યાત્રા/તારો સખી, સ્નેહ –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તારો સખી, સ્નેહ –|}} <poem> તારા સખી, સ્નેહ સ્કુરે વસંતે વસંતના સૌરભ શો સુખાર્દ્ર! ચમેલી આ કેમળ મીઠડીમાં, ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં, કે કેતકીની ઘનમત્ત લહેરમાં, આ કુંજની પાંદડી...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|તારો સખી, સ્નેહ –|}}
{{Heading|તારો સખી, સ્નેહ –|}}


<poem>
{{block center| <poem>
તારા સખી, સ્નેહ સ્કુરે વસંતે
તારો સખી, સ્નેહ સ્ફુરે વસંતે
વસંતના સૌરભ શો સુખાર્દ્ર!
વસંતના સૌરભ શો સુખાર્દ્ર!


ચમેલી આ કેમળ મીઠડીમાં,
ચમેલી આ કોમળ મીઠડીમાં,
ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં,
ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં,
કે કેતકીની ઘનમત્ત લહેરમાં,
કે કેતકીની ઘનમત્ત લ્હેરમાં,
આ કુંજની પાંદડી પાંદડીએ
આ કુંજની પાંદડી પાંદડીએ
સુરૂપ તારાં સ્ફુરતાં શતાવધિ.
સુરૂપ તારાં સ્ફુરતાં શતાવધિ.
Line 15: Line 15:
કે આમ્રની મંજુલ મંજરીમાં,
કે આમ્રની મંજુલ મંજરીમાં,
કે કંઠમાં કોકિલને ચડીને
કે કંઠમાં કોકિલને ચડીને
વસંતે જે ઠેક ભરે વને વને.
વસંતે જો ઠેક ભરે વને વને.


તુંયે, શુભે! અંતર આમ્રરાજિમાં
તુંયે, શુભે! અંતર આમ્રરાજિમાં
છૂપી વસી કે શિશિરની રાત્રિઓ.
છૂપી વસી કૈં શિશિરોની રાત્રિઓ.
પ્રસન્ન કો એક પ્રભાત તારો
પ્રસન્ન કો એક પ્રભાત તારો
ટહુકો સ્ફુર્યો, સ્વસ્થ વિરાગી હૈયું
ટહુકો સ્ફુર્યો, સ્વસ્થ વિરાગી હૈયું
Line 25: Line 25:
ને કુંજને બાકી ન કામના રહી.
ને કુંજને બાકી ન કામના રહી.


અનન્ય હે માનવપુષ્પ! ક્હે કે
અનન્ય હે માનવપુષ્પ! ક્‌હે કે
વસંતમાં તું વિકસ્યું, વસંત વા
વસંતમાં તું વિકસ્યું, વસંત વા
તારા થકી આ વિકસ્યો? કહે, કહે!
તારા થકી આ વિકસ્યો? કહે, કહે!
{{Right|એપ્રિલ, ૧૯૩૯}}
 
</poem>
{{Right|<small>એપ્રિલ, ૧૯૩૯</small>}}
</poem>}}


<br>
<br>

Latest revision as of 02:15, 19 May 2023

તારો સખી, સ્નેહ –

તારો સખી, સ્નેહ સ્ફુરે વસંતે
વસંતના સૌરભ શો સુખાર્દ્ર!

ચમેલી આ કોમળ મીઠડીમાં,
ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં,
કે કેતકીની ઘનમત્ત લ્હેરમાં,
આ કુંજની પાંદડી પાંદડીએ
સુરૂપ તારાં સ્ફુરતાં શતાવધિ.

આ નીમની કૂંપળની મહેકમાં,
કે આમ્રની મંજુલ મંજરીમાં,
કે કંઠમાં કોકિલને ચડીને
વસંતે જો ઠેક ભરે વને વને.

તુંયે, શુભે! અંતર આમ્રરાજિમાં
છૂપી વસી કૈં શિશિરોની રાત્રિઓ.
પ્રસન્ન કો એક પ્રભાત તારો
ટહુકો સ્ફુર્યો, સ્વસ્થ વિરાગી હૈયું
છળી ઊઠ્યું બે ક્ષણ, કિંતુ તારી
અખંડ ધારા સ્વરની રહી સ્રવી,
ને કુંજને બાકી ન કામના રહી.

અનન્ય હે માનવપુષ્પ! ક્‌હે કે
વસંતમાં તું વિકસ્યું, વસંત વા
તારા થકી આ વિકસ્યો? કહે, કહે!

એપ્રિલ, ૧૯૩૯