યાત્રા/એકલની પગદંડી

Revision as of 04:59, 23 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એકલની પગદંડી|}} <poem> {{space}}રે કો એકલની પગદંડી, {{space}} મત મત એ લેના પગદંડી. જગ બિચ નગર, નગર બિચ જંગલ, {{space}} નહિ મારગ, નહિ કેડી, કો અવધૂત ભમે અણદેખ્યો, {{space}} પાઘ નહિ, ન પછેડી રે કો. બિન સૂરજ એ કમલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એકલની પગદંડી

         રે કો એકલની પગદંડી,
          મત મત એ લેના પગદંડી.

જગ બિચ નગર, નગર બિચ જંગલ,
          નહિ મારગ, નહિ કેડી,
કો અવધૂત ભમે અણદેખ્યો,
          પાઘ નહિ, ન પછેડી રે કો.

બિન સૂરજ એ કમલ ખિલાવે,
          બિન ચંદરમાં ભરતી,
રાજસાજનાં નવલખ મોતી
          ચપટી રાખ સરજતી. રે કો.

મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો,
          ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા!
મેં મારું પટકયું શિર, પલમાં
          પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો.

૨૫ માર્ચ, ૧૯૪૮