યાત્રા/ઝીણું ઝરણું

From Ekatra Wiki
Revision as of 05:19, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝીણું ઝરણું|}} <poem> આ એક અહીં ઝીણું ઝરણું, કો વનપરીનું ભમતું ચરણું. {{space}} આ એક અહીં ઝીણું ઝરણું. કો પંખીડું કલકલ ટહુકે, કો વેલ લચી ફુલફુલ ઝૂકે, મારું મનડું માઝા આંહી મૂકે. {{space}} આ એક અહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝીણું ઝરણું

આ એક અહીં ઝીણું ઝરણું,
કો વનપરીનું ભમતું ચરણું.
          આ એક અહીં ઝીણું ઝરણું.

કો પંખીડું કલકલ ટહુકે,
કો વેલ લચી ફુલફુલ ઝૂકે,
મારું મનડું માઝા આંહી મૂકે.
          આ એક અહીં ઝીણું ઝરણું.

કો સૌરભ વહી લાવી લહરી,
કો છલકી શી મધુની ગગરી,
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
          આ એક અહીં ઝીણું ઝરણું.

ઓ સારસ જોડ ઊડી ગગને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
          આ એક અહીં ઝીણું ઝરણું.

૧૨ ઑક્ટોબર, ૧૯૪૭