યાત્રા/તવ વરષણે

Revision as of 11:07, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તવ વરષણે|}} <poem> ધરામાં ઢેફેલાં કમકમી, રહે બીજ, વરષા પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે, પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે, કશું થાયે હૈયું તસતસતું તાજા સ્વપનથી! મને યે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તવ વરષણે

ધરામાં ઢેફેલાં કમકમી, રહે બીજ, વરષા
પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે,
પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે,
કશું થાયે હૈયું તસતસતું તાજા સ્વપનથી!

મને યે એવું કે થઈ જતું ઘણી વાર, સુમુખિ!
રહુ કંપી, ભીતિ પ્રગટી પુલકે રોમ થથરે,
પછી કિન્તુ ધીરે ઉર તસતસી તૂટી ઉઘડે,
ખિલે શા ગુચ્છો ત્યાં અરુણ કુમળી કૂંપળ તણા!

અહો સૌન્દર્યોને ભવન રમતી! જંગલ વિષે
ઉગેલા આ છોડે તવ વરષણે કૂંપળ કશી
ખિલી છે તે જોવા કુરસદ મળે તો, ડગ જરા
જજે હૈ આ બાજુ. કબુલ, અહીં છે કંટક ઘણા,

છતાં જાજે આવી નિરભય બની, કાંટ સઘળી
દિધી ઢાંકી જાડા હૃદય તણું મેં જાજમ વતી.
ઑક્ટોબર, ૧૯૩૮