રે કો.

મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો,
          ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા!
મેં મારું પટક્યું શિર, પલમાં
          પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો.


૨૫ માર્ચ, ૧૯૪૮